બાળકૃષ્ણ માધવરાવ મૂળે

કૃષ્ણકાંત

કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…

વધુ વાંચો >

કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર)

કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર) (જ. 8 ફેબ્રુઆરી 1881, વેંગલ; અ. 14 ફેબ્રુઆરી 1964, ચેન્નાઈ) : કુશળ વહીવટકર્તા તથા ભારતની બંધારણ સભાના પૂર્વ ઉપાધ્યક્ષ (1946-49). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજ તથા લૉ કૉલેજમાં શિક્ષણ લીધું. 1903માં ચેન્નાઈ પ્રાંતની મુલકી સેવામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા. 1908-11 દરમિયાન કોચીન રાજ્યના મુખ્ય મહેસૂલી અધિકારી રહ્યા.…

વધુ વાંચો >

કેઇન્સ જ્હૉન મેનાર્ડ

કેઇન્સ, જ્હૉન મેનાર્ડ (જ. 5 જૂન 1883, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1946, ફર્લી, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારસરણીને પડકારનાર વીસમી સદીના પ્રભાવક અંગ્રેજ અર્થશાસ્ત્રી. જન્મ મધ્યમ સ્તરના કુટુંબમાં. પિતા જ્હૉન નેવિલ કેઇન્સ તર્કશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકર્તા. માતા કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક, સમાજકલ્યાણ પ્રવૃત્તિનાં અગ્રેસર, કેમ્બ્રિજનાં મેયર અને જાણીતાં…

વધુ વાંચો >

કેઇન્સ યોજના

કેઇન્સ યોજના : 1944માં અમેરિકાના બ્રેટન વુડ્ઝ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઇન્ટરનૅશનલ ક્લિયરિંગ યુનિયનની સ્થાપના કરવા અંગે ઇંગ્લૅન્ડ તરફથી રજૂ કરવામાં આવેલી યોજના. આ યોજનાનો ખરડો તૈયાર કરવામાં વિશ્વવિખ્યાત અંગ્રેજ અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે અગત્યનો ભાગ ભજવ્યો હોવાથી તે ‘કેઇન્સ યોજના’ (Keynes Plan) તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પછીના…

વધુ વાંચો >

કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન)

કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન) : હિમાલય ગિરિમાળાનું માઉન્ટ એવરેસ્ટ પછીનું વિશ્વનું સર્વોચ્ચ (8611 મીટર) શિખર. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની ઉત્તર તરફની સરહદ પરની કારાકોરમ પર્વતમાળામાં તે આવેલું છે. શ્રીનગરની ઉત્તરે તે 260 કિમી. પર છે. કારાકોરમ પર્વતમાળાના સર્વેક્ષણ દરમિયાન ઊંચાઈના સંદર્ભમાં બીજા ક્રમે ઊંચાઈ હોવાથી કે-2 નામ આપવામાં આવ્યું…

વધુ વાંચો >

કે ડેની

કે, ડેની (જ. 18 જાન્યુઆરી 1911, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 3 માર્ચ 1987, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્મિયા, યુ. એસ.) : અમેરિકાનો વિખ્યાત હાસ્ય-અભિનેતા. મૂળ નામ ડૅનિયલ ડેવિડ કોમિન્સ્કી. ડૉક્ટર બનવા માગતા આ કલાકારે રંગમંચથી વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. કૅટસ્કિલ્સના પર્યટનધામ ખાતે હાસ્ય-અભિનયની તાલીમ લીધી. 1943માં ‘અપ ઇન આર્મ્સ’ ચલચિત્રમાં પ્રથમ અભિનય. 1944માં…

વધુ વાંચો >

કૅન ઇલાઇશા કેન્ટ

કૅન, ઇલાઇશા કેન્ટ (જ. 3 ફેબ્રુઆરી 1820, ફિલાડેલ્ફિયા; અ. 16 ફેબ્રુઆરી 1857, હવાના, ક્યૂબા) : ઉત્તર ધ્રુવના શોધક. શિક્ષણ વર્જિનિયા તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓમાં 1842માં ડૉક્ટરની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાના નૌકાદળમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે જોડાયા. 1850માં પ્રથમ ગ્રિનેલ અન્વેષણમાં સર્જન તથા પ્રકૃતિવાદી તરીકે જોડાયા. તે જ વર્ષે અમેરિકાના તટવર્તી…

વધુ વાંચો >

કેનેડી એડવર્ડ મૂર

કેનેડી, એડવર્ડ મૂર (જ. 22 ફેબ્રુઆરી 1932, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 25 ઑગસ્ટ, બાર્નસ્ટેબલ, મૅસેચૂસેટ્સ) : અમેરિકાની સેનેટમાં ડેમોક્રૅટિક પક્ષની ઉદારમતવાદી પાંખના નેતા, અગ્રણી સેનેટ સભ્ય તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હૉન કેનેડીના સૌથી નાના ભાઈ. તેમના બંને મોટા ભાઈઓ જ્હૉન અને રૉબર્ટની અમેરિકાના અગ્રણી રાજપુરુષોમાં ગણના થાય છે. 1956માં એડવર્ડે હાર્વર્ડમાંથી સ્નાતકની…

વધુ વાંચો >

કેનેડી રૉબર્ટ એફ.

કેનેડી, રૉબર્ટ એફ. (જ. 20 નવેમ્બર 1925, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 6 જૂન 1968, લોસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : અમેરિકાના રાજદ્વારી પુરુષ તથા ડેમોક્રૅટિક પક્ષની ઉદારમતવાદી પાંખના સૌથી શક્તિશાળી નેતા. પિતા જૉસેફ કેનેડી ઇંગ્લૅન્ડથી અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલા. પોતાની કુનેહથી ત્યાં ધનાઢ્ય બન્યા. તેમના મોટા ભાઈ જ્હૉન કેનેડી 1960માં અમેરિકાના…

વધુ વાંચો >

કૅન્ટોરૉવિચ, લિયૉનિદ (Leonid Kantorovich)

કૅન્ટોરૉવિચ, લિયૉનિદ (Leonid Kantorovich) (જ. 19 જાન્યુઆરી 1912, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 એપ્રિલ 1986, રશિયા, સોવિયેત યુનિયન) : સોવિયેત સંઘના વિખ્યાત ગણિતજ્ઞ તથા 1975ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમનું સમગ્ર શિક્ષણ લેનિનગ્રાદમાં થયેલું, જ્યાંની યુનિવર્સિટીમાંથી અઢાર વર્ષની નાની વયે તેમણે 1930માં ગણિતશાસ્ત્રની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. પછી…

વધુ વાંચો >