બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ક્લીવલૅન્ડ
ક્લીવલૅન્ડ : અમેરિકાના ઓહાયો રાજ્યનું મોટામાં મોટું નગર તથા પોલાદ-ઉત્પાદનનું વિશ્વનું જાણીતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 47° 29’ ઉ. અ. અને 81° 41’ પ. રે.. કાયહોગા નદી તથા ઇરી સરોવરના સંગમ પર ક્લીવલૅન્ડે આ નગર વસાવેલું. 1840માં રેલમાર્ગની શરૂઆત થતાં વ્યાપારઉદ્યોગના કેન્દ્ર તરીકે આ નગરનો ઝડપી વિકાસ થયો. ઇરી સરોવરની…
વધુ વાંચો >ક્વાન્ગતુંગ
ક્વાન્ગતુંગ : ચીની પ્રજાસત્તાકના એકવીસ પ્રાંતોમાંનો એક. ચીનની મુખ્ય ભૂમિના છેક અગ્નિ કિનારા પર આ પ્રાંત આવેલો છે અને ચીની સમુદ્રના દક્ષિણકાંઠાને તે સ્પર્શે છે. તેની પશ્ચિમે કવાંગ્સીચુઆંગ નામનો સ્વાયત્ત પ્રદેશ, ઉત્તરે હુનાન તથા કિયાંગ્સી પ્રાંતો, ઈશાન તરફ ફુકિન પ્રાંત તથા દક્ષિણે દક્ષિણ ચીની સમુદ્ર છે. હાલ બ્રિટિશ શાસન હેઠળનો…
વધુ વાંચો >કવાંગ્સી (Guangxi Zhuang)
કવાંગ્સી (Guangxi Zhuang) : દક્ષિણ ચીનમાં આવેલો સ્વાયત્ત પ્રદેશ. ભૌ. સ્થાન : 24° 00´ ઉ. અ. અને 109°.00´ પૂ.રે. તેની પશ્ચિમે ચીનનો યુનાન પ્રાંત, ઉત્તરે ક્વેઇચાઉ, ઈશાનમાં હુનાન, અગ્નિ દિશામાં ક્વાંગસીયુઆંગ તથા નૈર્ઋત્યમાં વિયેટનામ અને ટોંકિનનો અખાત આવેલો છે. તેનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ છે. તેનો કુલ વિસ્તાર 2,20,400 ચોકિમી.…
વધુ વાંચો >ક્વિડ, લુડવિગ
ક્વિડ, લુડવિગ (Quidde Ludwig) (જ. 23 માર્ચ 1858, બ્રેમન; અ. 4 માર્ચ 1941, જિનીવા) : જર્મન ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ, પ્રખર શાંતિવાદી તથા 1927ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તે 1889-96 દરમિયાન પત્રકાર હતા. 1890માં રોમ ખાતેના પ્રશિયન હિસ્ટૉરિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તથા સેક્રેટરી તરીકે જોડાયા. 1892માં મ્યૂનિક પાછા ફર્યા અને જર્મન પીસ…
વધુ વાંચો >ક્વીન્સલૅન્ડ
ક્વીન્સલૅન્ડ : ઑસ્ટ્રેલિયાનું ઈશાન દિશામાં આવેલું ઘટક રાજ્ય. ભૌગોલિક સ્થાન 22° દ. અ. અને 145 પૂ. રે. તેની વાયવ્યે કાર્પેન્ટેરિયાની ખાડી, ઈશાન અને પૂર્વમાં કૉરલ સમુદ્ર તથા દક્ષિણ પૅસિફિક મહાસાગર, દક્ષિણમાં ન્યૂ સાઉથ વેલ્સ, નૈર્ઋત્યમાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા તથા પશ્ચિમમાં નૉર્ધર્ન ટેરિટરી આવેલાં છે. આ રાજ્ય દેશનાં છ ઘટક રાજ્યોમાં વિસ્તારની…
વધુ વાંચો >ક્વેલ્યાર, પેરેસ દે જેવિયર
ક્વેલ્યાર, પેરેસ દે જેવિયર (Cuellar, Perez de Javier) (જ. 19 જાન્યુઆરી 1920, લીમા, પેરુ; અ. 4 માર્ચ 2020 લીમા, પેરુ) : કુશળ મુત્સદ્દી તથા રાષ્ટ્રસંઘના મહામંત્રી (1982). લીમાના કૅથલિક વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ. કાયદાશાસ્ત્રમાં પદવી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી. 1940માં પેરુના વિદેશ ખાતામાં તથા 1944માં રાજદ્વારી સેવામાં દાખલ થયા. ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ,…
વધુ વાંચો >ખડકસિંગ, બાબા
ખડકસિંગ, બાબા (જ. 6 જૂન 1867, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 6 ઑક્ટોબર 1963, નવી દિલ્હી) : રાષ્ટ્રવાદી શીખ નેતા, સ્વાતંત્ર્યસેનાની તથા શિરોમણિ અકાલી દલના સ્થાપક-પ્રમુખ. તે બાબા ખડકસિંગ તરીકે ઓળખાતા હતા. શરૂઆતનું શિક્ષણ સિયાલકોટ ખાતે. પંજાબ યુનિવર્સિટીના સ્નાતક. પિતાના મૃત્યુને કારણે કાયદાનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. શીખોને આધુનિક શિક્ષણ આપવાના હિમાયતી.…
વધુ વાંચો >ખન્ના, વિનોદ
ખન્ના, વિનોદ (જ. 6 ઑક્ટોબર 1946, પેશાવર, બ્રિટીશ ઇન્ડિયા; અ. 27 એપ્રિલ 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોના લોકપ્રિય અભિનેતા, નિર્માતા, સક્રિય રાજકારણી અને સાંસદ. ભારતના ભાગલા પડ્યા પછી ખન્ના પરિવારે પેશાવરથી અમૃતસર સ્થળાંતર કર્યું અને ત્યાર બાદ તે પરિવાર લુધિયાનામાં સ્થિર થયો. તેમણે દેવલાલી (મહારાષ્ટ્ર) ખાતેની બાર્ન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ…
વધુ વાંચો >ખરીદનારનો ઇજારો
ખરીદનારનો ઇજારો (monopsony) : કોઈ વસ્તુ કે સેવાના અનેક વેચનારા સામે ખરીદનાર એક જ હોય તેવું બજાર. વેચનારના ઇજારા- (seller’s monopoly)માં સમગ્ર ઉત્પાદન પર એક જ વેચનારનો એકાધિકાર હોય છે તો ખરીદનારના ઇજારામાં વસ્તુ કે સેવાના સમગ્ર અથવા મોટા ભાગના જથ્થાની ખરીદી પર એક જ ગ્રાહકનો એકાધિકાર હોય છે અને…
વધુ વાંચો >ખરીદ-વેચાણ ભૂગોળ
ખરીદ-વેચાણ ભૂગોળ : પ્રકૃતિએ બક્ષેલી તથા માનવશ્રમ દ્વારા સર્જેલી ચીજવસ્તુઓ અને સેવાઓના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ અસર કરતાં ભૌગોલિક પરિબળોનું વિશ્લેષણ કરતી ભૂગોળ. વસ્તુઓના ઉત્પાદનની માફક ઉત્પાદિત વસ્તુઓને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો અસર કરતાં હોય છે. ચીજવસ્તુઓના ઉત્પાદનની જેમ તેના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો…
વધુ વાંચો >