ભૂગોળ

સાક્રેમેન્ટો (નદી)

સાક્રેમેન્ટો (નદી) : ઉત્તર કૅલિફૉર્નિયાના માઉન્ટ શાસ્તા નજીક ક્લૅમથ પર્વતોમાંથી નીકળતી નદી. ભૌગોલિક સ્થાન : 38° 03´ ઉ. અ. અને 121° 56´ પ. રે.. તે કાસ્કેડ પર્વતમાળા અને સિયેરા નેવાડા પર્વતમાળાની વચ્ચે સાક્રેમેન્ટોની ખીણ(મધ્યની ખીણ)માં થઈને 615 કિમી. જેટલી લંબાઈમાં વહે છે. આ નદી સાન ફ્રાન્સિસ્કોના અખાતના ઉત્તર ફાંટાને મળે…

વધુ વાંચો >

સાગર

સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…

વધુ વાંચો >

સાણંદ

સાણંદ : ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલું નગર. જિલ્લાના સાત તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા ભૂતપૂર્વ કોઠના દેશી રાજ્યની રાજધાનીનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 22° 59´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 791 ચોકિમી. જેટલું છે, તાલુકામાં સાણંદ શહેર અને 67 ગામો આવેલાં છે. તાલુકાની કુલ…

વધુ વાંચો >

સાણાની ગુફાઓ

સાણાની ગુફાઓ : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકામાં વાંકિયા નામના ગામ પાસે આવેલી સાણાની ટેકરીઓમાંની ગુફાઓ. ત્યાં જૂનાગઢ અને તળાજાની ગુફાઓ જોડે સામ્ય ધરાવતી આશરે 62 શૈલ-ઉત્કીર્ણ ગુફાઓનો વિશાળ સમૂહ આવેલો છે. સાણાની ગુફાઓ કયા સંપ્રદાય માટે હતી તે હાલ માત્ર અટકળનો વિષય છે. તળાજાના એભલ મંડપ જેવી અહીં પણ…

વધુ વાંચો >

સાતપુડા (હારમાળા)

સાતપુડા (હારમાળા) : વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે તેમજ તેની દિશાને સમાંતર વિસ્તરેલી હારમાળા. આ હારમાળા પશ્ચિમ ભારતમાં આવેલી, દખ્ખણના ઉચ્ચપ્રદેશના ભાગરૂપ ટેકરીઓથી બનેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. આ હારમાળા પૂર્વમાં ગયા અને રેવાથી શરૂ થાય…

વધુ વાંચો >

સાતારા

સાતારા : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 05´થી 18° 11´ ઉ. અ. અને 73° 33´થી 74° 54´ પૂ. રે. વચ્ચેનો 10,484 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પુણે, પૂર્વમાં સોલાપુર, દક્ષિણમાં સાંગલી, પશ્ચિમમાં રત્નાગિરિ તથા વાયવ્યમાં…

વધુ વાંચો >

સાન ઍન્ટોનિયો

સાન ઍન્ટોનિયો : યુ.એસ.માં આવેલું ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 29° 25´ ઉ. અ. અને 98° 29´ પ. રે.. ઇતિહાસના સંદર્ભમાં જોતાં, સાન ઍન્ટોનિયો સ્પેન, મેક્સિકો અને સ્વતંત્ર ટેક્સાસ પ્રજાસત્તાકની હકૂમત હેઠળ રહેલું. 1836માં અહીં લડાયેલી ઐતિહાસિક બનેલી ‘એલેમો’ની લડાઈની યાદમાં આ શહેર ‘એલેમો સિટી’ નામથી પણ જાણીતું બન્યું છે.…

વધુ વાંચો >

સાન ઍન્ડ્રેસ પર્વતો

સાન ઍન્ડ્રેસ પર્વતો : રૉકીઝ પર્વતમાળાનો દક્ષિણ તરફના છેડાનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 33° 00´ ઉ. અ. અને 106° 40´ પ. રે.. ન્યૂ મેક્સિકો રાજ્યના દક્ષિણ ભાગમાંના સોકોરો, સિયેરા અને ડોના ઍના પરગણાંને વીંધીને તે જાય છે તેમજ રિયો ગ્રાન્ડે(નદી)ને સમાંતર દક્ષિણ તરફ 241 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલ છે. તેનું…

વધુ વાંચો >

સાન કાર્લોસ (1)

સાન કાર્લોસ (1) : દક્ષિણ-પૂર્વ નિકારાગુઆના રિયો સાન જુઆન વિભાગનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 11° 15´ ઉ. અ. અને 84° 45´ પ. રે.. તે નિકારાગુઆ સરોવરના અગ્નિખૂણાના છેડા પર આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય છે. મેથી જાન્યુઆરી સુધી હવામાન ભેજવાળું રહે છે. વર્ષભર તાપમાનની સરેરાશ 21° સે. જેટલી એકધારી રહે…

વધુ વાંચો >

સાન કાર્લોસ (2)

સાન કાર્લોસ (2) : વેનેઝુએલાના વાયવ્ય ભાગમાં આવેલા કૉજિડેસ (Cojedes) રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 9° 40´ ઉ. અ. અને 68° 35´ પ. રે.. તે મધ્યના ઉચ્ચપ્રદેશની તળેટી ખાતેના લાનોસ મેદાની વિસ્તાર નજીક તિરગુઆ નદીકાંઠે આવેલું છે. તેની સ્થાપના 1678માં કૅપુચિનના ધર્મપ્રસારકો દ્વારા કરવામાં આવેલી. કૉજિડેસ અને પોર્ટુગીઝનાં રાજ્યો અલગ…

વધુ વાંચો >