બળદેવભાઈ પટેલ

બીજાંકુરણ

બીજાંકુરણ : બીજને જમીનમાં વાવવાથી માંડીને તેમાંથી તરુણ રોપના સર્જન સુધીની સમગ્ર પ્રક્રિયા. વનસ્પતિની વિવિધ જાતિઓમાં બીજાંકુરણ દરમિયાન થતી ઘટનાઓનો ક્રમ ભિન્ન ભિન્ન હોવા છતાં મૂળભૂત પ્રક્રિયાઓ સમાન હોય છે : પાણીનું અંત:ચૂષણ (imbibition), કોષવિસ્તરણ, બીજપત્રો (cotyleclons) કે ભ્રૂણપોષમાં સંચિત ખોરાકનું જલાપઘટન (hydrolysis), ભ્રૂણ તરફ દ્રાવ્ય ચયાપચયિકો(metabolites)નું વહન, ભ્રૂણમાં કોષીય…

વધુ વાંચો >

બીટ

બીટ : દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડિયેસી કુળની એક દ્વિવર્ષાયુ (biennial) વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Beta vulgaris Linn. છે. તે અરોમિલ માંસલ શાકીય જાતિ છે અને તેનાં મૂળ શર્કરાઓ ધરાવે છે. તે યુરોપ, અમેરિકા, ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશ અને વિશ્વના અન્ય વિવિધ ભાગોમાં વાવવામાં આવે છે. કૃષ્ટ (cultivated) બીટમાં ‘શુગર બીટ’, ‘ઉદ્યાન-બીટ’,…

વધુ વાંચો >

બીલી

બીલી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aegle marmelos (Linn.) correa ex Roxb. (સં. बिल्व, महाकपित्थ; હિં. બં. મ. बेल; ગુ. બીલી, અં. Bael tree) છે. તે મધ્યમ કદનું 6.0 મી. થી 7.5 મી. ઊંચું અને 90.0 સેમી.થી 120.0 સેમી.નો ઘેરાવો ધરાવતું નાજુક વૃક્ષ છે.…

વધુ વાંચો >

બુફોન, જ્યૉર્જિસ – લૂઈ લકલેર્ક

બુફોન, જ્યૉર્જિસ – લૂઈ લકલેર્ક (જ. 7 સપ્ટેમ્બર 1707, મૉન્ટબાર્ડ, ફ્રાન્સ; અ. 16 એપ્રિલ 1788, પૅરિસ) : ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાની. તેમને પ્રકૃતિવિજ્ઞાન પરના વિસ્તીર્ણ લેખો અને પરાગવાહિની પરનાં સંશોધનો માટે યાદ કરવામાં આવે છે. કાયદાકીય કારકિર્દીની નિષ્ફળ શરૂઆત કર્યા પછી તેઓ પ્રકૃતિવિજ્ઞાન અને ગણિતની દિશામાં વળ્યા. 1739થી તેમણે જાર્ડીન ડ્યુ રૉય…

વધુ વાંચો >

બૃહત્ પોષક તત્વો

બૃહત્ પોષક તત્વો : વનસ્પતિના પોષણ માટે વધારે પ્રમાણમાં આવશ્યક પોષક તત્વો. જરૂરિયાતના સંદર્ભમાં પોષક તત્વોને મુખ્ય બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) બૃહત્ પોષક તત્વો (macronutrients) : તેઓ વિશેષ પ્રમાણમાં જરૂરી હોય છે. હાઇડ્રોજન, કાર્બન, ઑક્સિજન, નાઇટ્રોજન, પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ અને સલ્ફર બૃહત્ પોષક તત્વો છે.…

વધુ વાંચો >

બેઇલી, લિબર્ટી હાઇડ

બેઇલી, લિબર્ટી હાઇડ (જ. 15 માર્ચ 1858, સાઉથ હેવન પાસે, મિશિગન; અ. 25 ડિસેમ્બર 1954, ઇથાકા, એન. વાય.) : વનસ્પતિશાસ્ત્રી. તેમના શોભન-વનસ્પતિઓના વર્ગીકરણ-વિદ્યાકીય અભ્યાસને કારણે યુ.એસ. ઉદ્યાનકૃષિ(horticulture)નું ઉદ્યોગમાંથી પ્રયુક્ત વિજ્ઞાનમાં રૂપાંતર થયું અને તેની જનીનવિજ્ઞાન, વનસ્પતિરોગવિજ્ઞાન અને કૃષિવિજ્ઞાનના વિકાસ પર સીધી અસર રહી. તેમણે 1882થી 1884 સુધી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકન…

વધુ વાંચો >

બૅન્થમ, જ્યૉર્જ

બૅન્થમ, જ્યૉર્જ (જ. 22 સપ્ટેમ્બર 1800, સ્ટૉક, ડેવન; અ. 10 સપ્ટેમ્બર 1884, લંડન) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી. તેમના સમયની બધી જાણીતી વનસ્પતિજાતિઓના વિસ્તૃત અભ્યાસ પર આધારિત બીજધારીઓ(spermatophyta)ની તેમની વર્ગીકરણ-પદ્ધતિ વાહકપેશીધારીઓના વર્ગીકરણવિજ્ઞાનની આધુનિક પદ્ધતિઓ માટે પાયારૂપ ગણાય છે. તેઓ ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાની પાયરેમ દ કૅન્ડોલે વર્ણવેલ ફ્રેન્ચ વનસ્પતિસમૂહ- (flora)ની વૈશ્લેષિક (analytic) સારણીઓ દ્વારા…

વધુ વાંચો >

બૉમ્બેકેસી

બૉમ્બેકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે મૂળભૂત રીતે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું કુળ છે અને 22 પ્રજાતિ અને 140 જાતિઓ ધરાવે છે. તે પૈકી એક પણ જાતિ સ્થાનિક (indigenous) નથી. તેની મોટી પ્રજાતિઓમાં Bombax (60 જાતિઓ), Ceiba (20 જાતિઓ) અને Adansonia(10 જાતિઓ)નો સમાવેશ થાય છે. સફેદ શીમળો [Ceiba pentandra (Linn.)…

વધુ વાંચો >

બોર

બોર (Ziziphus) : દ્વિદળી વર્ગમાં આવેલા રહેમ્નેસી કુળની પર્ણપાતી વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ziziphus jujuba Mill, syn. Z. sativa Gaertn; Z. vulgaris Lam. (સં. બદરી; મ. બોર; હિં. બેર; બં. કુલ, યળચે, બોગરી; ક. બોર, યળચે પેરનું, વાગરિ; તે. રેગુચેટુ; ત. ઇલંડે, કલ્લારી; અં. ચાઇનિઝ…

વધુ વાંચો >

બ્રાઉન રૉબર્ટ

બ્રાઉન રૉબર્ટ (જ. 21 ડિસેમ્બર 1773, મોન્ટ્રોઝ, એંગસ; અ. 10 જૂન 1858, લંડન) : બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી. તેઓ દ્રાવણમાં રહેલા સૂક્ષ્મ કણોની થતી સતત ગતિ – ‘બ્રાઉનિયન ગતિ’ – ના શોધક તરીકે ખૂબ જાણીતા છે. તેમણે ચિકિત્સક તરીકેની તાલીમ લીધા પછી બ્રિટિશ આર્મીમાં ચિકિત્સા સંબંધી ફરજો બજાવી. 1801માં ખેડાયેલ ‘ઇન્વેસ્ટિગેટર’ અભિયાન…

વધુ વાંચો >