બળદેવભાઈ પટેલ
કાળીજીરી
કાળીજીરી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centratherum anthelminticum Kuntze syn. Vernonia anthelmintica Willd. (સં. અરણ્યજીરક, તિક્તજીરક; હિં. કાલાજીરા, બનજીરા; મ. કડુકારેળે (જીરે); ક. કાડજીરગે; તા. કટચિરાંગં, તે. અડવીજીલાકરી; મલા. કાલાજીરાક; અં. પરમલ ફ્લાબેન) છે. તેના સહસભ્યોમાં અજગંધા, ગંગોત્રી, ગોરખમુંડી, કલહાર, રાસના, ફૂલવો, સોનાસળિયા વગેરેનો…
વધુ વાંચો >કાંગ
કાંગ : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમીની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Setaria italica (Linn.) Beauv. (સં. કંગુની, કંગુનિકા, પ્રિયંગુ; હિં. કંગ્ની, કાલા કંગ્ની, કંગુની; બં. કંગુ, કોરા; મ. નાવારી, કંગુ, રાળા, ચેન્ના; ગુ. કાંગ, કારંગ; ક. નવણી, કાંગો; તે. કોરાલુ, કોરા; તા. તેનાઈ; મલા. તેના, થિના; અં. ઇટાલિયન…
વધુ વાંચો >કાંચકી (કાંકચ કાચકા)
કાંચકી (કાંકચ, કાચકા) : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ સિઝાલ્પિનિયેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia crista syn. C. bonducella Flem. (સં. પૂતિકરંજ, લતાકરંજ; હિં. કટુકરંજા, કરંજવા; બં. લત્તાકરંચા; મ. સાગરગોટા, ગજગા, ગજરા; તા. કાલારકોડી; ક. ગજગ, ગડુગુ; અં. બૉંડકનટ, ફીવરનટ) છે. તે મોટી આરોહી (scandent), અંકુશ આકારની છાલશૂળવાળી ક્ષુપ-સ્વરૂપ વનસ્પતિ…
વધુ વાંચો >કાંટાશેળિયો
કાંટાશેળિયો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barleria prionitis Linn. (સં. કુરંટક; મ. કોરાંટી; હિં. કટશરૈયા; ક. ગોરટેં; બં. કાંટા જાટી; તે. ગોરેડું) છે. તે બહુશાખી કાંટાળો ક્ષુપ છે અને વધુમાં વધુ 3 મી. સુધી ઊંચો જોવા મળે છે. ભારતના ઉષ્ણપ્રદેશોમાં તે બધે જ થાય…
વધુ વાંચો >કાંટી (કાંટાવાળાં) ગોખરુ
કાંટી (કાંટાવાળાં) ગોખરુ : દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાયલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tribulus terrestris Linn. (સં. વનશૃંગાટક, ઇક્ષુગંધા; હિં. છોટે ગોખરુ, બં, ગોક્ષુરી, છોટ ગોખુરી; ક. – તે. ચિરિપિલેરૂ; તા. નેરંજીલ; મલા. નેરિનિલ; અં. લૅન્ડ કેલ્ટ્રોપ્સ, પંક્ચર વાઇન) છે. તેના સહસભ્યોમાં ધમાસો, જવાસો, પંગણી, સીતાનિયા, પટલાણી અને અથેલીનો…
વધુ વાંચો >કાંસકી
કાંસકી : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abutilon indicum (Linn) Sweet. (સં. અતિબલા; હિં. કંગઈ, કકહિયા, પેટારી; બં. પેટારી; મ. પેટારી, મુદ્રાવળ, મુદ્રિકા, કાસલી; ગુ. કાંસકી, ડાબલી, પેટારી, અં. કન્ટ્રી મૅલો) છે. તેના સહસભ્યોમાં ગુલખેસ, પારસપીપળો, જાસૂદ, બલા વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં તેની 18…
વધુ વાંચો >કીટાહારી વનસ્પતિ
કીટાહારી વનસ્પતિ પતંગિયાં, તીતીઘોડા અને ફૂદાં જેવા કીટકોને પકડી, ભક્ષણ કરીને તેમના પ્રોટીનયુક્ત દેહમાંથી રૂપાંતરિત પર્ણસપાટી વડે જરૂરી નાઇટ્રોજન, કંઈક અંશે સલ્ફર અને ફૉસ્ફરસ મેળવતી વનસ્પતિઓ. આ વનસ્પતિઓ સ્વાવલંબી છે; કારણ કે તે પ્રકાશસંશ્લેષી સાધન ધરાવે છે. તે કાદવકીચડવાળી પોચી ભૂમિમાં થાય છે. એ જમીનમાં નાઇટ્રોજનનો પુરવઠો અપૂરતો હોય છે.…
વધુ વાંચો >કીડામારી
કીડામારી : દ્વિદળીવર્ગમાં આવેલા એરિસ્ટોલોકિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia bracteolata Lam. syn. A. bracteata Deta. (સં. ધૂમ્રપત્રા, હિં. કીડામારી; બં. તામાક; મ. ગિધાન, ગંધન, ગંધાટી; ક. કરિગિડ, કત્તગિરિ; તે ગાડિદેગાડાપારા, ત. અડુટિન્નાલાઇ; અં. બ્રેક્ટિયેટેડ બર્થવર્ટ) છે. તે એક પાતળી, ઉચ્ચાગ્રભૂશાયી (decumbent), અરોમિલ (glabrous), 30 સેમી.થી 45 સેમી.…
વધુ વાંચો >કુકરબિટેસી
કુકરબિટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળ સામાન્યત: ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે; આમ છતાં કેટલીક જાતિઓ ‘સમશીતોષ્ણ કટિબંધમાં મળી આવે છે. આ કુળમાં લગભગ 100 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. ગુજરાતમાં આ કુળની 15 પ્રજાતિઓ અને 34 જેટલી જાતિઓ થાય છે.…
વધુ વાંચો >કુલિંજન
કુલિંજન : એકદળી વર્ગમાં આવેલા ઝિંજીબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia galanga syn. A. galanga; Amomum galanga (સં. કોનવચા; હિં., બં., મ., ગુ. કુલિંજન; ક. કોળંજન; મલ. અરાથા; ત. પેરારાથેઈ અં. ગ્રેટર ગેલંગલ) છે. તે 1.8 મી.થી 2.4મી. ઊંચી, બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનું ભૂમિગત પ્રકાંડ કંદિલ, સુરભિત…
વધુ વાંચો >