બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ગિલાની, યુસૂફ રઝા
ગિલાની, યુસૂફ રઝા (જ. 9 જૂન 1952, કરાચી, પાકિસ્તાન) : ફેબ્રુઆરી 2008માં પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફ વિરોધી રાજકીય જોડાણને દેશની સંસદમાં બહુમતી મળ્યા પછી વરાયેલા નવા પ્રધાનમંત્રી. પિતાનું નામ આલમદર હુસેન જેઓ ભાગલા પહેલાંની મુસ્લિમ લીગના નેતા હતા અને જેમણે 1950ના અરસામાં પાકિસ્તાનમાં મંત્રીપદનો અનુભવ પણ લીધેલો.…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…
વધુ વાંચો >ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…
વધુ વાંચો >ગુજરાત વેપારી મહામંડળ
ગુજરાત વેપારી મહામંડળ (Gujarat Chamber of Commerce & Industry) : ગુજરાત રાજ્યનાં ઉદ્યોગ તથા વ્યાપારનાં હિતોનું પ્રતિનિધિત્વ કરતી મધ્યવર્તી સંસ્થા. તેની સ્થાપના ફેબ્રુઆરી 1949માં થઈ હતી. 1948–49 દરમિયાન અમદાવાદ નગરના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ સારાભાઈ છોટાલાલ કાશીપારેખ, ગિરધરલાલ દામોદરદાસ, ભોગીલાલ સુતરિયા અને આનંદી ઠાકોરના પ્રયાસને પરિણામે આ સંસ્થા સ્થપાઈ. તેના…
વધુ વાંચો >ગુરખા
ગુરખા : મુખ્યત્વે નેપાળમાં વસતા લોકો અને નેપાળનો શાસક વંશ. આ લોકસમુદાયમાં ગુરુંગ, લિમ્બા, માગર, રાય તથા તામાંગ નૃજાતીય જૂથોનો સમાવેશ થાય છે. મૂળ હિંદુ આનુવંશિકતા ધરાવતા આ સમુદાયના લોકો અઢારમી સદીના મધ્ય સુધી રાજસ્થાનમાં રહેતા હતા, પરંતુ મુસ્લિમ આક્રમકોએ તેમને ત્યાંથી હાંકી કાઢ્યા પછી તે હિમાલયના પ્રદેશમાં વસ્યા. 1767–68માં…
વધુ વાંચો >ગુરુજાડ અપ્પારાવ
ગુરુજાડ અપ્પારાવ (જ. 21 સપ્ટેમ્બર 1862, રામવરમ્, જિ. વિશાખાપટ્ટનમ્ આંધ્રપ્રદેશ, અ. 30 નવેમ્બર 1915, વિશાખાપટ્ટનમ્, આંધ્રપ્રદેશ ) : તેલુગુ કવિ, નાટકકાર, વાર્તાકાર તથા સમીક્ષક. પિતા વેંકટરામદાસ અને માતા કૌસલ્યમ્મા વિજયનગરના રાજા ગણપતિ રાજુલુનાં આશ્રિત હતાં. ગણપતિ રાજુલુને કાવ્યશાસ્ત્ર અને નાટ્યમાં સવિશેષ રસ હતો. અપ્પારાવનું શિક્ષણ આ રાજાનાં આશ્રય અને દેખરેખ…
વધુ વાંચો >ગુરુવાયુર મંદિર
ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…
વધુ વાંચો >