બાળકૃષ્ણ માધવરાવ મૂળે
લડાયક વિમાન
લડાયક વિમાન : શત્રુપક્ષનાં લડાયક વિમાનોનો નાશ કરી અવકાશી વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપવા માટે બનાવવામાં આવતાં વિમાનો. આવાં વિમાનો જુદાં જુદાં નામથી ઓળખાતાં હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મનીએ ફૉકર D. VII તથા ફ્રાન્સે સ્ટૉડ નામનાં વિમાનો આકાશી યુદ્ધમાં ઉતાર્યાં હતાં, જે કલાકે 215 કિમી. ગતિથી આકાશમાં ઊડી શકતાં…
વધુ વાંચો >લતાફતહુસેનખાં
લતાફતહુસેનખાં (જ. ડિસેમ્બર 1921, જયપુર) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક. તેમના પિતા જયપુર દરબારના રાજગાયક અલ્તાફ હુસેનખાં પોતે અગ્રણી ગાયક હોવાથી પુત્ર લતાફતને શાસ્ત્રીય સંગીત વારસામાં મળ્યું હતું. તેમનો ઉછેર હકીકતમાં જયપુરમાં તેમના મોટા ભાઈ અને વિવિધ રાગોની બંદિશોના રચનાકાર ઉસ્તાદ ખાદિમ હુસેનખાં સાહેબ દ્વારા થયો…
વધુ વાંચો >લર્નર, એ. પી.
લર્નર, એ. પી. (જ. 19૦5; અ. 1982) : મુક્ત વ્યાપાર અને સમાજવાદી – આ બે અતિરેકી વિચારસરણીઓ વચ્ચેનો મધ્યમમાર્ગ (golden mean) શોધવાનો પ્રયાસ કરનાર સમાજવાદી ચિંતક. આખું નામ અબ્બા પટાચ્યા લર્નર. તેમનો જન્મ રૂમાનિયામાં થયો હતો અને બાલ્યાવસ્થામાં જ તેમણે માતા-પિતા સાથે ઇંગ્લૅન્ડમાં કાયમી વસવાટ માટે સ્થળાંતર કર્યું હતું. 1929માં…
વધુ વાંચો >લલનપિયા
લલનપિયા (19મી સદીનો ઉત્તરાર્ધ–2૦મી સદીનો પૂર્વાર્ધ) : ઠૂમરી નામક ઉપશાસ્ત્રીય ગીતોના જાણીતા રચનાકાર. તેમનું વતન ઉત્તર પ્રદેશનું ફર્રુખાબાદ નગર. તેમનો જન્મ એક સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી લલનપિયાનું સમગ્ર જીવન ગરીબીમાં વીત્યું હતું. ઠૂમરીની કોઠાસૂઝને કારણે જ તેઓ ઠૂમરીની રચના કરતા, દરેક રચનાને જુદા…
વધુ વાંચો >લવાદ
લવાદ : કેટલાક વિવાદોના પક્ષકારો વચ્ચે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સંબંધિત વિવાદના ઉકેલ રૂપે કોઈ સમજૂતી સધાતી ન હોય ત્યારે તે વિવાદોનો ફેંસલો (adjudicate) કરવા માટે મહદ્અંશે સંબંધિત પક્ષકારોની સંમતિથી જે ત્રાહિત પંચને તે વિવાદ સોંપવામાં આવે છે તે પંચ. આવા પંચની કાર્યવહીને લવાદી અથવા મધ્યસ્થી અને તેના ફેંસલાને…
વધુ વાંચો >લશ્કરી ઔદ્યોગિક સંકુલ (ordnance factories)
લશ્કરી ઔદ્યોગિક સંકુલ (ordnance factories) : લશ્કરને લગતી લગભગ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે ઊભા કરવામાં આવેલા ઔદ્યોગિક એકમોની શૃંખલા. લશ્કરની જરૂરિયાતોમાં શસ્ત્ર-સરંજામ, દારૂગોળા, બખ્તરબંધ ગાડીઓ, તોપો, પ્રાણઘાતક સાધનો, લડાઈના મેદાન પર ઉપયોગમાં લેવાતા તાર (કેબલો), ટૅન્ક, રણગાડી, લશ્કરનાં સાધનોની હેરફેર માટે ઉપયોગમાં લેવાતાં વાહનવ્યવહારનાં સાધનો, સંદેશાવ્યવહારનાં સાધનો, વિવિધ…
વધુ વાંચો >લશ્કરી કવાયત
લશ્કરી કવાયત : લશ્કરના સૈનિકો દ્વારા એકસાથે કરવામાં આવતું શિસ્તબદ્ધ સામૂહિક સંચલન. તેના અનેક ઉદ્દેશો હોય છે. સૈનિકી વ્યાયામનો તે એક પ્રકાર હોય છે. સૈનિક માટે શારીરિક તંદુરસ્તી એક અત્યંત મહત્વની બાબત ગણવામાં આવે છે. સંપૂર્ણ શારીરિક તંદુરસ્તી વગર કોઈ પણ લશ્કર દુશ્મનનો સામનો કરી શકે નહિ તથા આત્મરક્ષણ પણ…
વધુ વાંચો >લશ્કરી કાયદો (martial law)
લશ્કરી કાયદો (martial law) : રાજકીય કે અન્ય પ્રકારની અસાધારણ કટોકટીને પહોંચી વળવા માટે નાગરિક પ્રશાસનનો કામચલાઉ ધોરણે અંત લાવી પ્રશાસનની કામગીરી લશ્કરને સોંપવી તે. લશ્કરી કાયદા હેઠળ પ્રશાસનની જવાબદારી દેશના લશ્કરને સોંપવામાં આવે છે. સમગ્ર દેશ પર અથવા દેશના અમુક વિસ્તાર પર તેનો અમલ કરવામાં આવે છે. દેશ પર…
વધુ વાંચો >લાખાણી, રજબઅલી
લાખાણી, રજબઅલી (જ. 22 જુલાઈ 1919, કરાચી (હવે પાકિસ્તાન); અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની અને હિંદુ-મુસ્લિમ એકતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ. મૂળ વતન લીંબડી (સૌરાષ્ટ્ર). સુખી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ ગુલામઅલી જેઓ કેન્દ્ર સરકારના કસ્ટમ ખાતામાં નોકરી કરતા. રજબઅલીનું પ્રાથમિક શિક્ષણ કરાંચી ખાતે. માધ્યમિક શિક્ષણ…
વધુ વાંચો >લાખિયા, કુમુદિની
લાખિયા, કુમુદિની (જ. 17 મે 1930, મુંબઈ) : કથક નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા ‘કદંબ’ નૃત્યસંસ્થાનાં સંસ્થાપક-નિયામક. મૂળ નામ કુમુદિની જયકર. પિતાનું નામ દિનકર તથા માતાનું નામ લીલા. પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્વનું સ્થાન અપાતું હતું. માત્ર નવ વર્ષની વયે કથક નૃત્યશૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી.…
વધુ વાંચો >