બાળકૃષ્ણ માધવરાવ મૂળે

પેરુ

પેરુ : દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ ભાગમાં પૅસિફિક મહાસાગર કિનારે આવેલો સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. વિસ્તારની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકામાં તે બ્રાઝિલ અને આર્જેન્ટિના પછી ત્રીજા ક્રમે આવે છે. 0oથી 18o 20′ દ. અ. અને 68o 35’થી 81o 20′ પ. રે. વચ્ચેનો 12,85,216 ચોકિમી. જેટલો કુલ ભૌગોલિક વિસ્તાર તે આવરી લે છે.…

વધુ વાંચો >

પેંઢરકર યશવંત દિનકર

પેંઢરકર, યશવંત દિનકર (જ. 9 માર્ચ 1899, ચાફળ, જિલ્લો સાતારા; અ. 26 નવેમ્બર 1985, પુણે) : મરાઠીના અગ્રણી કવિ. સાંગલી ખાતે મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધા પછી પુણેમાં કારકુન તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને અવસાન સુધી ત્યાં જ વસવાટ કર્યો. શરૂઆતમાં રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત એવી કવિતાની રચના તરફ વધુ ઝોક, પરંતુ…

વધુ વાંચો >

પૈકારા

પૈકારા : તમિળનાડુ રાજ્યમાં આવેલું મહત્ત્વનું જળવિદ્યુતમથક. નીલગિરિ જિલ્લામાં ઉટાકામંડથી વાયવ્યમાં આશરે 20 કિમી. અંતરે તે આવેલું છે. તમિળનાડુ અને કર્ણાટકની સરહદ પર વહેતી મોયાર નદીના ઉપરવાસના પ્રવાહ પર પૈકારા આવેલું છે. આ જળવિદ્યુતમથકનું કામ 1932માં પૂર્ણ કરવામાં આવેલું. તેની ઉત્પાદનક્ષમતા 70 મેગાવૉટ જેટલી છે. મોયાર નદીના વિસ્તારમાં સરેરાશ 2,000…

વધુ વાંચો >

પૈ નાથ

પૈ, નાથ (જ. 25 સપ્ટેમ્બર 1922, વેંગુર્લા, મહારાષ્ટ્ર; અ. 18 જાન્યુઆરી 1971 બેળગાવ) : ભારતના એક પીઢ સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી નેતા, શ્રમિકોના ટેકેદાર તથા બાહોશ સાંસદ. મૂળ નામ પંઢરીનાથ. પિતાનું નામ બાપુ. તે શરૂઆતમાં પોસ્ટ ખાતામાં નોકરી કરતા હતા. પરંતુ દેશદાઝને કારણે સરકારી નોકરી છોડી વેંગુર્લામાં શિક્ષક બન્યા. માતાનું નામ તાપીબાઈ.…

વધુ વાંચો >

પોતદાર દત્તો વામન

પોતદાર, દત્તો વામન (જ. 5 ઑગસ્ટ 1890, બિરવાડી, મહાડ તાલુકો, મહારાષ્ટ્ર; અ. 6 ઑક્ટોબર 1979, પુણે) : જાણીતા ઇતિહાસકાર, કેળવણીકાર અને પ્રકાંડ પંડિત. પિતાનું નામ વામનરાવ, જે બાળાસાહેબ તરીકે પણ જાણીતા હતા અને માતાનું નામ આનંદીબાઈ. દત્તોપંત છ વર્ષની વયે પુણે આવ્યા અને ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક…

વધુ વાંચો >

પૉલ સ્વરાજ

પૉલ, સ્વરાજ (જ. 18 ફેબ્રુઆરી 1931, જલંધર) : ભારતીય મૂળના ઇંગ્લૅન્ડના ઉદ્યોગપતિ, ત્યાંની ઉમરાવસભાના સભ્ય, અગ્રણી દાનવીર અને રાજકારણી. હાલના હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાના ખેડૂતકુટુંબમાં જન્મ. પિતાનું નામ પ્યારેલાલ અને માતાનું નામ માંગવતી. દેશના ભાગલા પૂર્વે લાહોરમાં વ્યાપાર કરતા આ પરિવારે 192૦ના અરસામાં તે વખતના પંજાબ પ્રાંતના જલંધર શહેરમાં સ્થળાંતર…

વધુ વાંચો >

પ્રતિકાર

પ્રતિકાર : આક્રમણ ખાળવા માટેનો સામો ઉપાય. તેમાં સામાન્ય રીતે બંને પક્ષો બળનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કોઈ એક રાજ્ય બીજા રાજ્યના પ્રદેશને બળપૂર્વક પડાવી લેવાનો પ્રયાસ કરે છે અથવા જ્યારે કોઈ એક દેશ બીજા કોઈ સ્વતંત્ર અને સાર્વભૌમ દેશની અખંડતા અને સાર્વભૌમતાને પડકારી તેના પ્રદેશ પર જબરદસ્તીથી કબજો…

વધુ વાંચો >

પ્રભાકરન્, વેલુપિલ્લાઈ

પ્રભાકરન્, વેલુપિલ્લાઈ (જ. 26 નવેમ્બર 1954, વેલુવેત્તીતુરાઈ, જાફના, શ્રીલંકા; અ. મે 2009) : શ્રીલંકાના ઈશાન દિશાના પ્રદેશમાં તમિળ નાગરિકોનું સ્વતંત્ર રાજ્ય પ્રસ્થાપિત કરવા માટે ઝઝૂમી રહેલા ‘આતંકવાદી’ અને લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ ઇલમ (LTTE) નામના સશસ્ત્ર સંગઠનના સર્વેસર્વા. લાડકું નામ ‘તમ્બી’. વૈશ્વિક ફલક પર આતંકવાદી તરીકે કુખ્યાત બનેલા મુસ્લિમ કટ્ટરવાદી…

વધુ વાંચો >

પ્રભુપાદ શ્રીલ સ્વામી

પ્રભુપાદ શ્રીલ સ્વામી (જ. 1 સપ્ટેમ્બર 1896, કલકત્તા; અ. 14 નવેમ્બર 1977, વૃંદાવન ) : આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ (ઇસ્કોન, International Society for Krishna Consciousness)ના સ્થાપક. વૈદિક તત્વજ્ઞાન, ધર્મસાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ વિષયોના લેખક. તેમનું નામ અભયચરણ ડે હતું. ગૌરમોહન ડે તેમના પિતાનું નામ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું અનુસરણ કરનારા પરિવારમાં જન્મ.…

વધુ વાંચો >

પ્રવાસન-ઉદ્યોગ

પ્રવાસન-ઉદ્યોગ : વ્યક્તિઓના સમૂહને જુદાં જુદાં મહત્વનાં સ્થળોનું નિરીક્ષણ કરવા માટે જવા-આવવાની સુવિધાજનક સેવાઓ પૂરી પાડતો ઉદ્યોગ. વિશ્વપ્રવાસન સંઘ, મેડ્રિડ, સ્પેનનાં ધોરણો અનુસાર સામાન્ય ઘરેડવાળી જીવનશૈલીમાંથી ઉદભવતો કંટાળો દૂર કરવા માટે પોતાના રહેવાના અથવા કામ કરવાના સ્થળેથી 24 કલાકથી ઓછા નહિ અને 1 વર્ષથી વધારે નહિ તેટલા સમય સુધી દૂર…

વધુ વાંચો >