બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ચેચન્યા
ચેચન્યા : સામાન્ય રીતે ‘ચેચન્યા’ નામથી ઓળખાતું ચેચેન પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 43° 20’ ઉ. અ. અને 45° 42’ પૂ. રે.ની આજુબાજુનો 15,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઈચકેરિયા, ચેચેનિયા કે નૉક્સિયન નામોથી પણ ઓળખાય છે. તે ચારે બાજુ રશિયાઈ સમવાયતંત્રના પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની ઉત્તર તરફ…
વધુ વાંચો >ચેતક :
ચેતક : મેવાડના રાજવી મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો. સમ્રાટ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો યુદ્ધ દ્વારા અંત લાવવાના હેતુથી અકબરે રાણા પ્રતાપને પરાસ્ત કરવા માટે રાજા માનસિંઘની પસંદગી કરી. એપ્રિલ, 1576માં મોટા લશ્કર સાથે માનસિંઘે રાણા પ્રતાપ સામે લશ્કરી ઝુંબેશ શરૂ કરી. હલદીઘાટમાં બંનેની સેનાઓ વચ્ચે…
વધુ વાંચો >ચેમ્બરલિન, એડવર્ડ હેસ્ટિંગ્ઝ
ચેમ્બરલિન, એડવર્ડ હેસ્ટિંગ્ઝ (જ. 18 મે 1899, લા કાનેર, વૉશિંગ્ટન, અમેરિકા; અ. 16 જુલાઈ 1967, કેમ્બ્રિજ, મૅસચૂસેટ્સ, અમેરિકા) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. શરૂઆતમાં આઇવા, મિશિગન તથા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયોમાંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો. 1927માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી અને સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી ત્યાં જ પૂરી કરી. પીએચ.ડી. માટેના તેમના…
વધુ વાંચો >ચેરનીએન્ગકો, કૉન્સ્ટેન્ટિન ઉસ્તિનોવિચ
ચેરનીએન્ગકો, કૉન્સ્ટેન્ટિન ઉસ્તિનોવિચ (જ. 24 સપ્ટેમ્બર 1911, બોલ્શેયા, રશિયા; અ. 10 માર્ચ 1985, મૉસ્કો, રશિયા) : 1985માં ગોર્બાચોવના આગમન પહેલાંના સોવિયેટ યુનિયનના પ્રમુખ તથા પક્ષના મહામંત્રી. તેમના અચાનક અવસાનથી ગોર્બાચોવને સત્તારૂઢ થવાની તક મળી હતી. ખેડૂત કુટુંબમાં જન્મ. શિક્ષણ મર્યાદિત, પરંતુ રાજકારણમાં સક્રિય બન્યા પછી મૉસ્કો તથા માલ્દાવિયામાં પક્ષ દ્વારા…
વધુ વાંચો >ચૌતીસા
ચૌતીસા : ઊડિયા ભાષાના વ્યંજનોને વર્ણક્રમાનુસાર ગોઠવીને કરેલી કાવ્યરચનાઓ. પંદરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી કાવ્યનો આ પ્રકાર ખૂબ લોકપ્રિય બનેલો. આ ગાળા દરમિયાન આ પ્રકારની સેંકડો કાવ્યરચનાઓ કરવામાં આવેલી. તે ગાળાના મોટા ભાગના કવિઓએ આ કાવ્યપ્રકારમાં રચના કરેલી. દરેક લીટીની શરૂઆતમાં ‘ક’ થી ‘ક્ષ’ સુધીના વ્યંજનો વર્ણક્રમાનુસાર ગોઠવીને રચનાઓ…
વધુ વાંચો >ચૌધરી, ખલિકુત્ઝમાન
ચૌધરી, ખલિકુત્ઝમાન (જ. 25 ડિસેમ્બર 1889, ચુનાર, ઉ.પ્ર.; અ. 18 મે 1973, કરાંચી, પાકિસ્તાન) : ભારતના મુસ્લિમ લીગના ભાગલા પૂર્વેના અગ્રણી નેતા. પિતા શેખ મુહમ્મદ ઝમાન ભારતના વિભાજન પૂર્વે ઉત્તરપ્રદેશમાં સરકારી અમલદાર હતા. શરૂઆતનું શિક્ષણ લખનૌ ખાતે. 1907માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી બી.એ. તથા એલએલ.બી. (1916) પરીક્ષાઓ અલીગઢ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >ચૌધરી, જનરલ જે. એન.
ચૌધરી, જનરલ જે. એન. (જ. 10 જૂન 1908, કૉલકાતા; અ. 6 એપ્રિલ 1983, ન્યૂદિલ્હી) : ભારતીય લશ્કરના નિવૃત્ત વડા. આખું નામ જયંતનાથ ચૌધરી. શિક્ષણ કૉલકાતા તથા લંડનમાં. સૅન્ડહર્સ્ટ (ઇંગ્લૅન્ડ) ખાતે તાલીમ (1928) લઈ નૉર્થ શેફર્ડશર રેજિમેન્ટની પ્રથમ પલટણમાં લશ્કરનો અનુભવ લીધા બાદ, ભારતીય લશ્કરની સાતમી કૅવલરીમાં જોડાયા. 1940માં ક્વેટા ખાતેની…
વધુ વાંચો >ચૌધરી, બહિણાબાઈ
ચૌધરી, બહિણાબાઈ (જ. 24 ઑગસ્ટ 1880, અસોદે, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર; અ. 3 ડિસેમ્બર 1951, જળગાંવ) : અગ્રણી મરાઠી કવયિત્રી. અભણ હોવા છતાં તેમનામાં કાવ્યરચનાની નિસર્ગદત્ત પ્રતિભા હતી. ખેતી અને ઘરકામ કરતાં કરતાં તેઓ સહજતાથી ઓવીઓની રચના કરતાં અને તેમને સ્વરોમાં ઢાળીને પોતે ગાતાં હતાં. તેમના પુત્ર અને કવિ સોપાનદેવ ચૌધરી…
વધુ વાંચો >ચૌધરી, સલિલ
ચૌધરી, સલિલ (જ. 19 નવેમ્બર, 1922; અ. 5 સપ્ટેમ્બર 1995, કૉલકાતા) : ચલચિત્રજગતના સંગીત-નિર્દેશક. કોઈ પણ જાતની સંગીતની તાલીમ વગર સ્વરરચનાની આગવી સૂઝ ધરાવતા આ સંગીતકારે બંગાળી તથા હિંદી ચલચિત્રો અને દૂરદર્શન પરની ધારાવાહિક શ્રેણીઓ ઉપરાંત અસમિયા, કન્નડ, તમિળ તથા તેલુગુ ચલચિત્રોમાં પણ સંગીતનિર્દેશન કર્યું છે. ‘પિંજરે કે પંછી’ (1966)…
વધુ વાંચો >ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ
ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ (જ. 1 જુલાઈ 1938, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ) : ભારતના અગ્રણી બંસરીવાદક. તેમના પિતા કુસ્તીબાજ હતા અને હરિપ્રસાદે પણ કુસ્તીબાજ થવું જોઈએ એવી પિતાની ઇચ્છા હતી. પરંતુ હરિપ્રસાદ કુસ્તીમાં નબળા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની શિક્ષા પંદર વર્ષની ઉંમરે પિતાની જાણ વગર તેમના એક મિત્રના નિવાસ પર લેવાની…
વધુ વાંચો >