બળદેવભાઈ પટેલ

કાન્સ્કોરા

કાન્સ્કોરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની એક પ્રજાતિ. તેની 22 જેટલી એકવર્ષાયુ શાકીય જાતિઓ મુખ્યત્વે ભારત, મલાયા, ઑસ્ટ્રેલિયા અને ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં વિતરણ પામેલી છે. તેની ગુજરાતમાં 6 જેટલી જાતિઓ નોંધાઈ છે. ડાંગ, પાવાગઢ, લુણાવાડા અને ગોધરામાંથી Canscora concanensis; ગઢના જૂના કાંગરા પર C. decurrens Dalz.; અંબાજી, બાલારામ જેવા…

વધુ વાંચો >

કારેલી

કારેલી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની પ્રકાંડસૂત્રી નાજુક લતા. તેનું વૈજ્ઞાનિક નામ Momordica charantia Linn. (સં. કારવલ્લી; મ. કારલી; ક. હાગલકાયિ, મિડિગાયિ; તા કલક્કોડિ, પાગલ; મલા કેપાવળિળ, પાવલ; હિં. કરૈલા; બં. કરલા; તે. કરીલા, કાકરકાયાં; અં. બીટરગાર્ડ, કરિલાફ્રુટ) છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રવરણાં, ઘિલોડી, કોળું, પંડોળાં, પરવળ વગેરેનો સમાવેશ થાય…

વધુ વાંચો >

કાર્નેશન

કાર્નેશન : દ્વિદળી વર્ગમાં આવેલા કૅર્યોફાઇલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus caryophyllus Linn. (ગુ. ગુલનાર, ગુલેઅનાર; અં. કાર્નેશન, ક્લૉવ પિંક) છે. તેના સહસભ્યોમાં વજ્રદંતી, ફૂલછોગારો, વૅકેરિયા વગેરેનો સમાવેશ થાય છે. તે ટટ્ટાર, 45 સેમી.થી 60 સેમી. ઊંચી, સંધિમય પ્રકાંડ ધરાવતી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને કાશ્મીરમાં 1500 મી.થી…

વધુ વાંચો >

કાર્યસર્દશતા (analogous action)

કાર્યસર્દશતા (analogous action) : ઉદભવ અને રચનામાં ભિન્નતા અને કાર્યમાં સામ્ય દર્શાવતાં અંગોની પ્રવૃત્તિ. આવી રચનાઓને કાર્યસર્દશ રચનાઓ કહે છે. (1) વિહગ અને કીટકોમાં પાંખોનો ઉદભવ અને વિકાસ જુદાં જુદાં હોય છે, પરંતુ આ અંગો ઉડ્ડયનના કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. વિહગમાં પાંખો અગ્ર ઉપાંગનું રૂપાંતર છે, જ્યારે કીટકોમાં તે…

વધુ વાંચો >

કાર્લસન, ઍરવિડ

કાર્લસન, ઍરવિડ (જ. 25 જાન્યુઆરી 1923, ઉપ્સલા, સ્વીડન; અ. 29 જૂન 2018, ગૂટેનબર્ગ, સ્વીડન) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ઔષધગુણવિજ્ઞાની (pharmacologist). તેમણે 1951માં યુનિવર્સિટી ઑવ્ લૂન્ડ, સ્વીડનમાંથી આયુર્વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી, જ્યાં જુદાં જુદાં પદસ્થાનો પર તેમણે શૈક્ષણિક કાર્ય કર્યું. 1959માં તે ગૂટેનબર્ગ યુનિવર્સિટીમાં ઔષધગુણવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. મનુષ્યના મગજમાં…

વધુ વાંચો >

કાર્સન, રાશેલ

કાર્સન, રાશેલ (જ. 27 મે 1907, સ્પ્રિંગડેલ, પૅન્સિલવેનિયા, યુ. એસ.; અ. 14 એપ્રિલ 1964, સિલ્વરસ્પ્રિંગ, મૅરીલૅન્ડ, યુ. એસ.) : જાણીતાં વિજ્ઞાન-લેખિકા તેમજ જૈવવૈજ્ઞાનિક. પર્યાવરણીય પ્રદૂષણ અને સમુદ્રના પ્રાકૃતિક ઇતિહાસ માટેના તેમના લેખો ખૂબ જાણીતા છે. બાલ્યાવસ્થાથી જ કુમારી કાર્સન વન્ય જીવન વિશે ઊંડો રસ ધરાવતાં હતાં. તેમણે ‘યુ.એસ.એ. બ્યૂરો ઑવ્…

વધુ વાંચો >

કાલમેઘ

કાલમેઘ : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Andrographis paniculata (Burom f.) Wall ex Nees (સં. ભૂનિંબ, ગુ. કરિયાતું, દેશી કરિયાતું, લીલું કરિયાતું, કાલામેથી; હિં. કાલમેઘ, કિરાયત; બં. કાલમેઘ; ક. નેલાબેરુ, મલા. કિરિયાત્તુ, નેલાવેપ્પુ; ત. નીલાવેમ્બુ; તે. નીલાવીમુ; અં. ધ ક્રિએટ) છે. તેના સહસભ્યોમાં કાળી અંઘેડી,…

વધુ વાંચો >

કાશીદ

કાશીદ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia siamea Lam. (મ. કાસ્સોદ; ત. મંજે-કોન્ને; ગુ. કાશીદ; તે. – ક. સિમાતંગેડુ) છે. ગુજરાતમાં કેસિયાની 20 જેટલી જાતિઓ થાય છે. તેમાં ચીમેડ, કાસુંદરો, પુંવાડિયો, મીંઢીઆવળ, આવળ, ગરમાળો, સોનામુખી વગેરેનો સમાવેશ થાય છે. કાશીદ મોટા સદાહરિત વૃક્ષ-સ્વરૂપે જોવા…

વધુ વાંચો >

કાસની (ચિકોરી)

કાસની (ચિકોરી) : દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cichorium intybus Linn. (ગુ. કાસની, કાશીની, કાસ્ની; અં. ચિકોરી, વાઇલ્ડ એન્ડિવ) છે. તેના સહસભ્યોમાં ભાંગરો, અક્કલગરો, ગોરખમુંડી, સૂર્યમુખી, કસુંબો વગેરેનો સમાવેશ થાય છે. તે બહુવર્ષાયુ, 30 સેમી.થી 90 સેમી. ઊંચી, શાકીય વનસ્પતિ છે. તેનું સોટીમૂળ માંસલ અને…

વધુ વાંચો >

કાસૂન્દ્રી (કાશિન્દ્રો)

કાસૂન્દ્રી (કાશિન્દ્રો) : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia occidentalis Linn. (સં. કાસમર્દ, કાસારી; હિં. કસૌદી, અગૌથ; બં. કાલકસુંદા; મ. કાસવિંદા; ક. એલહુરી, અલવરી; તે. પેડિતાંગેડુ, કસવીંદચેટ્ટુ; મલા. પોન્નાવીર, અં. નિગ્રોકોફી) છે. તેના સહસભ્યોમાં કાચકા, ચિલાર, લિબીદીબી, ગુલમહોર, રામબાવળ, ગરમાળો વગેરેનો સમાવેશ થાય છે. તેનું…

વધુ વાંચો >