ભૂગોળ
ઇનામગાંવ
ઇનામગાંવ : મહારાષ્ટ્રના જિલ્લા મથક પુણેથી પૂર્વમાં 80 કિમી. દૂર ઘોડ નદીના જમણા કાંઠા ઉપર આવેલું ગામ. અહીં 1970-84 દરમિયાન મધ્ય પાષાણયુગથી માંડીને ઈ. સ. પૂ. 700 સુધીના વિવિધ અવશેષો મળી આવ્યા છે. મધ્ય પાષાણયુગ અને આદ્ય પાષાણયુગનાં ફળાં, રંદા, પતરીઓ, છીણી વગેરે તથા કાચબાની પીઠના અશ્મીભૂત ટુકડા અને લઘુપાષાણયુગના…
વધુ વાંચો >ઇન્કા સંસ્કૃતિ
ઇન્કા સંસ્કૃતિ : દક્ષિણ અમેરિકામાં પશ્ચિમ કિનારે વિકસેલી સંસ્કૃતિ. ઊંચા પહાડો, નીચાણમાંનાં જંગલો અને કાંઠાળ રણ ધરાવતા પ્રદેશમાં ઇન્કા સામ્રાજ્ય વિકસ્યું હતું. પુરાતત્ત્વવિદોને ઈ. સ. પૂ. 1200થી ઈ. સ. પૂ. 400 દરમિયાન ચવીન, ઈ. સ. પૂ. 400થી ઈ. સ. 400 દરમિયાન પોરાકાસ, ઈ. સ. પૂ. 272થી ઈ. સ. 1000 દરમિયાન મોચિકા,…
વધુ વાંચો >ઇન્ડિયાના
ઇન્ડિયાના : યુ.એસ.નું આડત્રીસમા ક્રમનું રાજ્ય. પ્રેરીના મેદાનપ્રદેશમાં 37o 40´ થી 41o 45´ ઉત્તર અક્ષાંશ અને 84o 45´ પ. રે. આજુબાજુ ઇન્ડિયાના રાજ્ય આવેલું છે. તે મકાઈ પકવતા વિસ્તાર(corn belt)નું એક મહત્વનું રાજ્ય છે. અહીં શરૂઆતમાં રેડ ઇન્ડિયન લોકોની વધુ વસ્તી હતી, તેના કારણે આજે પણ આ રાજ્યને ‘લૅન્ડ ઑવ્…
વધુ વાંચો >ઇન્ડિયાનાપોલિસ
ઇન્ડિયાનાપોલિસ : અમેરિકાના સમવાયતંત્રના ઘટક રાજ્ય ઇન્ડિયાનાની મધ્યમાં આવેલું પાટનગર તથા રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39o 46´ ઉ. અ. અને 86o 09´ પ. રે. 1816માં ઇન્ડિયાનાને અમેરિકાના સમવાયતંત્રમાં સમાવી લેવાયું. તેના પાટનગરના સ્થળની પસંદગી માટે નિમાયેલી ખાસ સમિતિએ આ સ્થળને 1821માં મહોર મારી અને 1825માં તે પાટનગર…
વધુ વાંચો >ઇન્ડોચાઇના (હિંદી ચીન)
ઇન્ડોચાઇના (હિંદી ચીન) : અગ્નિએશિયામાં આવેલો દ્વીપકલ્પીય પ્રદેશ. ભૌગોલિક માહિતી : આ પ્રદેશ આશરે 8o 0´ ઉ. અ.થી 23o 0´ઉ. અ. અને 101o 0´ પૂ. રે.થી 109o 0´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ પ્રદેશની પૂર્વે દક્ષિણ ચીનનો સમુદ્ર, ઈશાને અને ઉત્તરે ચીન, વાયવ્યે મ્યાનમાર, પશ્ચિમે અને નૈર્ઋત્ય દિશાએ થાઇલૅન્ડ…
વધુ વાંચો >ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા મલયેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. ઇન્ડોનેશિયા Indos – એટલે Indian (હિંદી) અને Nesos એટલે Island (ટાપુનો) શબ્દ, બે ગ્રીક શબ્દોનો બનેલો છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી…
વધુ વાંચો >ઇન્ડોબ્રહ્મ નદી
ઇન્ડોબ્રહ્મ નદી (શિવાલિક નદી) : સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રની પ્રાચીન માતૃનદી. તૃતીય ભૂસ્તરયુગ(Tertiary Period)ના અંતિમ ચરણથી માંડીને આજ સુધીમાં ઉત્તર ભારતની મુખ્ય જળપરિવાહરચનામાં ઘણા અને મોટા પાયા પરના ફેરફારો થયેલા છે. આ ફેરફારોએ ઉત્તર ભારતની નદીઓનાં વહેણોને વિપરીત કરી મૂક્યાં છે. આસામથી કુમાઉં અને પંજાબ થઈને સિંધ સુધીનો હિમાલયનો તળેટી…
વધુ વાંચો >ઇન્દોર
ઇન્દોર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનું મોટામાં મોટું શહેર, જિલ્લાનું વડું મથક અને રાજ્યનું મહત્વનું વ્યાપાર તથા ઉદ્યોગનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 22o 43´ ઉ. અ. અને 75o 50´ પૂ. રે. મુંબઈના ઉત્તરપૂર્વમાં 515 કિમી. અંતરે મુંબઈ-આગ્રા ટ્રંક રોડ પર, ક્ષિપ્રા, સરસ્વતી તથા આન નદી પર તે આવેલું છે. દરિયાની સપાટીથી તે…
વધુ વાંચો >ઇન્દ્રપ્રસ્થ
ઇન્દ્રપ્રસ્થ : મહાભારતકાળમાં પાંડવો માટે નવી સ્થપાયેલી રાજધાની. મહાભારતના આદિપર્વમાં જણાવ્યા પ્રમાણે લાક્ષાગૃહમાંથી વિદુરની યુક્તિથી છટકી ગયેલા પાંડવો છૂપી રીતે ‘દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે’ તેવું સાંભળી એમાં ભાગ લેવા મિથિલા ગયા ને દ્રૌપદીને પામ્યા. એ સમાચાર મળતાં ધૃતરાષ્ટ્રે એમને તેડાવી અને કૌરવો અને પાંડવો વચ્ચે કલહ આગળ ન વધે એ…
વધુ વાંચો >ઇન્દ્રાવતી (નદી)
ઇન્દ્રાવતી : ગોદાવરી નદીની એક મહત્વની ઉપનદી. ઓરિસા રાજ્યના કોરાપુટ જિલ્લાના ઉત્તર-પૂર્વમાં તેનું ઊગમસ્થાન છે. તે ભારતનાં ત્રણ અન્ય રાજ્યોમાંથી વહે છે. છત્તીસગઢના બસ્તર, મહારાષ્ટ્રના ચંદ્રપુર તથા આંધ્રપ્રદેશના કરીમગંજ જિલ્લાઓ તે પોતાના માર્ગમાં આવરી લે છે. નદીનો નીચાણનો ભાગ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચેની સરહદ નિર્ધારિત કરે છે. આંધ્રપ્રદેશના અનિકેશા…
વધુ વાંચો >