બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ફ્રીડમન, મિલ્ટન
ફ્રીડમન, મિલ્ટન (જ. 31 જુલાઈ 1912, બ્રુકલિન, ન્યૂયૉર્ક) : શિકાગો વિચારસરણીના નામે ઓળખાતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખાના હિમાયતી તથા 1976ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. કાયમી વસવાટના હેતુથી યુરોપથી સ્થળાંતર કરી અમેરિકામાં પ્રવેશેલાં યહૂદી માતાપિતાના સંતાન. 1913માં આ પરિવારે ન્યૂજર્સી રાજ્યના હડસન નદી પરના રૉવે નગરમાં વસવાટ કર્યો. મિલ્ટનનો ઉછેર ધાર્મિક…
વધુ વાંચો >બખ્તર
બખ્તર : યુદ્ધ દરમિયાન અથવા અન્યત્ર હુમલાથી બચવા પહેરાતું શરીરરક્ષક કવચ. પ્રાચીન કાળમાં લાકડીના માર કે કુહાડા જેવા સાધનથી અપાતા ફટકાની તીવ્રતા ઘટાડવા માટે લોકો પ્રાણીઓની ખાલ પહેરતા. ત્યારબાદ યુદ્ધભૂમિ પર શત્રુના સૈનિકોના સામસામા સશસ્ત્ર હુમલાથી બચવા માટે સૈનિકો બખ્તર પહેરવા લાગ્યા. માણસની સંહારક શક્તિમાં જેમ જેમ વધારો થતો ગયો…
વધુ વાંચો >બખ્તરિયાં વાહન
બખ્તરિયાં વાહન : શત્રુના હુમલા સામે રક્ષણ આપતાં બખ્તર ધરાવતાં વાહન. રણગાડી, લશ્કરનાં મોટર-વાહનો, નૌકાદળનાં જહાજો, લડાયક વહાણો વગેરેના સંરક્ષણનો તેમાં સમાવેશ થાય છે. શત્રુ સામે યુદ્ધમાં ઉતારવા માટે ખાસ બનાવેલાં સ્વયસંચાલિત અથવા અન્ય વાહનો પર ધાતુનાં પતરાં બેસાડી તેમને શત્રુના હુમલાની અસરમાંથી મુક્ત રાખવામાં આવે છે ત્યારે તે વાહનોને…
વધુ વાંચો >બદરીનાથ
બદરીનાથ : હિમાલયના પ્રદેશમાં આવેલું ભારતનું પ્રાચીન અને વિખ્યાત તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 30° 45´ ઉ. અ. અને 79° 30´ પૂ. રે. તે ‘બદરીનારાયણ’, ‘બદરીધામ’, ‘બદરી વિશાલા’ જેવાં જુદાં જુદાં નામોથી પણ ઓળખાય છે. ઉત્તરપ્રદેશના ઉત્તરભાગમાં ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના જમણા કાંઠે સમુદ્રની સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈ પર નારાયણ…
વધુ વાંચો >બરછી
બરછી : ભાલા જેવું પણ ભાલા કરતા કદમાં અને લંબાઈમાં નાનું પરંપરાગત હથિયાર. તે ધરાવનારને બરછીવાળો અથવા બરછીધારી સૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેનું ફળું મોટું અને લાકડીને છેડે જડેલું હોય છે; શત્રુ પર ઘોંચવાનો તેનો ભાગ તીર જેવો અણીદાર હોય છે અને તે પોલાદનું બનેલું હોય છે. નજીકથી હુમલો…
વધુ વાંચો >બરાક, એહુદ
બરાક, એહુદ (જ. 1942, મિશમાર હાશરોન કૃષિ વસાહત) : ઇઝરાયલના બાહોશ લશ્કરી અધિકારી, પૂર્વ સેનાધ્યક્ષ તથા રાજકીય મુત્સદ્દી. ફરજિયાત લશ્કરી કાયદા (conscription) હેઠળ 1959માં દેશના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયા ત્યારથી 1994 સુધીની કારકિર્દી દરમિયાન અનેક મહત્વનાં પદો પર કામ કર્યું, દા.ત., ટૅન્ક બ્રિગેડ કમાન્ડર, બખ્તરબંધ પાંખના ડિવિઝન કમાન્ડર, દેશની ખુફિયા…
વધુ વાંચો >બર્ન્સ, આર્થર ફ્રૅન્ક
બર્ન્સ, આર્થર ફ્રૅન્ક (જ. 1904, સ્ટાનિસ્લાવ, ઑસ્ટ્રિયા; અ. 1987) : અર્થતંત્રમાં અવારનવાર ઉદભવતાં વ્યાપારચક્રીય પરિવર્તનોની આગાહીને લગતા વિશ્લેષણના નિષ્ણાત. ઉચ્ચશિક્ષણને લગતી બધી જ પદવીઓ તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. 1934માં તેમણે વ્યાપારચક્રીય પરિવર્તનોના વૈશ્વિક અધ્યયનને આધારે રજૂ કરેલ મહાનિબંધ પીએચ.ડી.ની પદવી માટે માન્ય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >બર્મિંગહામ (ઇંગ્લૅન્ડ)
બર્મિંગહામ (ઇંગ્લૅન્ડ) (1) : ઇંગ્લૅન્ડનું લંડન પછીના બીજા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 30´ ઉ. અ. અને 1° 50´ પૂ. રે. ભૌગોલિક ર્દષ્ટિએ તે દેશના મધ્યભાગમાં હોવાથી તેને ‘હાર્ટ ઑવ્ ઇંગ્લૅન્ડ’ તરીકે નવાજવામાં આવે છે. પશ્ચિમ મિડલૅન્ડ્ઝ નામક સ્થાનિક પ્રશાસન જિલ્લામાં તે આવેલું છે. દેશના આ પ્રકારના જિલ્લાઓમાં…
વધુ વાંચો >બર્વે, મનહર
બર્વે, મનહર (જ. 20 ડિસેમ્બર 1910, મુંબઈ; અ. 26 મે 1972, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર તથા પ્રચારક. પિતા ગણપતરાવ પોતે શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી પુત્ર મનહરે બાળપણથી જ સંગીતનું અધ્યયન શરૂ કર્યું અને માત્ર 6 વર્ષની ઉંમરથી જ ખ્યાતિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી.…
વધુ વાંચો >બલૂચિસ્તાન
બલૂચિસ્તાન : પાકિસ્તાનના ચાર પ્રાંતોમાંનો એક પ્રાંત. દેશની નૈર્ઋત્ય દિશામાં 28° ઉ. અ. અને 67° પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 3,47,200 ચોકિમી. તથા તેની કુલ વસ્તી આશરે 43,32,000 (1991) જેટલી છે. તેની પશ્ચિમે ઈરાન, ઉત્તરે અફઘાનિસ્તાન, ઈશાનમાં પાકિસ્તાનનો પંજાબ પ્રાંત, પૂર્વમાં પાકિસ્તાનનો સિંધ પ્રાંત તથા દક્ષિણે…
વધુ વાંચો >