બાળકૃષ્ણ માધવરાવ મૂળે
મહેતા, કેતન
મહેતા, કેતન (જ. 22 જુલાઈ 1952, નવસારી) : ભારતના અગ્રણી પ્રયોગલક્ષી ચલચિત્ર-દિગ્દર્શક અને નિર્માતા. પિતાનું નામ ચંદ્રકાન્ત મહેતા, જેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે લાંબી કારકિર્દી બાદ નિવૃત્ત થયા. કેતન મહેતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયા બાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ દિલ્હીમાં થયું. ત્યાંની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે દિલ્હી…
વધુ વાંચો >મહેતા, દામિની
મહેતા, દામિની (જ. 6 ઑક્ટોબર 1933, અમદાવાદ) : ગુજરાતી ચલચિત્રો, આકાશવાણી તથા દૂરદર્શનનાં જાણીતાં કલાકાર અને દિગ્દર્શક. પિતા જીવણલાલ શરાફી પેઢી ચલાવતા હતા. તેમનાં માતાનું નામ સરસ્વતી. અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ. ઔપચારિક ભણતર કરતાં રંગભૂમિમાં વધુ રસ. માત્ર બાર વર્ષની ઉંમરે 1945માં ગુજરાતી રંગભૂમિ પર પદાર્પણ. ગુજરાતની પરંપરાગત લોકકલા ભવાઈનાં તેઓ…
વધુ વાંચો >મહેતા, નંદન
મહેતા, નંદન (જ. 26 ફેબ્રુઆરી 1942, અમદાવાદ; અ. 26 માર્ચ 2010) : બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક તથા દેશભરમાં જાણીતી બનેલી સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિકના સંસ્થાપકોમાંના એક અગ્રણી સંગીતજ્ઞ. સાહિત્ય, સંગીત અને કલાઓના આશ્રયદાતા પરિવારમાં જન્મ. પિતા યશોધર નર્મદાશંકર મહેતા જાણીતા ઍડવોકેટ હોવા ઉપરાંત ગુજરાતના અગ્રણી વિદ્વાન અને સાહિત્યકાર હતા. માતા…
વધુ વાંચો >મહેતા, મંજુ
મહેતા, મંજુ (જ. 23 એપ્રિલ 1945, જયપુર) : વિખ્યાત સિતારવાદક અને શાસ્ત્રીય સંગીતનાં શિક્ષણ અને પ્રસારને વરેલી ‘સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિક’ના ટ્રસ્ટીમંડળનાં સ્થાપક સભ્યોમાંનાં એક. પિતા મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ જયપુર નગરના શાસ્ત્રીય સંગીતના ચાહકવર્ગમાં અગ્રણી સ્થાન ધરાવતાં હતાં. માતાએ ભરતપુર ખાતેની મ્યૂઝિક કૉલેજમાં લાંબા સમય સુધી અધ્યાપનકાર્ય…
વધુ વાંચો >મહેરઅલી, યૂસુફ
મહેરઅલી, યૂસુફ (જ. 23 સપ્ટેમ્બર 1903, મુંબઈ; અ. 2 જુલાઈ 1950, મુંબઈ) : અગ્રણી સ્વાતંત્ર્ય-સેનાની અને નિષ્ઠાવાન સમાજવાદી નેતા. શ્રીમંત ખોજા મુસ્લિમ પરિવારમાં જન્મ. પિતા જાફરઅલી વ્યાપારી હતા. મૂળ વતન કચ્છ; પરંતુ વ્યાપાર માટે પરિવારે મુંબઈ સ્થળાંતર કરેલું. તેમનું પ્રાથમિક શિક્ષણ કોલકાતા ખાતે, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈ ખાતે થયું…
વધુ વાંચો >મહેશ યોગી, મહર્ષિ
મહેશ યોગી, મહર્ષિ (જ. 1911, ભારત) : ભાવાતીત ધ્યાન નામના વિશિષ્ટ યોગપ્રકારના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. યોગસાધના તરફ તે વળ્યા તે પૂર્વેના તેમના જીવન વિશે કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. થોડોક સમય કારખાનાંઓમાં કામ કર્યા પછી તેઓ જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય…
વધુ વાંચો >મહેસૂલ
મહેસૂલ : સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતો કર. તેનો સંબંધ જાહેર સંસ્થાઓ દ્વારા આવક ઊભી કરવાની પદ્ધતિ સાથે છે. જાહેર સંસ્થાઓમાં કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકારો, નગર-નિગમો, નગરપાલિકાઓ, નગરપંચાયતો અને ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે. આ બધી જ સંસ્થાઓ લોકોપયોગી કાર્યો કરવા માટે રચાયેલી છે. તેમને નાણાંની જરૂર પડે છે અને તે નાણાં આવી જાહેર…
વધુ વાંચો >મંગેશકર, દીનાનાથ
મંગેશકર, દીનાનાથ (જ. 29 ડિસેમ્બર 1900, મંગેશી, ગોવા; અ. 24 એપ્રિલ 1942, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક-અભિનેતા. મૂળ અટક અભિષેકી; પરંતુ વતનના નામ પરથી મંગેશકર અટક પ્રચલિત બની. મરાઠી રંગભૂમિના વર્તુળમાં તેઓ માસ્ટર દીનાનાથ નામથી ખ્યાતનામ બન્યા. શિક્ષણ નહીંવત્; પરંતુ બાળપણમાં બ્રાહ્મણોના મંત્રપાઠ સાંભળીને વાણી અને વર્તનમાં સુસંસ્કૃત બન્યા.…
વધુ વાંચો >મંગેશકર, હૃદયનાથ
મંગેશકર, હૃદયનાથ (જ. 15 સપ્ટેમ્બર 1937, સાંગલી, મહારાષ્ટ્ર) : શાસ્ત્રીય અને સુગમ સંગીતના ગાયક અને મરાઠી સુગમ તથા ચલચિત્ર ક્ષેત્રના અગ્રણી સ્વરકાર. પિતા માસ્ટર દીનાનાથ (1900–1942) મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયકનટ હતા. માતાનું મૂળ નામ નર્મદા; પરંતુ લગ્ન પછી તેમનું નામ શ્રીમતી પાડવામાં આવ્યું હતું. પરિવારની મૂળ અટક અભિષેકી; પરંતુ વતનનું…
વધુ વાંચો >માગ
માગ : માનવની જરૂરિયાત સંતોષવા માટે સહાયક બની શકે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સક્રિય બનાવતું પરિબળ. અર્થશાસ્ત્રની પરંપરાગત વિચારસરણી મુજબ વસ્તુ કે સેવાની માગ તેની કિંમત પર આધાર રાખે છે અને કિંમત તથા માગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ઍન્ટની ઑગસ્ટિન કૉનુ(1801-77)ના મત મુજબ વસ્તુ…
વધુ વાંચો >