બાળકૃષ્ણ માધવરાવ મૂળે

શાખધિરાણ સહકારી મંડળી

શાખધિરાણ સહકારી મંડળી : પરસ્પર સહકાર દ્વારા આર્થિક હિત સાધવાના હેતુથી સ્થપાયેલી મંડળી. શાખધિરાણ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સભ્યોનું આર્થિક હિત કેન્દ્રસ્થાને હોય છે. મંડળીના સભ્યો સામાન્ય રીતે એકબીજાથી પરિચિત હોય છે, એકબીજાની જરૂરિયાતો માટે સભાન હોય છે અને એકમેકની પ્રગતિમાં રસ ધરાવતા હોય છે. મંડળીના સભ્યોમાં…

વધુ વાંચો >

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ

શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ (જ. 16 જૂન 1934, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : 1990 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ લૉસ એન્જેલિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં લીધું. 1958માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી અને 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1957-61 દરમિયાન રૅન્ડ કૉર્પોરેશનમાં કામ કરતી વેળાએ તેઓ…

વધુ વાંચો >

શાહ, આર. સી.

શાહ, આર. સી. (જ. 23 નવેમ્બર 1923, સંખેડા, જિ. વડોદરા) : ભારતના બૅંકિંગ ક્ષેત્રના અગ્રણી, બૅંક ઑવ્ બરોડાના પૂર્વ ચૅરમૅન તથા મેનેજિંગ ડિરેક્ટર અને ભારતની ‘એક્ઝિમ બૅંક’ના સ્થાપક-ચૅરમૅન. આખું નામ રણછોડલાલ ચુનીલાલ શાહ. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કર્યા પછી ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બૅંકર્સ, લંડનના ફેલો…

વધુ વાંચો >

શાહ કમિશન

શાહ કમિશન : 26 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશભરમાં જાહેર કરેલ કટોકટી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની તપાસ કરવા કમિશન ઑવ્ ઇન્ક્વાયરી ઍક્ટ, 1956ની જોગવાઈઓ અનુસાર નીમવામાં આવેલ તપાસ પંચ. આ એક-સદસ્યીય તપાસ પંચના અધ્યક્ષસ્થાને ન્યાયમૂર્તિ જે. સી. શાહની નિમણૂક થયેલી હોવાથી તે પંચ ‘શાહ કમિશન’ના…

વધુ વાંચો >

શાહ, કે. ટી.

શાહ, કે. ટી. (જ. 20 ફેબ્રુઆરી 1888, માંડવી, કચ્છ; અ. 10 માર્ચ 1953, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, પ્રખર દેશભક્ત તથા આર્થિક આયોજનના હિમાયતી. મૂળ ગુજરાતના કચ્છ પ્રદેશના વતની. આખું નામ ખુશાલ તલકસી શાહ. પ્રાથમિક, માધ્યમિક અને અર્થશાસ્ત્રમાં બી.એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં લીધા બાદ વધુ શિક્ષણ…

વધુ વાંચો >

શાહ, પ્રફુલ્લ અનુભાઈ

શાહ, પ્રફુલ્લ અનુભાઈ (જ. 20 જાન્યુઆરી 1938, અમદાવાદ) : ગુજરાતના ઉદ્યોગપતિ અને વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત. પિતાનું નામ અનુભાઈ ચિમનલાલ શાહ, જેઓ વ્યાપાર કરતા હતા. માતાનું નામ માણેકબહેન. તેમનું સમગ્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ત્યારબાદ મુંબઈની પોદ્દાર કૉલેજમાંથી તેમણે 1957માં મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી તથા 1961માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સની…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ દલસુખભાઈ

શાહ, મનુભાઈ દલસુખભાઈ (જ. 25 ઑગસ્ટ 1930, વઢવાણ સિટી) : કાપડ-ઉદ્યોગના વ્યવસ્થાપનક્ષેત્રે કીર્તિ પ્રાપ્ત કરનાર નિષ્ણાત તથા ગ્રાહક સુરક્ષાના ભેખધારી. પિતા દલસુખભાઈ અમદાવાદમાં કાપડનો વ્યાપાર કરતા હતા. માતાનું નામ દીપુબહેન. વર્ષ 1948માં અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલ શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા  પછી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે 1948માં દાખલ થયા અને વર્ષ…

વધુ વાંચો >

શાહ, રૂપાંદે

શાહ, રૂપાંદે (જ. 21 જૂન 1940, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનાં ગાયક તથા દેશભરમાં ખ્યાતિ ધરાવતી શાસ્ત્રીય સંગીતની શિક્ષણ, પ્રચાર અને પ્રસારને વરેલી ‘સપ્તક’ સંસ્થાનાં સ્થાપક સભ્ય. પિતાનું નામ કાંતિલાલ મણિલાલ. તેઓ શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ હતા. માતાનું નામ પુષ્પાવતી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. સ્થાનિક ગુજરાત કૉલેજમાંથી …

વધુ વાંચો >

શાહ, શ્રીકાંત

શાહ, શ્રીકાંત (જ. 29 ડિસેમ્બર 1936, બાંટવા, સૌરાષ્ટ્ર) : ગુજરાતીમાં ઍબ્સર્ડ નાટકોના જાણીતા લેખક તથા કવિ. પિતા વલ્લભદાસ કાપડનો વ્યાપાર કરતા. માતાનું નામ વસંતબહેન. સમગ્ર શિક્ષણ સૌરાષ્ટ્રમાં. 1959માં ડી. કે. વી. કૉલેજ, જામનગરથી મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1962માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની પદવી મેળવી. અનુસ્નાતક સ્તરે ઔદ્યોગિક મનોવિજ્ઞાન વિષયમાં…

વધુ વાંચો >

શિનૉય, બી. આર.

શિનૉય, બી. આર. (જ. 3 જૂન, 1905, બેલ્લિકોઠ, જિ. મેંગલોર, કર્ણાટક; અ. 8 ફેબ્રુઆરી, 1978, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જમણેરી વિચારસરણી અને ઉદારીકરણના સમર્થક ભારતીય અર્થશાસ્ત્રી. આખું નામ બેલ્વિકોઠ રઘુનાથ શિનૉય. 1920માં મૅટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં; જ્યાંથી 1929માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી…

વધુ વાંચો >