બળદેવભાઈ કનીજિયા

શર્મા, નરેન્દ્રનાથ

શર્મા, નરેન્દ્રનાથ (જ. 25 એપ્રિલ 1916, પુરાણીગુડમ્ ચલચલી, જિ. નાગોન, આસામ) : આસામી લેખક. તેમણે આસામીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ ગુવાહાટી સવિતા સભા, આસામના સ્થાપકમંત્રી;  આસોમ સાહિત્યસભાના ખજાનચી; સાંસ્કૃતિક સંબંધો માટે આસામ અકાદમીના ઉપપ્રમુખ; આસામી શબ્દકોશ ‘ચલંતા અભિધાન’ના સંપાદક અને સંકલનકાર; બાળકોના માસિક ‘જોનબાઈ’ના સંપાદક રહ્યા અને ગુવાહાટી યુનિવર્સિટીના ડેપ્યુટી…

વધુ વાંચો >

શર્મા, બંસીરામ

શર્મા, બંસીરામ (જ. 11 મે 1935, કુથેરા, જિ. બિલાસપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ હિમાચલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝ, સિમલાના મંત્રી તરીકે નિવૃત્ત થયા. તેઓ 1993-94 દરમિયાન ઍન્થ્રપોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સિનિયર રિસર્ચ ફેલો અને 1994-95માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…

વધુ વાંચો >

શર્મા, મનોહર

શર્મા, મનોહર (જ. 5 સપ્ટેમ્બર 1914, બિસૌ, ઝૂનઝુનુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.; સંસ્કૃતમાં કાવ્યતીર્થ અને સાહિત્યરત્નની પદવી પ્રાપ્ત કરી. જીવનપર્યંત અધ્યાપનકાર્ય કર્યું. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદેપુરના સભ્ય; રાજસ્થાની અકાદમી, બીકાનેરના સભ્ય; હિંદી વિશ્વભારતી, બીકાનેરના પ્રમુખ તેમજ ‘વરદ’ અને ‘વિશ્ર્વંભર’…

વધુ વાંચો >

શર્મા, મહાદેવ

શર્મા, મહાદેવ (જ. 9 ઑગસ્ટ 1907; અ. ?) : જ્ઞાનવૃદ્ધ સંગીતજ્ઞ. તેમના પિતા સંસ્કૃત વેદ, કર્મકાંડ જેવા પ્રાચીન સંસ્કૃતિના વિષયોના મોટા પંડિત હતા. પિતાનું અવસાન થતાં તેમને શાળાકીય શિક્ષણ લેવાની ફરજ પડી. તે દરમિયાન નામાંકિત મોરબી નાટક કંપનીના સૂત્રધાર સાથે તેમને ગાઢ સંબંધ બંધાતાં નાટકોના ગાયન તથા અભિનયની ઊંડી છાપ…

વધુ વાંચો >

શર્મા, યાદવેન્દ્ર ‘ચન્દ્ર’

શર્મા, યાદવેન્દ્ર ‘ચન્દ્ર’ (જ. 15 ઑગસ્ટ 1932, બિકાનેર, રાજસ્થાન) : હિંદી અને રાજસ્થાની લેખક. તેમણે પંજાબમાંથી પ્રભાકર અને પ્રયાગમાંથી સાહિત્યરત્નની પદવી મેળવી હતી. તેઓ 1958-68 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમીના સભ્ય; 1983-87 સુધી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના રાજસ્થાની સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા હતા. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘જમારો’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય…

વધુ વાંચો >

શહનાઝ નબી

શહનાઝ નબી (જ. ?) : ઉર્દૂ કવયિત્રી અને વિવેચક. તેમણે કોલકાતા યુનિવર્સિટી તરફથી ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કોલકાતા યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગનાં સિનિયર પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત. તેઓ પશ્ચિમ બંગાળ ઉર્દૂ અકાદમીની સરકારી સંસ્થાનાં સભ્ય; અંજુમન જામહૂરિયત પસંદ મુસાન્નેફીન(જનવાદી લેખક સંઘના ઉર્દૂ એકમ)નાં સેક્રેટરી પણ રહ્યાં. તેમણે ઉર્દૂ તથા…

વધુ વાંચો >

શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ

શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ (જ. 3 જુલાઈ 1946, સસ્તુર, જિ. ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેઓ 1970માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. તેઓ એમ. ડી. એમ. કૉલેજમાં મરાઠી વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કરે છે. તેઓ મરાઠાવાડ યુવક સાહિત્ય સંમેલન, મુસ્લિમ મરાઠી સાહિત્ય સંમેલન વગેરેના પ્રમુખ રહ્યા છે. તેમની માતૃભાષા દખણી હોવા છતાં…

વધુ વાંચો >

શહાણે, રીટા

શહાણે, રીટા [જ. 24 ઑગસ્ટ 1934, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી કવયિત્રી અને લેખિકા. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ. તેઓ પુણે વિમેન્સ કાઉન્સિલ, પુણેનાં માનાર્હ સેક્રેટરી, 1987-92 દરમિયાન એમ. યુ. કૉલેજ પિમ્પરીમાં ખજાનચી; 1989-91 સુધી મહારાષ્ટ્ર સિંધી સાહિત્ય અકાદમી, મુંબઈનાં સભ્ય; મહારાષ્ટ્ર સ્ટેટ બૉર્ડ ઑવ્ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના…

વધુ વાંચો >

શહા, પંકજ

શહા, પંકજ (જ. 3 એપ્રિલ 1946, ચપૈનાબાબગંજ (હાલ બાંગ્લાદેશમાં) : બંગાળી કવિ. જાદવપુર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં બી.એ., વિશ્વભારતીમાંથી બંગાળીમાં ‘મધ્યતીર્થ’ની પદવી મેળવી. ફિલ્મ અને ટી.વી. ઇન્સ્ટિટ્યૂટમાં ટી.વી. પ્રોગ્રામ પ્રોડક્શન કોર્સ કર્યો. લંડન યુનિવર્સિટીમાંથી ફિલ્મ સ્ટડીઝમાં પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. તેઓ દૂરદર્શન કેન્દ્ર, રાંચી અને શાંતિનિકેતનના નિયામક રહ્યા. 1968થી 1978 દરમિયાન તેઓ…

વધુ વાંચો >

‘શહીદ’, ચરણ સિંગ

‘શહીદ’, ચરણ સિંગ (જ. 1891; અ. 1935) : પંજાબી કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. પ્રતિભાશાળી અને અતિ ધાર્મિક પિતા સૂબા સિંગના પુત્ર. તેમણે પંડિત હજારા સિંગ ગિયાની દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. મૅટ્રિક થયા પછી તેઓ અઠવાડિક ‘ખાલસા સમાચાર’માં જોડાયા, અને ભાઈ વીર સિંગના પ્રભાવ હેઠળ આવ્યા. પછી ‘વીર’ નામના સમાચારપત્રમાં…

વધુ વાંચો >