બળદેવભાઈ કનીજિયા
સન્ના કથેગલુ
સન્ના કથેગલુ (જ. 1891; અ. ) : શ્રીનિવાસ (મસ્તી વેંકટેશ આયંગર) રચિત વાર્તાસંગ્રહ. તે ગ્રંથ 12 (1965) અને ગ્રંથ 13 (1967) એમ બે ભાગમાં પ્રગટ કરાયો હતો. તે વાર્તાસંગ્રહને 1968ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાં કુલ 15 વાર્તાઓ બે જૂથમાં સંગૃહીત કરવામાં આવી છે. પ્રથમ જૂથમાં…
વધુ વાંચો >સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ)
સન્યાલ, આશિષ (સુચરિત સન્યાલ) (જ. 7 જાન્યુઆરી 1938, સુસંગ દુર્ગાપુર [હાલ બાંગ્લાદેશમાં]) : બંગાળી લેખક. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે કોલકાતાની બી.ઈ.એસ. કૉલેજમાં બંગાળી વિભાગમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમણે તેમની કારકિર્દી ઇન્ડિયન રાઇટર્સ ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે શરૂ કરી. તેમણે ‘કલેક્ટેડ વર્ક્સ ઑવ્ બાબાસાહેબ બી. આર. આંબેડકર’નું બંગાળીમાં…
વધુ વાંચો >સફ્રી, સંતોખસિંહ
સફ્રી, સંતોખસિંહ (જ. ઑક્ટોબર 1920, ખન્ના લુબાના, જિ. શેખુપુરા [હાલ પાકિસ્તાનમાં]) : પંજાબી કવિ. 1980થી તેઓ પંજાબી કવિ સભા, જાલંધરના પ્રમુખ રહેલા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કૌમી તરાને’ (1956); ‘ગાગર વિચ સાગર’ (1973); ‘જિંદગી’ (1974); ‘બૈતાન દા સફર’ (1985); ‘સફ્રી દા સરનાવન’ (1990); ‘વીરસા પંજાબ દા’…
વધુ વાંચો >સબનીસ, વસંત દામોદર
સબનીસ, વસંત દામોદર (જ. 6 ડિસેમ્બર 1923, સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી વ્યંગ્યકાર, નાટકકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ રઘુનાથ હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. ‘લોકશક્તિ’ દૈનિકના પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી મહારાષ્ટ્ર સરકારના પ્રચારવિભાગમાં નાયબ નિયામક તરીકે જોડાયા અને સમયાંતરે સેવાનિવૃત્ત થયા. તેઓ 1976થી 1983 સુધી બાળકો…
વધુ વાંચો >સબારડ, બસવરાજ
સબારડ, બસવરાજ (જ. 20 જૂન 1954, કુકનુર, જિ. રાયચૂર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેમણે 1975માં કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1982માં ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1995થી ગુલબર્ગ યુનિવર્સિટીની એકૅડેમિક કાઉન્સિલના સભ્ય; કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય; કર્ણાટક રાજ્ય બંદય સાહિત્ય સંઘટનના પ્રમુખ અને અભિનવ ગંગોત્રી, સાહિત્યિક અને સાંસ્કૃતિક…
વધુ વાંચો >સબારડ, વિજયશ્રી
સબારડ, વિજયશ્રી (જ. 1 ફેબ્રુઆરી 1957, બિડાર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ગુલબર્ગ યુનિવર્સિટીમાં રીડર તરીકે કામગીરી બજાવે છે. અત્યાર સુધીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જ્વલંત’ (1979); ‘લક્ષ્મણરેખા દાતિદવારુ’ (1981) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ત્રિવેણી અવરા કદંબરિગલુ’ (1980);…
વધુ વાંચો >સમન બાઈ
સમન બાઈ (જ. 1825, સિયાલી, તત્કાલીન અલવર રાજ્ય [રાજસ્થાન]; અ. 1885) : રાજસ્થાનનાં જાણીતાં સંત અને કવયિત્રી. તેઓ પ્રખ્યાત ચારણકવિ રામનાથ કવિયાનાં સંતાનોમાં સૌથી નાનાં હતાં. તેમના પિતા તરફથી તેમને શિક્ષણ મળ્યું હતું તેથી તેઓ સહેલાઈથી કાવ્યરચનાની કળા અને ભક્તિગીતો લખતાં શીખ્યાં. પ્રખ્યાત કવિ બારહટ ઉમેદરામ પલ્હાવટના પ્રપૌત્ર રામદયાલ સાથે…
વધુ વાંચો >સમુતિરામ, સુ ‘કદલ મણિ’
સમુતિરામ, સુ ‘કદલ મણિ’ (જ. 15 ડિસેમ્બર 1941, તિપ્પનામપત્તી, જિ. નેલ્લાઈ, કટ્ટાબોમ્માન, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ.ની ડિગ્રી મેળવી. પછી તેઓ ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસ, ફિલ્ડ પબ્લિસિટીના જોઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યારબાદ તેમણે 1990-92 અને 1992-94 સુધી દૂરદર્શન અને ટીવી. ન્યૂઝ એડિટર તરીકે કામગીરી…
વધુ વાંચો >સમ્પત્તી આર્યની (શ્રીમતી)
સમ્પત્તી આર્યની (શ્રીમતી) (જ. 31 માર્ચ 1923, પટણા શહેર, બિહાર) : મગહી વિદુષી. તેમણે 1952માં પટણા યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., 1956માં બિહાર યુનિવર્સિટીમાંથી પાલિમાં એમ.એ. તથા પટણા યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેમણે પટણા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે કારકિર્દી શરૂ કરી; 1953થી હિંદી વિભાગમાં અધ્યાપનની કામગીરી કરી. તેઓ રીડર તરીકે સેવાનિવૃત્ત થયાં. 1965થી…
વધુ વાંચો >સમ્બાશિવરાવ, પોતુકુચી
સમ્બાશિવરાવ, પોતુકુચી (જ. 27 જાન્યુઆરી 1928, આલમુરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને કલાપ્રપૂર્ણ તથા ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની ડિગ્રી મેળવી. વકીલાતની સાથોસાથ સાહિત્યિક પ્રવૃત્તિ કરી. 199397 સુધી તેઓ તેલુગુ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના કારોબારી-સભ્ય; ‘નાટ્યકલા’ માસિકના સંપાદક, ઓસ્માનિયા…
વધુ વાંચો >