બળદેવભાઈ કનીજિયા

સૈની રાજકુમાર

સૈની, રાજકુમાર (જ. 7 સપ્ટેમ્બર 1942, દિલ્હી) : હિંદી વિવેચક અને લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. (હિંદી) તથા એલએલ.બી.ની તેમજ ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી, પછી તેઓ ગૃહ-વિષયક બાબતોના મંત્રાલય હેઠળ રાજભાષા વિભાગના નિયામક (સંશોધન) તરીકે જોડાયા. તેઓ રાજભાષા અંગેની સંસદ સમિતિમાં કાર્યકારી સેક્રેટરી; ‘રાજભાષા ભારતી’ અને ‘રાજભાષા પુષ્પમાલા’ના સંપાદક; ફણીશ્વરનાથ રેણુ…

વધુ વાંચો >

સૈફી પ્રેમી

સૈફી પ્રેમી (ખલિલ–ઉર્–રેહમાન, સૈયદ) (જ. 2 જાન્યુઆરી 1913, ગુન્નુર, જિ. બદાઉન, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ કવિ અને લેખક. તેમણે 1948માં અલીગઢ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1959માં એમ.એડ. તથા 1969માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન, જામિયાનગર, નવી દિલ્હીના સેક્રેટરી રહ્યા હતા. તેઓ રુરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જામિયા મિલિયા, નવી…

વધુ વાંચો >

સૈયદ મુહમ્મદ અશરફ

સૈયદ, મુહમ્મદ અશરફ (જ. 1957, સીતાપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ લેખક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘બાદ-એ-સબા કા ઇંતિજાર’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે બી.એ. (ઑનર્સ) અને એમ.એ.ની ડિગ્રીઓ સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, અરબી અને ફારસી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ હાલ ભારતીય…

વધુ વાંચો >

સોઝ હીરાનંદ

સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…

વધુ વાંચો >

સૉધબી લિલામઘર

સૉધબી લિલામઘર : પુરાવસ્તુ (antique) કલાકૃતિઓનું વિશ્વભરનું સૌથી મોટું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું લિલામઘર. તે લંડનની ન્યૂ બૉન્ડ સ્ટ્રીટમાં આવેલું છે. કૉવેન્ટ ગાર્ડન બુકસેલર સેમ્યુઅલ બેકરે 1744માં તેની સ્થાપના કરી અને 1778 સુધી ફક્ત પુસ્તકો, હસ્તપ્રતો અને ચિત્રોનું લિલામ ચાલુ રાખ્યું. ત્યાર પછી તેનો ભત્રીજો જોન સૉધબી 1780માં તે પેઢીનો…

વધુ વાંચો >

સોનાલી જહાજ

સોનાલી જહાજ : ભાવેન બરુઆ (જ. 1940) રચિત કાવ્યસંગ્રહ. ‘સોનાલી જહાજ’ 1977માં પ્રગટ થયો હતો. આ કૃતિને 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. 1978માં તેને ખ્યાતનામ પબ્લિકેશન બોર્ડ ઍવૉર્ડથી પણ સન્માનિત કરાયો છે. માનવીનું આંતર-વિશ્વ અથવા માનવીનું અબુધ મન કવિનો મુખ્ય પ્રેરણાસ્રોત છે. આ કાવ્યોમાં 1963થી 1965 દરમિયાન…

વધુ વાંચો >

સોબતી કૃષ્ણા (શ્રીમતી)

સોબતી, કૃષ્ણા (શ્રીમતી) (જ. 18 ફેબ્રુઆરી 1925, ગુજરાત [હવે પાકિસ્તાનમાં]; અ. 25 જાન્યુઆરી 2019) : હિંદીનાં પ્રસિદ્ધ લેખિકા. તેમની ‘જિંદગીનામા : જિંદા રુખ’ નામની નવલકથાને 1980ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દિલ્હી, સિમલા અને લાહોર ખાતે શિક્ષણ લીધું હતું. દિલ્હી વહીવટી તંત્રના શિક્ષણ વિભાગમાં ‘પ્રૌઢશિક્ષણ’ના તંત્રી તરીકે…

વધુ વાંચો >

સોમદેવ

સોમદેવ [જ. 1934, જયંતીપુર (બેનીપુર), જિ. દરભંગા, બિહાર] : મૈથિલી લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સહસમુખી ચૌક પર’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેઓ મૈથિલી ઉપરાંત બંગાળી, નેપાળી, અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે. તેઓ મિથિલા વિશ્વવિદ્યાલય, દરભંગામાંથી હિંદીના ઉપાચાર્યપદેથી…

વધુ વાંચો >

સોરોખૈબામ લલિતસિંઘ

સોરોખૈબામ, લલિતસિંઘ (જ. 1893, ઇમ્ફાલ; અ. 1955) : મણિપુરી નાટ્યકાર, અભિનેતા અને દિગ્દર્શક. નાની વયથી તેમની રુચિ રંગમંચ તરફ રહી હતી અને તેમણે કેચર, આસામના બિહારીસિંઘ દ્વારા મણિપુરીમાં અનૂદિત બંગાળી નાટક ‘પાગલિની’માં અભિનય આપ્યો હતો. 1931માં મણિપુરના જાણીતા રંગમંચ એમ.ડી.યુ.ની સ્થાપના સાથે તેઓ સક્રિયપણે સંકળાયેલા હતા અને તેમણે તેમાં નાટ્યકાર,…

વધુ વાંચો >

સૌત્રા મણિ

સૌત્રા મણિ : જુઓ યજ્ઞ.

વધુ વાંચો >