બાળકૃષ્ણ માધવરાવ મૂળે

કૅન્સાસ રાજ્ય

કૅન્સાસ રાજ્ય : યુ.એસ.નું એક ઘટક રાજ્ય. આ રાજ્ય ભૌગોલિક ર્દષ્ટિએ ઉત્તર અમેરિકા ખંડની મધ્યમાં આવેલું છે. તેનું નામ રાજ્યમાંની કૅન્સાસ નદી પરથી પાડવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ‘પીપલ ઑવ્ ધ સાઉથ વિન્ડ’. તે 37oથી 40o ઉ.અ. અને 94o 38’થી 102o 1′ પ.રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

કૅન્સાસ શહેર

કૅન્સાસ શહેર : કૅન્સાસ નદી અને મિસૂરી નદીના સંગમ પર વસેલું અમેરિકાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 39o 6′ ઉ. અ. અને 94o 37′ પ. રે.. વિસ્તારની ષ્ટિએ કૅન્સાસ રાજ્યમાં તેનો બીજો ક્રમ છે. આ નગરના બે જુદા જુદા રાજકીય એકમો છે : (1) કૅન્સાસ નગર KS, (2) કૅન્સાસ (મિસૂરી)…

વધુ વાંચો >

કેરળ

કેરળ ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કાંઠા પર આવેલું દક્ષિણ ભારતનું રાજ્ય. તે 9o 15′ ઉત્તરથી 12o 53′ ઉત્તર અક્ષાંશ અને 74o 46′ પૂર્વથી 77o 15′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના ઈશાનમાં કર્ણાટક, પૂર્વ અને અગ્નિમાં તામિલનાડુ તથા પશ્ચિમે અરબી સમુદ્ર છે. તેનો કુલ વિસ્તાર 38,863 ચોકિમી. છે. તેની દક્ષિણ-ઉત્તર…

વધુ વાંચો >

કૅરિબિયન કૉમ્યુનિટી અને કૉમન માર્કેટ

કૅરિબિયન કૉમ્યુનિટી અને કૉમન માર્કેટ (CARICOM) : કૅરિબિયન વિસ્તારના 14 સભ્ય દેશોએ રચેલું આર્થિક વિકાસ માટેનું સહિયારું બજાર. કૅરિબિયન રાષ્ટ્રાધ્યક્ષોની એપ્રિલ 1973માં જ્યૉર્જટાઉન (ગિયાના) ખાતે યોજેલી પરિષદમાં તેની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો. કૅરિબિયન વિસ્તારના 14 સભ્ય દેશોના બનેલા આ સંગઠનનું મુખ્ય કાર્યાલય જ્યૉર્જટાઉન ગયાના ખાતે છે. મૂળ સભ્યો 12,…

વધુ વાંચો >

કૅરિબિયન ડેવલપમેન્ટ બૅંક

કૅરિબિયન ડેવલપમેન્ટ બૅંક : કૅરિબિયન વિસ્તારના દેશોના ઝડપી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવેલી પ્રાદેશિક વિકાસ બૅંક (1970). કૅરિબિયન સહિયારા બજારની સ્થાપના(1973)ને પગલે પગલે આ બૅંકની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય કાર્યાલય બાર્બાડોસ ખાતે વિદેશી મૂડીરોકાણ તથા વિદેશી વ્યાપારના ક્ષેત્રમાં આંતરપ્રાદેશિક સ્પર્ધાને સ્થાને પરસ્પર સહકાર અને નીતિવિષયક સંકલન દ્વારા…

વધુ વાંચો >

કેરેન્સ્કી – ઍલેક્ઝાંડર ફિઓદોરોવિચ

કેરેન્સ્કી, ઍલેક્ઝાંડર ફિઓદોરોવિચ (જ. 4 મે 1881, સિમ્બિર્સ્ક [હાલનું ઉલ્યાનવ્સ્ક], રશિયા; અ. 11 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : રશિયાના રાજદ્વારી મુત્સદ્દી. પિતા જે શાળાના મુખ્ય અધ્યાપક હતા તે જ શાળામાં શરૂઆતનું શિક્ષણ લીધા પછી 1904માં સેન્ટ પીટર્સબર્ગ (લેનિનગ્રાડ) યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક થયા. 1905માં સોશિયાલિસ્ટ રેવોલ્યૂશનરી પાર્ટીમાં જોડાયા અને સાથોસાથ વકીલાત…

વધુ વાંચો >

કૅલિફૉર્નિયાનો અખાત

કૅલિફૉર્નિયાનો અખાત : મૅક્સિકોના વાયવ્ય કિનારા પર આવેલો પૅસિફિક મહાસાગરનો ફાંટો. તે પૂર્વ પૅસિફિક મહાસાગરનો મોટો અખાત છે. તેની પશ્ચિમે લોઅર કૅલિફૉર્નિયા (બાહા કૅલિફૉર્નિયા) દ્વીપકલ્પ અને પૂર્વે મૅક્સિકોની મુખ્ય ભૂમિ પર સોનોરા તથા સિનાલોઆ રાજ્યો આવેલાં છે. આ અખાત કૉર્ટેઝના સમુદ્ર તરીકે પણ ઓળખાય છે. તેની બંને બાજુનો કિનારો ખાંચાખૂંચીવાળો…

વધુ વાંચો >

કૅલેઘન – લૅનર્ડ જેમ્સ

કૅલેઘન, લૅનર્ડ જેમ્સ (જ. 27 માર્ચ 1912, પૉટર્સમથ, હૅમ્પશાયર; અ. 26 માર્ચ 2005, રીંગમર, ઇસ્ટ સસેક્સ, ઇગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી, લેબર પાર્ટીના વડા (1976થી ’80) તથા દેશના વડા પ્રધાન (1976થી 1979). ગરીબ કુટુંબમાં જન્મ. નવ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં યુનિવર્સિટી-શિક્ષણથી વંચિત રહ્યા. 1929માં મુલકી વહીવટી તંત્રમાં કારકુન…

વધુ વાંચો >

કેલૉગ – ફ્રૅન્ક બિલિંગ્ઝ

કેલૉગ, ફ્રૅન્ક બિલિંગ્ઝ (જ. 22 ડિસેમ્બર 1856, પોટ્સડૅમ, ન્યૂ યૉર્ક; અ. 21 ડિસેમ્બર 1937, સેન્ટ પૉલ, મિનેસોટા) : અમેરિકન રાજનીતિજ્ઞ, મુત્સદ્દી તથા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા (1929). મિનેસોટા રાજ્યના સેન્ટ પૉલ ખાતે કૉર્પોરેશનના વકીલ તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1904માં ટ્રસ્ટવિરોધી કાયદાઓની સુનાવણી દરમિયાન અમેરિકાની સરકારના વકીલ તરીકે કરેલા…

વધુ વાંચો >

કેશવસુત

કેશવસુત (જ. 7 ઑક્ટોબર 1866, માલગુંડ, રત્નાગિરિ; અ. 7 નવેમ્બર 1905, હુબળી) : આધુનિક મરાઠી કવિતાના પ્રવર્તક. મૂળ નામ કૃષ્ણાજી કેશવ દામલે. શિક્ષણ ખેડ, વડોદરા, વર્ધા, નાગપુર તથા પુણે ખાતે. 1889માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. 1901માં ફૈઝપુર ખાતે મુખ્ય અધ્યાપક તથા 1904માં ધારવાડ મહાવિદ્યાલયમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળથી કવિતા…

વધુ વાંચો >