બાળકૃષ્ણ માધવરાવ મૂળે
મુક્ત અર્થતંત્રની નીતિ
મુક્ત અર્થતંત્રની નીતિ : અર્થતંત્રમાં સ્વયંચાલિત રીતે, રાજ્યતંત્રની દરમિયાનગીરી વિના ઉત્પાદન અથવા વહેંચણીની પ્રક્રિયા ચાલવા દેવા અંગેની આર્થિક નીતિ. આવી નીતિમાં મુક્ત સાહસને મૂડી પર માલિકી-હક ધરાવવાની તથા તેના રોકાણ દ્વારા નફાલક્ષી આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની સંપૂર્ણ મોકળાશ હોય છે. રાજ્ય-સંચાલિત અથવા રાજપ્રેરિત આર્થિક આયોજનની પદ્ધતિ કરતાં તે તદ્દન…
વધુ વાંચો >મુખરજી, શારદા
મુખરજી, શારદા (જ. 24 ફેબ્રુઆરી 1919, મુંબઈ;) : સામાજિક કાર્યકર, લોકસભાનાં પૂર્વ સદસ્ય તથા ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ. પિતા પ્રતાપ સીતારામ પંડિત, માતાનું નામ સરસ્વતી. તેમનો પરિવાર વર્ષો સુધી સૌરાષ્ટ્રના રાજકોટ નગરમાં વસવાટ કરતો હતો. શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >મુખરજી, હિરેન
મુખરજી, હિરેન (જ. 23 નવેમ્બર 1907; અ. 30 જુલાઈ 2004, કૉલકાતા) : ભારતના અગ્રણી સામ્યવાદી નેતા તથા વિખ્યાત સાંસદ. કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયા પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી. લિટ. અને ત્યારબાદ બાર-એટ-લૉ થયા. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન સામ્યવાદી વિચારસરણી પ્રત્યે આકર્ષાયા, જેમાં ઇંગ્લૅન્ડની સામ્યવાદી પાર્ટીના પ્રમુખ નેતા રજની…
વધુ વાંચો >મુદગલ, શુભા
મુદગલ, શુભા (જ. 1959 – અલ્લાહાબાદ, યુ.પી.) : ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીના ગ્વાલિયર ઘરાણાની શાસ્ત્રીય શૈલી તથા પાશ્ચાત્ય પૉપ સંગીત – આ બંનેમાં નિપુણતા ધરાવતાં ગાયિકા. બે જુદી જુદી સંગીતશૈલીઓ –ભારતીય અને પાશ્ચાત્ય–નું જોડાણ તેમના જેવા કોઈ એક જ કલાકારમાં હોય તે એક વિરલ ઘટના ગણાય. સમગ્ર બાળપણ અને શિક્ષણ…
વધુ વાંચો >મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ
મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ : ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલા બે ભાઈઓ. સૌમિલ મુનશીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960ના રોજ અને શ્યામલ મુનશીનો જન્મ 14 એપ્રિલ 1962ના રોજ થયેલો. પિતાનું નામ પરેશભાઈ અને માતાનું નામ ભક્તિબહેન. આ બંને પતિ-પત્નીએ તેમના આ બંને પુત્રોમાં નાનપણથી જ સંગીતના સંસ્કાર સિંચ્યા હતા. ગુજરાતી…
વધુ વાંચો >મુર્ડેશ્વર, દેવેન્દ્ર
મુર્ડેશ્વર, દેવેન્દ્ર (જ. 19 સપ્ટેમ્બર 1923; અ. 29 જાન્યુઆરી 2000, મુંબઈ) : પ્રસિદ્ધ વાંસળીવાદક. પિતા શંકર મુર્ડેશ્વર સંગીતપ્રેમી તો હતા જ, પરંતુ પોતે કેટલાંક વાદ્યો વગાડતા હતા. પુત્ર દેવેન્દ્રને પણ બાળપણથી જ સંગીત પ્રત્યે અને ખાસ કરી વાંસળી પ્રત્યે વિશેષ રુચિ હતી. 1941માં તેઓ મુંબઈ આવ્યા અને ત્યાં 1944–47 દરમિયાન…
વધુ વાંચો >મુર્શિદાબાદ (જિલ્લો)
મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો…
વધુ વાંચો >મુંજે, બાળકૃષ્ણ શિવરામ
મુંજે, બાળકૃષ્ણ શિવરામ (જ. 12 ડિસેમ્બર 1872, બિલાસપુર, મધ્યપ્રદેશ; અ. 3 માર્ચ 1948, નાગપુર) : ભારતની સ્વાતંત્ર્ય-ચળવળના એક અગ્રણી નેતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ તથા ભોંસલે મિલિટરી સ્કૂલના સ્થાપક. પિતા મહેસૂલ ખાતામાં નોકરી કરતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બિલાસપુર ખાતે. નાગપુરની હિસ્લાપ કૉલેજમાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કર્યા પછી 1898માં મુંબઈની ગ્રાન્ટ…
વધુ વાંચો >મૂડીરોકાણ
મૂડીરોકાણ : સામાન્ય રીતે નફો મેળવવાના હેતુથી નાણાંનો કે ઉત્પાદનનાં અન્ય સાધનોનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અથવા કૃત્ય. સામાન્ય વ્યવહારની ભાષામાં નાણાકીય સાધનો દ્વારા થતા રોકાણને મૂડીરોકાણ કહેવામાં આવે છે. એટલે કે નાણાભંડોળ પ્રાપ્ત કરી તેનો શૅર, જામીનગીરી વગેરે મેળવવા માટે ઉપયોગ કરવો. ક્યારેક વાસ્તવિક અસ્કામતો પ્રાપ્ત કરવા માટે નાણાંના થતા…
વધુ વાંચો >મૂડીવાદ
મૂડીવાદ : સ્વૈરવિહાર અને મુક્ત બજારતંત્ર પર આધારિત આર્થિક માળખું. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજમાં ઉપલબ્ધ ઉત્પાદનનાં સાધનોનું રોકાણ મૂડીપ્રચુર ઉદ્યોગોમાં થયેલું હોય છે; જેમાં ઉત્પાદનનાં ભૌતિક સાધનોની માલિકી મોટા ભાગે ખાનગી વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત થયેલી હોય છે અથવા તો ખાનગી ક્ષેત્રની વ્યક્તિઓ દ્વારા મહેનતાણું ચૂકવીને તે ભાડે રાખવામાં આવતાં હોય છે,…
વધુ વાંચો >