બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ગોલ્ડ રશ, ધ
ગોલ્ડ રશ, ધ : હૉલીવુડના વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિન (1889–1977) દ્વારા સર્જિત મૂક ફિલ્મ. નિર્માણવર્ષ 1925. ફિલ્મ આર્કાઇવ્ઝના મત મુજબ આ ચલચિત્ર વિશ્વનાં 10 શ્રેષ્ઠ ચલચિત્રોમાંનું એક છે. ચૅપ્લિનની અન્ય ફિલ્મો મુજબ તેનો પરંપરાગત ટ્રૅમ્પ આ ચલચિત્રનો પણ નાયક છે. માત્ર બે પાત્રોના માધ્યમથી આ ચલચિત્રમાં વિશ્વના માનવમાત્રની…
વધુ વાંચો >ગોવર્ધનતીર્થ
ગોવર્ધનતીર્થ : મથુરાની પશ્ચિમે 24 કિમી. પર આવેલા ગોવર્ધન પર્વત પરનું શ્રી વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ. આ પર્વતની ઊંચાઈ આશરે 30.5 મીટર અને લંબાઈ 6.5થી 8 કિમી. જેટલી છે. દ્રોણાચલ પર્વતશૃંખલામાંથી તેનું નિર્માણ થયું છે તેવી એક માન્યતા છે. શ્રી રામદૂત હનુમાને દક્ષિણના સાગરતટ પર સેતુ બાંધવાના હેતુથી હિમાલય પર્વતનો…
વધુ વાંચો >ગોવારીકર, આશુતોષ
ગોવારીકર, આશુતોષ (જ. 15 ફેબ્રુઆરી 1968, મુંબઈ) : ચલચિત્ર તથા દૂરદર્શન શૃંખલાઓના અભિનેતા, નિર્દેશક, કથા અને પટકથા લેખક અને નિર્માતા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક કેતન મહેતાના જાણીતા ચલચિત્ર ‘હોલી’માં અભિનય કરીને તે ક્ષેત્રમાં ગોવારીકરે પદાર્પણ કર્યું. ત્યારબાદ ‘કચ્ચી ધૂપ’ (1987), ‘સરકસ’ (1989), ‘સી.આઇ.ડી’ (1999) જેવી દૂરદર્શન શૃંખલાઓ તથા ‘નામ’…
વધુ વાંચો >ગોવિંદન્ નાયર, એમ. એન.
ગોવિંદન્ નાયર, એમ. એન. (જ. 10 ડિસેમ્બર 1910, પંડાલમ્, કેરળ; અ. 27 નવેમ્બર 1984, મુલમપુઝા, કેરળ) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી અને કેરળના રાજદ્વારી નેતા. મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ. પિતા ત્રાવણકોર દેશી રિયાસતમાં ન્યાયતંત્રની વહીવટી પાંખમાં નોકરી કરતા હતા. મૅટ્રિકની પરીક્ષા 1926માં તથા બી.એ.ની પરીક્ષા 1934માં પસાર કરી. 1929–32 દરમિયાન શિક્ષકની…
વધુ વાંચો >ગોસેન, હર્મન હેન્રિક
ગોસેન, હર્મન હેન્રિક (જ. 7 સપ્ટેમ્બર 1810, ડ્યૂરેન; અ. 13 ફેબ્રુઆરી 1858, કોલોન, જર્મની) : જર્મન અર્થશાસ્ત્રી. કાયદાના અભ્યાસ પછી સરકારી નોકરીમાં જોડાયા. 1847માં અર્થશાસ્ત્રના અધ્યયન તરફ વળ્યા. 1854માં તેમના ગ્રંથમાં તેમણે ગ્રાહકના વર્તન અંગેના ત્રણ સિદ્ધાંતોની રજૂઆત કરી છે : (1) પૂર્ણ તૃપ્તિના બિંદુ સુધીના ઉપભોગની પ્રક્રિયા દરમિયાન ગ્રાહક…
વધુ વાંચો >ગોસ્પ્લાન
ગોસ્પ્લાન : વિસર્જિત સોવિયેત સંઘનું મધ્યસ્થ આયોજન મંડળ. સામ્યવાદી પક્ષ અને સરકારે નક્કી કરેલા આયોજનનાં ધ્યેયોને અનુરૂપ પંચવર્ષીય કે સાતવર્ષીય યોજનાઓ તેમજ લાંબા ગાળા માટે આયોજનનું માળખું ઘડવું, આયોજનનાં વિવિધ પાસાંઓના અમલ પર દેખરેખ રાખવી, રાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ યોજનાઓ ઘડવી વગેરે બાબતો તેના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવી હતી. ફેબ્રુઆરી, 1921માં તેની…
વધુ વાંચો >ગોહિલ, પાર્થિવ
ગોહિલ, પાર્થિવ (જ. 18 ફેબ્રુઆરી 1976, ભાવનગર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા ગુજરાતના યુવાકલાકાર. તેમણે બી.કૉમ.ની તથા શાસ્ત્રીય સંગીતમાં ‘વિશારદ’ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત અને ફ્યૂઝન (fusion) સંગીતના પણ અગ્રણી ગાયક કલાકાર…
વધુ વાંચો >ગૌર, હરિસિંગ (સર)
ગૌર, હરિસિંગ (સર) (જ. 26 નવેમ્બર 1870, સાગર; અ. 25 ડિસેમ્બર 1949, સાગર) : જાણીતા કેળવણીકાર, ધારાશાસ્ત્રી તથા પ્રખર રાષ્ટ્રવાદી સાંસદ. જન્મ ક્ષત્રિય ખેડૂત કુટંબમાં. હરિસિંહ બાળલગ્નના વિરોધી હોવાથી જ્ઞાતિમાં મોટી ઉંમરની કન્યા ન મળતાં તેઓ ઑલિવિયા નામની ખ્રિસ્તી કન્યા સાથે પરણ્યા. માધ્યમિક શાળાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થયા અને…
વધુ વાંચો >ગ્રાહકનું વર્તન
ગ્રાહકનું વર્તન : મહત્તમ તુષ્ટિગુણ મેળવવા માટેનો આર્થિક વ્યવહાર. માનવી અર્થપરાયણ છે અને તે પોતાનાં ટાંચાં સાધનોનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે એવી રીતે કરે છે કે જેથી ઓછામાં ઓછા ભોગે વધુમાં વધુ આર્થિક લાભ હાંસલ કરી શકે. ગ્રાહકના આર્થિક વર્તન અંગેનો ખ્યાલ મુખ્યત્વે બે ધારણાઓ પર રચાયેલો છે…
વધુ વાંચો >ગ્રાહક-ભાવાંક
ગ્રાહક-ભાવાંક : વસ્તુઓ અને સેવાઓના છૂટક ભાવોમાં થતા ફેરફારોને લીધે નિર્વાહખર્ચ પર થતી અસરો માપવાની પદ્ધતિ. તેને સૂચક અંક (index number) તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય સૂચક અંક તૈયાર કરતી વેળાએ મોટા ભાગના લોકો પોતાની આવકનો નોંધપાત્ર હિસ્સો જે વસ્તુઓ અને સેવાઓની ખરીદી પર ખર્ચે છે તે વસ્તુઓ વસ્તીની…
વધુ વાંચો >