ભૂગોળ

માલ્ટા

માલ્ટા : ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં યુરોપ અને આફ્રિકા વચ્ચે આવેલો નાનકડો ટાપુ – દેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 53´ ઉ. અ. અને 14° 27´ પૂ. રે. પર, સિસિલીથી દક્ષિણે આશરે 50 કિમી.ને અંતરે આવેલો છે. વાસ્તવમાં તો તે દ્વીપસમૂહ છે. તેમાં વસ્તીવાળા ત્રણ ટાપુઓ માલ્ટા, ગોઝો અને કોમિનો તથા…

વધુ વાંચો >

માલ્દા

માલ્દા : પશ્ચિમ બંગાળના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે કર્કવૃત્તની ઉત્તર તરફ આવેલો છે અને 24° 40´ 20´´થી 25° 32´ 08´´ ઉ. અ. અને 87° 45´ 50´´થી 88° 28´ 10´´ પૂ. રે. વચ્ચેનો 3,733 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…

વધુ વાંચો >

માસેરુ

માસેરુ : દક્ષિણ આફ્રિકામાં આવેલા લેસોથો દેશનું પાટનગર તથા એકમાત્ર શહેરી સ્થળ. ભૌગોલિક સ્થાન : 29° 15´ દ. અ. અને 27° 31´ પૂ. રે. તે લેસોથોની વાયવ્યમાં દક્ષિણ આફ્રિકી પ્રજાસત્તાક ઑરેન્જ ફ્રી સ્ટેટની સરહદ નજીક કેલિડૉન નદીના ડાબા કાંઠા પર વસેલું છે. બાસોથો (અથવા સોથો; જૂનું બાસુટોલૅન્ડ) રાષ્ટ્રના વડા મશ્વેશ્વે…

વધુ વાંચો >

માહે

માહે : પૉંડિચેરી અંતર્ગત આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 11° 42´ ઉ. અ. અને 75° 32´ પૂ. રે. ભૌગોલિક ર્દષ્ટિએ તે કેરળના ઉત્તર ભાગમાં મલબાર કિનારે આવેલો છે, પરંતુ વહીવટી ર્દષ્ટિએ તે કેન્દ્ર સરકારના શાસન હેઠળ છે. પાડિચેરીથી તે 830 કિમી. અંતરે આવેલો છે. તેની ઉત્તરે પોન્નિયાર નદી, પશ્ચિમે…

વધુ વાંચો >

માળિયા

માળિયા : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 10´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ની આજુબાજુનો 535 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કેશોદ અને મેંદરડા, પૂર્વે તલાળા, દક્ષિણે વેરાવળ, નૈર્ઋત્યમાં અરબી સમુદ્ર અને પશ્ચિમે માંગરોળ…

વધુ વાંચો >

માળિયા-મિયાણા

માળિયા-મિયાણા : રાજકોટ જિલ્લામાં ઉત્તર તરફ આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તે કચ્છની સરહદ નજીક આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 770 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 62,777 જેટલી છે અને…

વધુ વાંચો >

માંગરોળ

માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…

વધુ વાંચો >

માંગરોળ – મોટા મિયાં

માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો  તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…

વધુ વાંચો >

માંડલે

માંડલે : મ્યાનમાર(બ્રહ્મદેશ)ની મધ્યમાં, ઇરાવદી નદીને કિનારે આવેલું શહેર. વસ્તીની ર્દષ્ટિએ રંગૂન, હવે યાંગોન પછી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ. અ. અને 96° 06´ પૂ. રે.. આ શહેર ઇરાવદી અને તેની સહાયક નદીઓના કાંપથી જમાવટ પામેલા વિસ્તારમાં આવેલું હોવાથી અહીં સમતળ મેદાની પ્રદેશ નિર્માણ…

વધુ વાંચો >

માંડવી

માંડવી : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 20´ પૂ. રે.. આજુબાજુનો 1,42,538 હેક્ટર વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી…

વધુ વાંચો >