બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર)
કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર) (જ. 8 ઑગસ્ટ 1868, વિટે, સાતારા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 17 જાન્યુઆરી 1936, સાતારા) : મહારાષ્ટ્રના સંસ્કૃત પંડિત, કાયદાશાસ્ત્રી, સમાજસુધારક, મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના પૂર્વ સભાસદ તથા પુણે ખાતેની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિટિક્સ ઍૅન્ડ ઇકૉનોમિક્સના દાતા અને સંસ્થાપક. મૂળ નામ પુરુષોત્તમ, પરંતુ નાનપણમાં પરિવારમાં તેમને રાવજી, રાવ, રાવબા…
વધુ વાંચો >કાળે, વી. જી.
કાળે, વી. જી. (જ. 1876, સાંગલી, મહારાષ્ટ્ર; અ. 1946) : રાષ્ટ્રવાદી અર્થશાસ્ત્રી. આખું નામ વામન ગોવિંદ કાળે. સાંગલીમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુણે ખાતે પૂરું કર્યું. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.(અર્થશાસ્ત્ર)ની પદવી (1905) પ્રાપ્ત કર્યા પછી સતત વીસ વર્ષ સુધી ફર્ગ્યુસન કૉલેજ, પુણે ખાતે અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે…
વધુ વાંચો >કાંબળે જી.
કાંબળે, જી. (જ. 23 જુલાઈ 1918, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 21 જુલાઈ 2002, કોલ્હાપુર) : ‘પોસ્ટર પેઇન્ટિંગના બાદશાહ’ના નામથી જાણીતા પોર્ટ્રેટ ચિત્રકાર. આખું નામ ગોપાળ બળવંત કાંબળે. કારમી ગરીબીને લીધે શાળા-કૉલેજનું ઔપચારિક શિક્ષણ તથા ચિત્રકલાનું વિધિસર શિક્ષણ મેળવી શક્યા નહીં, અને માનવંતા ચિત્રકારના માર્ગદર્શનથી પણ તેઓ વંચિત રહેલા. પોતાની પ્રતિભાનું સંમાર્જન…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કિયાન્ગ્સી (ઝિયાન્કસી)
કિયાન્ગ્સી (ઝિયાન્કસી) : અગ્નિ ચીનનો ભૂમિબદ્ધ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 28o 00′ ઉ. અ. અને 116o 00′ પૂ. રે.. તેની ઉત્તરે હુબેહ અને અન્હુઈ, પૂર્વમાં ફુજિયાન અને ઝેચિયાંગ, દક્ષિણે ગુઆંગ્ડોંગ તથા પશ્ચિમે હુનાન પ્રાંતો આવેલા છે. તેનો કુલ વિસ્તાર 1,64,800 ચોકિમી. જેટલો છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : આ પ્રાંતનું ભૂપૃષ્ઠ પહાડી છે.…
વધુ વાંચો >કિયાન્ગ્સુ (જિયાંગ્સુ)
કિયાન્ગ્સુ (જિયાંગ્સુ) : ચીનના પૂર્વ તરફના કિનારા પર આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 120o પૂ. રે.. તે પીળા સમુદ્ર અને યાન્ગ્ઝે નદીના મુખત્રિકોણના કાંપવાળા ફળદ્રૂપ પ્રદેશ પર આવેલો છે. તેની પૂર્વે તથા દક્ષિણે પીળો સમુદ્ર, પશ્ચિમે અન્હુઇ પ્રાંત તથા ઉત્તરે શાંગડોંગ પ્રાંત આવેલા છે. તેનો કુલ…
વધુ વાંચો >કિરપાણ
કિરપાણ : શીખ ધર્મની દીક્ષા લેતી વેળાએ યુવાને તેના શરીર પર ધારણ કરવાની પાંચ વસ્તુઓમાંની એક. નાની કટાર જેવું તે શસ્ત્ર હોય છે. શીખ ધર્મનો અંગીકાર કરવા માટે દીક્ષા લેવાનો સંસ્કાર દરેક યુવાન માટે અનિવાર્ય હોય છે. શીખ ધર્મના વડા દ્વારા દીક્ષા આપવામાં આવે છે. દીક્ષાસંસ્કારને અમૃતદીક્ષા અથવા પોલ નામથી…
વધુ વાંચો >કિર્લોસ્કર લક્ષ્મણરાવ કાશીનાથ
કિર્લોસ્કર, લક્ષ્મણરાવ કાશીનાથ (જ. 20 જૂન 1869, ગુર્લહોસૂર; અ. 26 સપ્ટેમ્બર 1956, પુણે) : વિખ્યાત ઉદ્યોગપતિ, એન્જિનિયરિંગ ક્ષેત્રના તંત્રવિદ્ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક. બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂર ખાતે ગરીબ કુટુંબમાં જન્મ. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હતો તેથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ…
વધુ વાંચો >કિલાચંદ દેવચંદ
કિલાચંદ દેવચંદ (જ. 10 જૂન 1855, પાટણ, ગુજરાત; અ. 18 માર્ચ 1929) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા દાનવીર. માત્ર પંદર વર્ષની ઉંમરે (1870) મુંબઈ આવ્યા અને આ નગરને તેમણે લાંબા સમય સુધી પોતાની કર્મભૂમિ બનાવી. શરૂઆતમાં તેમણે કેટલીક વ્યાપારી પેઢીઓમાં વિવિધ પ્રકારની કામગીરી બજાવી. તેમની કુશાગ્ર બુદ્ધિ, વ્યાપારની સૂઝ અને…
વધુ વાંચો >