બાળકૃષ્ણ માધવરાવ મૂળે

છપરા

છપરા : બિહાર રાજ્યના. સરન જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન 25o 46’ ઉ. અ. અને 84o 45’ પૂ. રે. પર તે પટનાની પશ્ચિમે આશરે 48 કિમી. અંતરે આવેલું છે. ઘાઘરા નદીના ડાબા કિનારા પર તથા ગંગા અને ઘાઘરા નદીઓના સંગમ પાસે આ નગર વિકસ્યું છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન આ નગર…

વધુ વાંચો >

છાત્રપીડન (Ragging)

છાત્રપીડન (Ragging) : ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં પ્રથમ વાર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ‘આવકારવાના ઉદ્દેશ’થી તેમની સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા અશોભનીય વ્યવહારનું કૃત્ય. ભારતની સર્વોચ્ચ અદાલતે આવાં કૃત્યોને માનવઅધિકારોનું હનન કહીને વખોડી કાઢ્યાં છે અને તેની નાબૂદી માટે કડક આદેશ આપ્યા છે. ઉપરાંત, વર્ષ 2005માં રાજ્યસભામાં આ બદી પર પ્રતિબંધ મૂકવા…

વધુ વાંચો >

જન્મદર

જન્મદર : એક વર્ષના ગાળા દરમિયાન એક હજાર વ્યક્તિ દીઠ જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા દર્શાવતો દર. દા. ત., જ્યારે એમ કહેવામાં આવે છે કે 1992માં વિશ્વમાં જન્મદર 27 હતો ત્યારે વિશ્વની તે વર્ષની એક હજાર વસ્તી દીઠ નવાં જન્મેલાં બાળકોની સંખ્યા 27 હતી. જન્મદર તથા મૃત્યુદરની સંયુક્ત વિચારણા દ્વારા કોઈ…

વધુ વાંચો >

જમનોત્રી

જમનોત્રી : જમના નદીના ઊગમસ્થાને આવેલું તીર્થક્ષેત્ર. જૂના વખતમાં તે ગઢવાલ રાજ્યનો ભાગ હતો; પરંતુ હવે તે ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાનો ભાગ ગણાય છે. તે સમુદ્રની સપાટીથી આશરે 6316 મીટર ઊંચાઈ પર, હિમાલય પર્વતશ્રેણીના બંદરપૂંછ શિખરની પશ્ચિમે 10 કિમી. અંતરે આવેલું છે. બંદરપૂંછ શિખર બારે માસ હિમાચ્છાદિત હોય છે અને…

વધુ વાંચો >

જમીનદારી પદ્ધતિ

જમીનદારી પદ્ધતિ : ભારતમાં જમીનમહેસૂલની આકારણી તથા વસૂલાત કરવા સારુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1793માં બંગાળામાં દાખલ કરેલી યોજના. 1765માં બંગાળામાં પ્રાદેશિક સાર્વભૌમતા પ્રાપ્ત કર્યા પછી કંપનીનો તાત્કાલિક હેતુ તે સમયે ભારતમાં જમીનમહેસૂલની જે પદ્ધતિ હતી, તે ચાલુ રાખવાની સાથોસાથ તેમાં સુરક્ષા અને શક્ય તેટલી એકસૂત્રતા દાખલ કરવાનો હતો. રાજ્યવહીવટ હાથમાં…

વધુ વાંચો >

જરૂરિયાતો (આર્થિક)

જરૂરિયાતો (આર્થિક) : અર્થપરાયણ માનવીને તેના સંજોગોના સંદર્ભમાં તુષ્ટિગુણ આપે તેવી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટેની અસરકારક રીતે કાર્યાન્વિત થઈ શકે તેવી ઇચ્છા. તે સાધનોની ઉપલભ્યતા વગર કાર્યાન્વિત થઈ શકતી નથી, કારણ કે આવી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટે કિંમત ચૂકવવી પડે છે અને તે માટે ઉત્પાદક પ્રવૃત્તિઓ…

વધુ વાંચો >

જર્મની

જર્મની ભૂગોળ મધ્ય યુરોપમાં આવેલો, યુરોપમાં રશિયા પછી સૌથી વધારે વસ્તીવાળો અને કુદરતી સંપત્તિ ધરાવતો સમૃદ્ધ ઔદ્યોગિક દેશ. ભૌગોલિક સ્થાન આશરે 47° 30’થી 55° ઉ. અ. અને 6° 15° પૂ. રે.ની વચ્ચેનો વિસ્તાર. જર્મનીનો કુલ વિસ્તાર 3,57,093 ચોકિમી. છે. તેની સરહદો 9 દેશો સાથે જોડાયેલી છે. પશ્ચિમે નેધરલૅન્ડઝ્, બેલ્જિયમ, લક્ઝમબર્ગ;…

વધુ વાંચો >

જળગાંવ

જળગાંવ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં 20oથી 21o ઉ. અ. તથા 75oથી 76o-28’ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ…

વધુ વાંચો >

જાગુષ્ટે, ગોવિંદરાવ

જાગુષ્ટે, ગોવિંદરાવ (જ. 15 મે 1888, અમદાવાદ; અ. 19 સપ્ટેમ્બર 1963, અમદાવાદ) : ગુજરાતીમાં લખેલાં ધાર્મિક પુસ્તકોના જાણીતા વિક્રેતા અને પ્રકાશક. તેમના પિતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ અમદાવાદમાં બોધપ્રદ વાર્તાઓ અને ખાસ કરીને ધર્મ સાથે સંકળાયેલી નાની નાની પુસ્તિકાઓના પ્રકાશનકાર્યનો પ્રારંભ કરેલો. આ પ્રકારની પુસ્તિકાઓ ગુજરાતની આમજનતાની રુચિને અનુકૂળ આવે એવી…

વધુ વાંચો >

જાદુ

જાદુ : કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ રીતે ન સમજાય તેવી વિસ્મયજનક અને પ્રભાવશાળી ઘટનાઓને હાથચાલાકી અને યાંત્રિક સાધનોની મદદથી દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાની કરામત. વૈદિક સાહિત્યમાં અને સમકાલીન અવસ્તા ગ્રંથોમાં જાદુવિદ્યા અંગે જે ઉલ્લેખો મળે છે તે પરથી એવું તારણ કાઢી શકાય કે તે આદિમાનવના સાંસ્કૃતિક જીવનનું પ્રધાન અંગ રહ્યું છે.…

વધુ વાંચો >