બળદેવભાઈ કનીજિયા

સીડા રાણાભાઈ આલાભાઈ

સીડા, રાણાભાઈ આલાભાઈ (જ. 4 ફેબ્રુઆરી 1949, પોરબંદર, સૌરાષ્ટ્ર) : ગુજરાતના લોકનર્તક. તેમણે યુવાવસ્થાથી જ પરંપરાગત રીતે કુટુંબમાં, જ્ઞાતિમાંના તહેવારોમાં, હોળી જેવા ઉત્સવોમાં, મેળાઓ વગેરે પ્રસંગોમાં રાસ લેવાની રુચિ કેળવી હતી. પછી વ્યવસ્થિત રીતે રાસમંડળ સ્થાપ્યું. માર્ચ 1975થી કામદાર કલ્યાણ કેન્દ્રમાં પૂર્ણકાલીન નોકરી દરમિયાન બહેનોને ગરબા-હરીફાઈ માટે કેળવવાની તક મળી.…

વધુ વાંચો >

‘સીતા જોસ્યમ્’

‘સીતા જોસ્યમ્’ : નારલા વેંકટેશ્વર રાવ(1908-1985)ની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર-વિજેતા કૃતિ (1981). નારલા જાણીતા પત્રકાર અને એકાંકી-નાટ્યકાર હતા. રામાયણના તેઓ વિવેચક પણ હતા. તેમણે ‘રામ’-આધારિત બે નાટકોની રચના કરી છે : ‘જાબાલિ’ અને ‘સીતા જોસ્યમ્’ની. ‘સીતા જોસ્યમ્’ એટલે સીતાનું ભવિષ્ય. તે બે અંકનું નાટક છે અને રામ, સીતા, લક્ષ્મણ અને…

વધુ વાંચો >

સીતાદેવી વસીરેડ્ડી

સીતાદેવી, વસીરેડ્ડી (જ. 15 ડિસેમ્બર 1932, ચિબ્રોલુ, જિ. ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.; સાહિત્યરત્ન (પ્રયાગ) અને થિયેટર આર્ટ્સમાં ડિપ્લોમાની પદવી મેળવેલી. તેઓ આંધ્રપ્રદેશની સરકારમાં જવાહરલાલ ભવનનાં નિયામક તથા ‘વનિતા જ્યોત’નાં સલાહકાર – સંપાદક રહ્યાં હતાં. તેમણે અત્યાર સુધીમાં 62 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સનાથ’ (1971); ‘માટ્ટી…

વધુ વાંચો >

સીતારામૈયા વી.

સીતારામૈયા, વી. (જ. 1899, બુડિગરે, બૅંગલોર; અ. 1983) : કન્નડ કવિ, વિવેચક, નાટ્યકાર અને નિબંધકાર. તેઓ સામાન્ય રીતે વી. સી. તરીકે ઓળખાતા. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરાલુ-બરાલુ’ બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. બૅંગલોરમાં અભ્યાસ બાદ મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે 1922માં અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી મેળવી, અધ્યાપનકાર્ય…

વધુ વાંચો >

સુકુમારન્, એમ.

સુકુમારન્, એમ. (જ. 11 જાન્યુઆરી 1943, ચિત્તૂર, જિ. પાલઘાટ, કેરળ; અ. 16 માર્ચ 2018, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘ચુવન્નચિહનંગલ’ બદલ 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ 1963માં મહાલેખાકારની કચેરી, તિરુવનંતપુરમ્માં લિપિકની સેવામાં જોડાયા, 1974માં ટ્રેડ યુનિયનની ચળવળને કારણે…

વધુ વાંચો >

સુખથનકર દત્તારામ કૃષ્ણ

સુખથનકર, દત્તારામ કૃષ્ણ (જ. 11 ડિસેમ્બર 1924, મર્સેલા, ગોવા) : જાણીતા કોંકણી નિબંધકાર અને હાસ્યકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘મન્ની પુનાવ’ (‘માલિની પૂર્ણિમા’) (1977) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગોવામાં પંજીમ ખાતેની એસ્કોલા મેડિકા નામની તબીબી કૉલેજમાંથી 1952માં તબીબી ક્ષેત્રે ‘મેડિકો સિરુર્જીઆઓ’ની ડિગ્રી મેળવી. ત્યારબાદ…

વધુ વાંચો >

સુખમની

સુખમની (આશરે 1604) : ‘આદિ ગ્રંથ’માં સમાવિષ્ટ એક દીર્ઘ કાવ્યરચના. ‘આદિ ગ્રંથ’ના સંકલનકાર અને સંપાદક પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ(1563-1606)-રચિત ‘સુખમની’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ‘ગ્રંથસાહિબ’માંની તેમની રાગ માઝમાં રચેલી દીર્ઘ કાવ્ય-રચનાઓને મુખ્ય ત્રણ વર્ગમાં વિભાજિત કરી શકાય : (1) ‘સુખમની’ (‘પીસ ઑવ્ માઇન્ડ’ અથવા ‘ધ જૂઅલ ઑવ્ પીસ’);…

વધુ વાંચો >

સુજનસિંહ

સુજનસિંહ (જ. 1909, ડેરા બાબા નાનક, પંજાબ) : પંજાબી ભાષાના વાર્તાકાર અને નિબંધકાર. તેમના વાર્તાસંગ્રહ ‘શહેર તે ગ્રાન’ને 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું બાળપણ તેમના કૉન્ટ્રાક્ટર પિતા સાથે બંગાળમાં વિતાવેલું. 11 વર્ષની વયે તેમણે તેમના પિતા ગુમાવ્યા. તેથી તેઓ ખૂબ આર્થિક ભીંસમાં આવી ગયા.…

વધુ વાંચો >

સુજના (એસ. નારાયણ શેટ્ટી)

સુજના (એસ. નારાયણ શેટ્ટી) (જ. 1930, હોસહોળલુ, જિ. માંડ્યા, કર્ણાટક) : કન્નડ લેખક. તેમને તેમની કૃતિ ‘યુગસંધ્યા’ બદલ 2002નો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1954માં મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. કન્નડ ઉપરાંત તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. 1954માં તેમણે કન્નડમાં પ્રાધ્યાપક રૂપે…

વધુ વાંચો >

સુદામા અન્ના રામ

સુદામા, અન્ના રામ (જ. 23 મે, 1923, રુનિયા બારાબસ, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નવલકથાકાર, કવિ અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘મેવાઈ રા રુંખ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તેમની નાની વયે તેમના પિતા ગુમાવ્યા અને તેમની આજીવિકા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠવી…

વધુ વાંચો >