બળદેવભાઈ કનીજિયા

શાહ, હરકાન્ત

શાહ, હરકાન્ત (જ. 1925, અમદાવાદ; અ. 5 મે 1994, મુંબઈ) : 1950 અને 1960ના દાયકા દરમિયાન ગુજરાતી રંગભૂમિ પર સતત છવાયેલા રહેલા એક અગ્રણી અભિનેતા, સબળ દિગ્દર્શક અને કુશળ નિર્માતા. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન ‘શાહજહાં’ નાટકમાં દારાની ભૂમિકા ભજવી રંગમંચ પર પદાર્પણ કર્યું. પછી રાષ્ટ્રીય યુવક મંડળના ઉપક્રમે ‘મેવાડ…

વધુ વાંચો >

શાહ, હુસેન

શાહ, હુસેન (જ. 1539, અ. 1593) : પંજાબી સૂફી કવિ. ‘તાઝ્કિરા-એ-ઓલિયા-ઇ-હિંદ’ના લેખક અનુસાર શાહ હુસેનના વડવાઓ કાયસ્થ હિંદુ હતા. બાવા બુદ્ધસિંગે તેમને રાજપૂત (ધત્તા) કુળના દર્શાવ્યા છે. જોકે બીજી બધી હકીકતો તેમના પિતા વણકર હોવાનું સૂચવે છે. તે કાદરી સંપ્રદાયના હતા, પરંતુ તેમની રહેણીકરણી ‘માલામતી’ પ્રકારની હતી. તેમનો ઉછેર સામાન્ય…

વધુ વાંચો >

શાહ, હેમેન્દ્ર અનુપમલાલ

શાહ, હેમેન્દ્ર અનુપમલાલ (જ. 5 માર્ચ 1936, અમદાવાદ, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના ફોટોગ્રાફર. પુણેમાં મૅટ્રિક, અમદાવાદની એચ. એલ. કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ. (1957) થયા. અમદાવાદમાં તથા મુંબઈમાં વીમા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામગીરી કરી. તેમણે 1962માં પથિક આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો, પણ તેમાં જોઈતી સફળતા ન મળી. 1965થી 1984…

વધુ વાંચો >

શાહુ, કૃષ્ણચરણ

શાહુ, કૃષ્ણચરણ (જ. 16 એપ્રિલ 1929, નાટિ, કટક, ઓરિસા) : ઊડિયા પંડિત અને વિવેચક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રાંચી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ઉત્કલ યુનિવર્સિટીમાં ઊડિયાના પ્રાધ્યાપક રહ્યા અને ત્યાંથી સેવાનિવૃત્ત થયા 1984-89. તેમણે ઊડિયા સાહિત્ય તેમજ મધ્યકાલીન ભારતીય સાહિત્ય, ખાસ કરીને હિંદી, બંગાળી અને અસમિયાનો ઊંડો અભ્યાસ…

વધુ વાંચો >

શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત

શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત (જ. 15 ફેબ્રુઆરી 1927, શિખરપુર, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સંસ્કૃત કવિ અને લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી., આચાર્યની પદવી તથા એમ.બી.બી.એસ.(હોમિયોપથી)ની પદવી મેળવી. તેઓ નેતાજી કૉલેજ, ઉલ્હાસનગરમાંથી પ્રિન્સિપાલ તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધુ એજ્યુકેશન સોસાયટી, ઉલ્હાસનગરના સેક્રેટરી, મહારાષ્ટ્ર સર્વદેશીય સંસ્કૃત સમન્વય સમિતિના વાઇસ પ્રિન્સિપાલ રહ્યા. ત્યારબાદ…

વધુ વાંચો >

શાંતતા કોર્ટ ચાલુ આહે

શાંતતા કોર્ટ ચાલુ આહે (1968) : ભારતપ્રસિદ્ધ મરાઠી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર વિજય તેંડુલકરનું પ્રસિદ્ધ નાટક. તેના દિગ્દર્શક અરવિંદ દેશપાંડેના કહેવાથી રંગાયન માટે તેમણે આ નાટકની રચના કરી. સુલભા દેશપાંડેએ તેમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બીજે જ વર્ષે સત્યદેવ દૂબેએ તેને હિંદીમાં રજૂ કર્યું, જ્યારે રાજ્ય નાટ્યસ્પર્ધામાં અભિનય અને…

વધુ વાંચો >

શાંત, રતનલાલ

શાંત, રતનલાલ (જ. 14 મે 1938, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી અને હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.; ડી.ફિલ.ની ડિગ્રી મેળવી. તેમણે સતત 35 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. તેઓ જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર અને કાશ્મીર યુનિવર્સિટીમાં ભાષા સલાહકાર સમિતિના સભ્ય રહ્યા; કાશ્મીરી ભાષા અને સંસ્કૃત…

વધુ વાંચો >

શિરુરકર, વિભાવરી

શિરુરકર, વિભાવરી (જ. 1904; અ ?) : મરાઠી નવલકથાકાર. મૂળ નામ માલતી બેડેકર. લગ્ન પહેલાં તેઓ કુમારી બાળુતાઈ ખરે તરીકે ઓળખાતાં. 1923માં તેમણે એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. નવલકથા લખવાની શરૂઆત કરતાં પહેલાં તેમણે કે. એન. કેળકરના સહયોગમાં ‘અલંકારમંજૂષા’ (1931) અને ‘હિંદુ વ્યવહાર ધર્મશાસ્ત્ર’ (1932)…

વધુ વાંચો >

શિવજ્ઞાનમ્, એમ. પી.

શિવજ્ઞાનમ્, એમ. પી. [જ. 1906 ચેન્નાઈ, (મદ્રાસ)] : ખ્યાતનામ તમિળ લેખક, પત્રકાર અને જાહેર કાર્યકર. તેઓ ‘મા. પો. શિ’ તરીકે વધુ જાણીતા હતા. ચેન્નાઈના ગંદા વસવાટમાં જન્મ અને ગરીબીને લીધે અભ્યાસ વહેલો છોડવો પડ્યો. તેથી તમિળ દૈનિક ‘તમિળનાડુ’માં કંપોઝિટર તરીકે જોડાયા. સાથોસાથ સાંજના વર્ગો ભરીને તમિળ અભ્યાસમાં ઊંડો અને કાયમી…

વધુ વાંચો >

શિવરામ, એમ.

શિવરામ, એમ. (જ. 1905, બૅંગલોર; અ. 1984) : કન્નડ વાર્તાકાર, નવલકથાકાર અને હાસ્યરસજ્ઞ. તેમને તેમની વિજ્ઞાન અને મનોવિજ્ઞાન-વિષયક કૃતિ ‘મનમંથન’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૈસૂર યુનિવર્સિટીની યુનિવર્સિટી મેડિકલ કૉલેજમાંથી મેડિસિન અને સર્જરીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડૉક્ટરના વ્યવસાયમાં એક નિષ્ણાત ડૉક્ટર…

વધુ વાંચો >