બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયન
ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયન : સુવર્ણધોરણની પડતી પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક નાણાવ્યવસ્થાની યોજના. આંતરરાષ્ટ્રીય સ્તરે નવી નાણાવ્યવસ્થા ઊભી કરવાના હેતુથી 1944માં અમેરિકાના બ્રેટનવૂડ્ઝ ખાતે આયોજિત પરિષદમાં બ્રિટને ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયનની સ્થાપના અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેની વિગતોનો ખરડો સુવિખ્યાત અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે તૈયાર કર્યો હતો અને તેથી તે ‘કેઇન્સ…
વધુ વાંચો >ઇન્ટરપૉલ
ઇન્ટરપૉલ : વિશ્વના જુદા જુદા સભ્ય દેશોના પરસ્પર સહકાર દ્વારા રચવામાં આવેલ પોલીસ-સંગઠન. તેનું આખું નામ ‘ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગનાઇઝેશન’ છે. આવું સંગઠન સ્થાપવાનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પહેલાં આવેલો, પરંતુ તેની વિધિસર સ્થાપના 1923માં કરવામાં આવી હતી. સ્થાપના-સમયે તેની સભ્ય સંખ્યા માત્ર વીસ હતી, પરંતુ હવે તે વધીને 140…
વધુ વાંચો >ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન
ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન (1916) : ભારતના ઔદ્યોગિક વિકાસના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતો આયોગ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મૂળ હેતુ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તૈયાર માલના વિનિમયને પ્રોત્સાહન આપવાનો હતો અને તેથી નિકાસ વ્યાપારની ર્દષ્ટિએ મહત્વ ધરાવતા ભારતીય ઉદ્યોગોને ઉત્તેજન આપવાની નીતિ કંપનીએ સ્વીકારી હતી. પરંતુ તેને લીધે ઇંગ્લૅન્ડના ઉદ્યોગોનાં હિતો જોખમાશે…
વધુ વાંચો >ઇન્ડિયન ટૅરિફ બોર્ડ
ઇન્ડિયન ટૅરિફ બોર્ડ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં ઊભા કરવામાં આવેલા ઉદ્યોગોને રક્ષણ આપવા માટેની રજૂઆતો તથા દાવાઓની તપાસ કરવા માટે ભારત સરકારે 1945માં નીમેલું મંડળ. સરકારે બે માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવ્યા હતા : (1) ઉદ્યોગનું સંચાલન વિશુદ્ધ અને તંદુરસ્ત વ્યાપારી ધોરણે થતું હોય તો જ તે રક્ષણને પાત્ર ગણાય. (2)…
વધુ વાંચો >ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ (IPKF)
ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ (IPKF) : ભારતીય લશ્કરનું શાંતિદળ. શ્રીલંકામાં વસતી તમિળભાષી પ્રજાની સ્વાયત્ત પ્રદેશની માગણીને લીધે ઊભા થયેલ આંતરિક સશસ્ત્ર સંઘર્ષને ખાળવા શ્રીલંકાની સરકાર સાથે જુલાઈ, 1987માં થયેલ કરાર મુજબ મોકલવામાં આવેલું ભારતીય લશ્કરી દળ. તે વખતના શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ જે. આર. જયવર્દને તથા ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે થયેલ…
વધુ વાંચો >ઇન્ડિયન ફિસ્કલ કમિશન
ઇન્ડિયન ફિસ્કલ કમિશન (1921) : ભારતીય ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાની બાબતની સંપૂર્ણ તપાસ કરવા માટે નિમાયેલું વિત્તીય પંચ. તેના અધ્યક્ષપદે સર ઇબ્રાહીમ રહીમતુલ્લાની વરણી થઈ હતી. આધુનિક સમયનાં યુદ્ધોનું સફળ સંચાલન કરવા માટે દેશનું ઔદ્યોગિક માળખું સધ્ધર હોવું અનિવાર્ય છે. આ જરૂરિયાત ભારતના ઔદ્યોગિક વિકાસની મર્યાદાઓના સંદર્ભમાં પ્રથમ…
વધુ વાંચો >ઇન્ડિયાનાપોલિસ
ઇન્ડિયાનાપોલિસ : અમેરિકાના સમવાયતંત્રના ઘટક રાજ્ય ઇન્ડિયાનાની મધ્યમાં આવેલું પાટનગર તથા રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39o 46´ ઉ. અ. અને 86o 09´ પ. રે. 1816માં ઇન્ડિયાનાને અમેરિકાના સમવાયતંત્રમાં સમાવી લેવાયું. તેના પાટનગરના સ્થળની પસંદગી માટે નિમાયેલી ખાસ સમિતિએ આ સ્થળને 1821માં મહોર મારી અને 1825માં તે પાટનગર…
વધુ વાંચો >ઇન્ડેમ્નિટી બોન્ડ
ઇન્ડેમ્નિટી બોન્ડ : નુકસાન ભરપાઈ ખત. વ્યક્તિ કે સંસ્થાને કોઈ કરારમાંથી સંભવિત નુકસાન ભરપાઈ કરી આપવા માટેનું કરારનામું કે ખતપત્ર. આવી બાંયધરી આપનાર પોતે બે પક્ષો વચ્ચે થતા વ્યવહારમાં પક્ષકાર ન હોવા છતાં આવા વ્યવહાર કે કરારમાંથી ઉદભવી શકે તેવા સંભવિત નુકસાન સામે, નુકસાન વેઠનાર પક્ષને નુકસાન પૂરતું વળતર જ…
વધુ વાંચો >ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ
ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ : ભારતનાં અર્ધલશ્કરી દળોમાંનું એક. તેની સ્થાપના ભારત પરના ચીનના આક્રમણના પરિપ્રેક્ષ્યમાં ઑક્ટોબર, 1962માં કરવામાં આવી હતી. તે ચાર પ્રકારની જવાબદારીઓ વહન કરે છે : (1) ભારતની સરહદોનું રક્ષણ કરવું તથા ભારતના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષિતતાની ભાવના પ્રસ્થાપિત કરવી. (2) સરહદ પારથી થતા ગુનાઓ, દાણચોરી,…
વધુ વાંચો >ઇન્દોર
ઇન્દોર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનું મોટામાં મોટું શહેર, જિલ્લાનું વડું મથક અને રાજ્યનું મહત્વનું વ્યાપાર તથા ઉદ્યોગનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 22o 43´ ઉ. અ. અને 75o 50´ પૂ. રે. મુંબઈના ઉત્તરપૂર્વમાં 515 કિમી. અંતરે મુંબઈ-આગ્રા ટ્રંક રોડ પર, ક્ષિપ્રા, સરસ્વતી તથા આન નદી પર તે આવેલું છે. દરિયાની સપાટીથી તે…
વધુ વાંચો >