ભૂગોળ
લાઇબેરિયા
લાઇબેરિયા : પશ્ચિમ આફ્રિકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 4° 15´થી 8° 30´ ઉ. અ. અને 7° 30´ થી 11° 30´ પ. રે. વચ્ચેનો 1,11,370 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દેશની પૂર્વ–પશ્ચિમ લંબાઈ 370 કિમી. અને ઉત્તર–દક્ષિણ પહોળાઈ 338 કિમી. છે, દરિયાકિનારાની લંબાઈ 507 કિમી.…
વધુ વાંચો >લાએ (Lae)
લાએ (Lae) : પાપુઆ ન્યૂ ગિનીના મોરોબે જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 6° 47´ દ. અ. અને 147° 12´ પૂ. રે. દેશના ઈશાન ભાગમાં હુઓનના અખાતને મથાળે મારખમ નદીના મુખ નજીક વસેલું છે. વહાણવટા માટેનું તે મોટું બંદર ગણાય છે. વળી તે મુખ્ય ઔદ્યોગિક મથક હોઈ આજુબાજુના પીઠપ્રદેશને…
વધુ વાંચો >લાઓસ
લાઓસ : અગ્નિ એશિયાનો ચારેય બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો (landlocked) પ્રજાસત્તાક દેશ. તે આશરે 14° 0´ ઉ. તથા 22° 0´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 100° 0´ પૂ. તથા 107° 05´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચેનો આશરે 2,36,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સીમાઓ ચીન, મ્યાનમાર (બર્મા), થાઇલૅન્ડ, કમ્પુચિયા અને વિયેતનામ – એમ…
વધુ વાંચો >લાકલન (Lachlan)
લાકલન (Lachlan) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલી નદી. તે ગ્રેટ ડિવાઇડિંગ રેઇન્જમાંના ક્યુલેરિન નજીકથી નીકળે છે અને આશરે 2,400 કિમી.ની લંબાઈમાં વહી મરુમ્બિગી નદીને મળે છે. મરુમ્બિગીની તે મુખ્ય સહાયક નદી છે. ગુનિંગથી તે 13 કિમી. પૂર્વ તરફ તથા કોવરાથી 48 કિમી. ઉત્તર તરફ આવેલી છે. પાંચ…
વધુ વાંચો >લાગાશ
લાગાશ : પ્રાચીન સુમેરમાં સૌથી વધુ મહત્વનાં પાટનગરોમાંનું એક. તે ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ વચ્ચેના પ્રદેશમાં ઇરાકમાં આવેલું આધુનિક ટેલો (Telloh) નગર છે. ટેલોના ટેકરાનું પ્રાચીન નામ ગિરસુ (Girsu) હતું; જ્યારે લાગાશ ગિરસુના અગ્નિ ખૂણે આવેલું હતું. પાછળથી લાગાશ આ જિલ્લાનું તથા ગિરસુનું પણ નામ થઈ ગયું. ઈ. સ. 1877…
વધુ વાંચો >લાગોસ
લાગોસ : નાઇજિરિયા(પશ્ચિમ આફ્રિકા)નું મોટામાં મોટું શહેર અને જૂનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 6° 27´ ઉ. અ. અને 3° 24´ પૂ. રે.. તે નાઇજિરિયાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે. વાસ્તવમાં તેનો કેટલોક ભાગ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ગિનીના અખાતના સ્લેવ કોસ્ટ પરના ચાર ટાપુઓ પર વહેંચાયેલો છે. ટાપુઓ…
વધુ વાંચો >લા ચુંગ (La Chung)
લા ચુંગ (La Chung) : સિક્કિમ રાજ્યના ‘નૉર્થ ડિસ્ટ્રિક્ટ’ જિલ્લાનું ગામ. ભૌગોલિક સ્થાન : આ સ્થળ આશરે 28° ઉ. અ. અને 88° 45´ પૂ. રે. નજીક સિક્કિમના પાટનગર ગંગટોકથી ઉત્તરે 43 કિમી.ને અંતરે આવેલું છે. તેની પૂર્વે ચીનની સીમા આવેલી છે. આ ગામ તિસ્તા નદીની સહાયક નદી લા ચુંગને કિનારે…
વધુ વાંચો >લાઝિયો (Lazio)
લાઝિયો (Lazio) : પશ્ચિમ મધ્ય ઇટાલીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 42° 00´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે. તિરહેનિયન સમુદ્રની સામે આવેલા પ્રદેશમાં રોમ, ફ્રોસિનોન, લૅટિના, રિયેતી અને વિતેર્બોના પ્રાંતોનો સમાવેશ થાય છે. આ પ્રદેશનો કુલ વિસ્તાર 17,203 ચોકિમી. જેટલો છે. રોમન ભાષામાં આ લાઝિયો લેટિયમ તરીકે ઓળખાય છે.…
વધુ વાંચો >લાટ
લાટ : પ્રાચીન કાળમાં જુદા જુદા સમયે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત માટે વપરાયેલ નામ. તેની વ્યુત્પત્તિ માટે ડૉ. એ. એસ. અલતેકરે आनर्त માંથી (आलट्ट દ્વારા) તો ઉમાશંકર જોશીએ नर्तकમાંથી नट्टअ > लट्टअ દ્વારા ‘લાટ’ની સંભાવના કરી છે. ‘લાટ’નો ઉલ્લેખ ટૉલેમીની ભૂગોળ (બીજી સદી) તથા વાત્સ્યાયનના ‘કામસૂત્ર’(ત્રીજી સદી)માં…
વધુ વાંચો >લાટમંડલ
લાટમંડલ : દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા દરમિયાન દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ. દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટકોનું રાજ્ય ગુપ્તકાલથી પ્રવર્તતું, જે ઈ. સ. 494–95 સુધી ચાલુ રહેલું જણાય છે. ઈ. સ. 669માં નવસારીમાં દખ્ખણના ચાલુક્ય રાજ્યની શાખા સત્તારૂઢ થઈ. આ વંશની સત્તા ત્યાં 75થી 80 વર્ષ ટકી. આઠમી સદીના મધ્યમાં…
વધુ વાંચો >