બળદેવભાઈ પટેલ

મરડાશિંગ

મરડાશિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટરક્યુલિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helicteres isora Linn. (સં. આવર્તની, રંગલતા, ઋદ્ધિ, વામાવર્ત ફલા.; હિં. મરોડફલી; બં. આતમોડા, ભેંદુ; મ. મુરડશિંગી, કેવણ; તે. ગુવાદર; મલ. કૈવન; ગુ. મરડાશિંગ; ત. વલામપીરી, કૈવા; કોં. ભગવતવલી; અં. ઈસ્ટ ઇંડિયન સ્ક્રૂ ટ્રી) છે. તે ઉપ-પર્ણપાતી (sub-deciduous), ક્ષુપ કે…

વધુ વાંચો >

મરંટા

મરંટા : એકદળી વર્ગમાં આવેલા મરંટેસી કુળની એક નાનકડી પ્રજાતિ. તેની જાતિઓ બહુવર્ષાયુ શાકીય હોય છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. કેટલીક જાતિઓ શોભન-વનસ્પતિ તરીકે વાવવામાં આવે છે. Maranta arundinacea Linn. syn. Calathea arundinacea (હિં. તીખોર; બં. ગુ. આરારૂટ; મ. તાવકીલ; તે. પાલાગુંથા; ત. કાવામાઉ; મલ. કૂવા; અં. વેસ્ટ ઇંડિયન…

વધુ વાંચો >

મરી

મરી : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper nigrum Linn. (સં. મરિચ, બં. મિરવેલ, હિં. કાલી મિર્ચ, ક. કપ્પમેણસુ, તે. મરિપાલુ, ત. સેવ્વિયં, મિલાગુ; મલ. કુરુમુલાગુ, ગુ. મરી, અં. બ્લૅક પીપર) છે. તે શાખિત, આરોહી અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને ભારત, શ્રીલંકા અને અન્ય ઉષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

મરુ-અનુક્રમણ

મરુ-અનુક્રમણ : શુષ્ક પર્યાવરણમાં સજીવોનો થતો આનુક્રમિક વિકાસ. તે ખુલ્લા ખડકો, રેતાળ કે ખારી જમીન, ખડકાળ ઢોળાવો અથવા અન્ય સ્થાનો કે જ્યાં પાણીની તીવ્ર અછત વર્તાતી હોય ત્યાં થાય છે. મરુ-અનુક્રમણના વિવિધ તબક્કાઓ આ પ્રમાણે છે : (1) પર્પટીમય શિલાવલ્ક (crustose lichen) અવસ્થા : પાણીની તીવ્ર અછત, પોષક પદાર્થોની અતિ…

વધુ વાંચો >

મરૂદભિદ્ વનસ્પતિ

મરૂદભિદ્ વનસ્પતિ અભિશોષણના દર કરતાં બાષ્પોત્સર્જનનો દર ઘણો ઊંચો હોય તેવા પર્યાવરણમાં ઊગતી વનસ્પતિઓ. તેઓ સામાન્યત: જલજ વનસ્પતિઓ કરતાં વિપરીત લક્ષણો ધરાવે છે અને અત્યંત શુષ્ક હવા, ઊંચું તાપમાન, તીવ્ર પ્રકાશ, ઓછાં વાદળો અને વધારે પવન, વધારેપડતું બાષ્પોત્સર્જન (transpiration), શુષ્ક તથા છિદ્રાળુ મૃદા (soil) અને ઓછા વરસાદવાળા પર્યાવરણમાં થાય છે.…

વધુ વાંચો >

મરેઠી

મરેઠી : દ્વિદળી વર્ગમાં આવેલ ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Spilanthes oleracea Murr. syn. S. acmella var. oleracea Hook f. (સં. મરહષ્ટિકા, મહારાષ્ટ્રી; હિં. મરૈઠી; મ. મરાઠી, ગુ. મરેઠી; અં. પેરાક્રેસ, બ્રાઝિલિયન ક્રેસ) છે. તે લગભગ 30 સેમી.થી 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે, અને ઉદ્યાનોમાં કૂંડામાં…

વધુ વાંચો >

મસૂર

મસૂર : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lens culinaris Medic. syn. L. esculenta Moench; Ervum lens Linn. (સં. મ. હિં. મસૂર; ક. ચન્નંગી; ત. મિસૂર, પુરપુર; બં. મુસૂરિ; તે. ચિશન ભલુ; અં. લેંટેલ) છે. તે નાની, 15 સેમી.થી 75 સેમી. ઊંચી, ટટ્ટાર, મૃદુ-રોમ…

વધુ વાંચો >

મહુડો

મહુડો : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J. F. Gmel. syn. M. latifolia Mach; Bassia latifolia Roxb. (સં. મધુક; હિં. મહુવા, મોહવા; બં. મૌલ; મ. મોહાંચા વૃક્ષ; ગુ. મહુડો; તે. ઇપ્પા; ત. મધુકં, એલુપા; મલ. ઇરૂપ્પા, પૂનમ; સાંથાલ-માતકોમ; અં. બટર ટ્રી, ઇલુપાટ્રો) છે.…

વધુ વાંચો >

માઇમોજેસી

માઇમોજેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને લેગ્યુમિનોસી (ફેબેસી) કુળનું ઉપકુળ ગણે છે. ફેબેસી કુળનાં પૅપિલિયોનૉઇડી, સીઝાલ્પિનીઑઇડી અને માઇમોજોઈડી ઉપકુળોને ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓ અનુક્રમે પૅપિલિયોનેસી, સીઝાલ્પિનિયેસી અને માઇમોજેસી નામનાં અલગ કુળની કક્ષામાં મૂકે છે. આ ત્રણેય કુળ પૈકી માઇમોજેસીને સૌથી આદ્ય ગણવામાં આવે છે. માઇમોજેસી કુળ…

વધુ વાંચો >

માયમુલસ

માયમુલસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલેરિયેસી કુળની એક મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે. તેની બહુ ઓછી જાતિઓ ક્ષુપ પ્રકારની હોય છે. તેનું વિતરણ મોટેભાગે સમશીતોષ્ણ અમેરિકામાં થયેલું હોવા છતાં થોડીક જાતિઓ જૂની દુનિયા(Old World)માં પણ જોવા મળે છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ તેના…

વધુ વાંચો >