ભારતીય સંસ્કૃતિ
સ્તંભનક
સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…
વધુ વાંચો >સ્તંભન પાર્શ્વનાથ
સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે. હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે…
વધુ વાંચો >સ્તૂપ
સ્તૂપ : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. ભગવાન બુદ્ધ કે તેમના શિષ્યો કે બૌદ્ધ ધર્મના આગળપડતા ધર્મોપદેશકોના કોઈ એક અવશેષ(જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ, કોલસા વગેરે)ના સંરક્ષણ માટે બૌદ્ધો સ્મૃતિગૃહો બાંધતા. અવશેષોને ધાતુપાત્રમાં સંગ્રહી, પાત્રને પથ્થરના દાબડા(મંજૂષા કે સમુદગક)માં મૂકી, લેખ સાથે દાટવામાં આવતા અને તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું…
વધુ વાંચો >સ્થૂલિભદ્ર
સ્થૂલિભદ્ર : એક પ્રાચીન મહાન જૈન આચાર્ય. તેમનાં ત્યાગ અને તપશ્ચર્યાના કારણે જૈન ધર્મમાં તેમનું અત્યંત ઊંચું સ્થાન છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરો – મુખ્ય પ્રત્યક્ષ શિષ્યો – માંથી માત્ર બે, પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ અને પંચમ ગણધર સુધર્મા, ભગવાન મહાવીરના નિર્વાણ પછી જીવિત હતા. ભગવાન મહાવીરના ઉપદેશનું અંગ આગમ…
વધુ વાંચો >સ્યંભદ્વાર
સ્યંભદ્વાર : યોગસાધનામાં સુરતિ-નિરતિનો પરિચય થયા પછી ખૂલતું દ્વાર. સામાન્ય અર્થમાં એને સિંભુદ્વાર, સિંહદ્વાર, સ્વયંભૂ દ્વાર પણ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે બેગમપુરમાં પ્રવેશ કરવા માટે કોઈને કોઈ દ્વારા હોય અને જ્યારે એ રાણીનું અંતઃપુર હોય તો પછી પ્રવેશ દ્વાર તો સિંહદ્વાર જ હોય. સહસ્રારમાં…
વધુ વાંચો >સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ (જ. 12 જાન્યુઆરી 1863, કોલકાતા, બંગાળ; અ. 4 જુલાઈ 1902, કોલકાતા) : ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને એમના વિચારોના સંદેશવાહક. તેમનો જન્મ કોલકાતાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી, સંસ્કારસંપન્ન, ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. નામકરણ…
વધુ વાંચો >હરિ: ૐ આશ્રમ
હરિ: ૐ આશ્રમ : આધ્યાત્મિક સાધના માટેની સંસ્થા. ગઈ સદીના ગુજરાતના જુદી જ ભાતના સંત પૂજ્ય શ્રીમોટાની સમાજને આગવી દેણ. તેમણે તામિલનાડુમાં કાવેરીના કિનારે કુંભકોણમમાં 1950માં પ્રથમ આશ્રમ સ્થાપ્યો. ત્યાર બાદ 1955–56માં ગુજરાતમાં બે સ્થળે હરિ: ૐ આશ્રમ સ્થાપ્યા. નડિયાદ નજીક શેઢી નદીને કિનારે પ્રથમ અને સૂરત નજીક જહાંગીરપુરામાં તાપી…
વધુ વાંચો >હિતહરિવંશજી
હિતહરિવંશજી : જુઓ રાધાવલ્લભીય સંપ્રદાય.
વધુ વાંચો >