ભૂગોળ

વિનિપેગ

વિનિપેગ : કૅનેડાના મેનિટોબા રાજ્યનું પાટનગર તથા કૅનેડાનું ચોથા ક્રમે આવતું મોટું શહેર. તે વિનિપેગ સરોવરથી દક્ષિણે રેડ રીવર પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 49° 53´ ઉ. અ. અને 97° 09´ પ. રે.. તે કૅનેડાયુ.એસ.ની સરહદથી ઉત્તર તરફ આશરે 97 કિમી. અંતરે આવેલું છે. વિનિપેગ શહેર કૅનેડાનું અનાજ માટેનું,…

વધુ વાંચો >

વિન્ડરમિયર (સરોવર)

વિન્ડરમિયર (સરોવર) (Windermere) : ઇંગ્લૅન્ડમાં આવેલું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 2° 53´ પ. રે.. તે વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં વિપુલ જળરાશિ ધરાવે છે. વિન્ડરમિયરનાં તેમજ તેની આજુબાજુનાં રમણીય કુદરતી દૃશ્યોએ વિલિયમ વર્ડ્ઝવર્થ રૉબટ સધે અને સૅમ્યુઅલ કૉલરિજ જેવા ખ્યાતનામ અંગ્રેજ કવિઓને લખવાની પ્રેરણા…

વધુ વાંચો >

વિન્ડવર્ડ અને લીવર્ડ ટાપુઓ

વિન્ડવર્ડ અને લીવર્ડ ટાપુઓ : કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓનાં બે જૂથો પૈકીનું પૂર્વ તરફનું ઉત્તર-દક્ષિણ દિશામાં ચાપ આકારે પથરાયેલું નાના ટાપુઓનું જૂથ. તે ‘લઘુ ઍન્ટિલ્સ’ (Lesser Antilles) તરીકે ઓળખાય છે. આ ચાપનો દક્ષિણ છેડો છેક વેનેઝુએલાના ઉત્તર કિનારા સુધી લંબાયેલો છે. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ આશરે 12°…

વધુ વાંચો >

વિન્ડસર (Windsor)

વિન્ડસર (Windsor) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યમાં છેક દક્ષિણ છેડે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 18´ ઉ. અ. અને 83° 01´ પ. રે.. કૅનેડા અને યુ.એસ. સરહદ પર ડેટ્રૉઇટ અને વિન્ડસર એકબીજાની બરોબર સામસામે, ડેટ્રૉઇટથી અગ્નિકોણમાં આવેલું છે. સરહદ પર તે પ્રવેશદ્વાર તરીકે કામ આપે છે. આ શહેર એવા મોકાના…

વધુ વાંચો >

વિન્ધોક (Windhoek)

વિન્ધોક (Windhoek) : નૈર્ઋત્ય આફ્રિકામાં આવેલા નામિબિયા દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 22° 25´ દ. અ. અને 16° 55´ પૂ. રે.. તે મકરવૃત્ત નજીક આટલાન્ટિક મહાસાગર કિનારાથી 270 કિમી. અંતરે દેશના મધ્યભાગમાં આવેલા શુષ્ક માહોલવાળા ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. નામિબિયાનું તે વહીવટી કેન્દ્ર છે. અહીં એક તક્નીકી કૉલેજ છે. 1880ના દાયકાનાં…

વધુ વાંચો >

વિપાશા (બિયાસ)

વિપાશા (બિયાસ) : પંજાબમાં આવેલી એક નદી. પંજાબમાં સિંધુ નદીને તટે પૂર્વ તરફ વિતસ્તા (જેલમ), અસિકની (ચિનાબ), પરુષ્ણી (રાવી), વિપાશા (બિયાસ) અને શુતુદ્રી (સતલજ) નદીઓ આવેલી છે. આ નદી કુલ્લુર પર્વતમાળામાંથી ઉદ્ભવી કાંગડા જિલ્લાના પૂર્વ સીમાવર્તી સંઘોલનગર પાસેના પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે. અહીંથી મીરથલઘાટ પાસે તે સમતલ ક્ષેત્રમાં વહે…

વધુ વાંચો >

વિયેટનામ

વિયેટનામ : દ. પૂ. એશિયાના મુખ્ય ભૂમિપ્રદેશો(mainland)ના ભાગરૂપ દેશ. તે આશરે 8° 0´ ઉ.થી 21° 0´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 102° 0´ પૂ.થી 109° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તે આજે ‘વિયેટનામનું સમાજવાદી પ્રજાસત્તાક’ (Socialist Republic of Vietnam)  એ નામે ઓળખાય છે અને તેનું પાટનગર હેનોઈ છે. આ દેશ ઉત્તર-દક્ષિણ…

વધુ વાંચો >

વિયેના

વિયેના : ઑસ્ટ્રિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48° 13´ ઉ. અ. અને 16° 20´ પૂ. રે.. તેનું જર્મન નામ વિયેન છે. આ શહેર ઈશાન ઑસ્ટ્રિયામાં ડેન્યૂબ નદી પર આવેલું છે. તે ઑસ્ટ્રિયાનું આગળ પડતું શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક તથા રાજકીય મથક છે. શહેર : યુરોપના આલ્પ્સ પર્વતો…

વધુ વાંચો >

વિયેન્ટિયેન (Vientiane)

વિયેન્ટિયેન (Vientiane) : લાઓસનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તેનું બીજું નામ વિયેનચૅન (Viangchan) છે. ભૌગોલિક સ્થાન : 17° 58´ ઉ. અ. અને 102° 36´ પૂ. રે.. તે લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેની સરહદ નજીક મેકૉંગ નદી પર આવેલું છે. આ શહેર મહત્વનું વ્યાપારી મથક છે, તે હવાઈ મથક પણ છે.…

વધુ વાંચો >

વિરલ (દ્વીપકલ્પ)

વિરલ (દ્વીપકલ્પ) : ઇંગ્લૅન્ડના પશ્ચિમ ભાગમાં આવેલા પચરંગી મર્સીસાઇડ પરગણાનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 53° 22´  ઉ. અ. અને 3° 05´ પ. રે.ની આજુબાજુનો આશરે 158 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પની ઈશાન બાજુએ મર્સી નદીનો નદીનાળ જળમાર્ગ, ઉત્તરે આયરિશ સમુદ્ર, પશ્ચિમે ડી નદીનો જળવિસ્તાર, દક્ષિણે…

વધુ વાંચો >