બળદેવભાઈ કનીજિયા
વિવેકનાથન્, એમ.
વિવેકનાથન્, એમ. (જ. 23 ફેબ્રુઆરી 1951, પિન્નાલુર, જિ. વલ્લલાર, તામિલનાડુ) : તમિળ લેખક. તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.જી. એલ.; બી.એલ. અને એમ.એ.ની પદવીઓ મેળવી. તેમણે તામિલનાડુ વહીવટી પંચમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી અને 1993-97 દરમિયાન ઑલ ઇન્ડિયા તમિળ રાઇટર્સ એસોસિયેશનના જૉઇન્ટ સેક્રેટરી રહ્યા. તેમણે તમિળ અને અંગ્રેજીમાં…
વધુ વાંચો >વિવેકી રાય
વિવેકી રાય (જ. 19 નવેમ્બર 1924, સોનવણી, જિ. ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભોજપુરી લેખક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને કાશી વિદ્યાપીઠમાંથી પીએચ.ડીની ડિગ્રી તેમજ ‘સાહિત્યાલંકાર’ની પદવી મેળવી. તેઓ સ્નાતકોત્તર મહાવિદ્યાલય, ગાઝીપુરમાંથી અધ્યાપકપદેથી નિવૃત્ત થયા. 1942ની ચળવળમાં તેમણે ભાગ લીધેલો. તેમણે અત્યાર સુધીમાં 48થી વધુ ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >વિશાલાક્ષી, દ્વિવેદુલા (શ્રીમતી)
વિશાલાક્ષી, દ્વિવેદુલા (શ્રીમતી) (જ. 15 ઑગસ્ટ 1929, વિજયાનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેઓ 8 વર્ષ સુધી ઇંગ્લૅન્ડ, મલેશિયા અને અમેરિકામાં રહ્યાં તે દરમિયાન લેખનકાર્ય કર્યું. તેમણે તેલુગુમાં 17 ગ્રંથો આપ્યા છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘વૈકુંઠપાલી’ (1965); ‘મારિના વિલુવલુ’ (1966); ‘ગ્રહણમ્ વિડિચિન્દી’ (1967); ‘વારિધી’ (1968); ‘કોવ્વોતી’ (1971); ‘રેપતી વેલલુ’ (1974); ‘કલા…
વધુ વાંચો >વિશ્વનાથ આયર, એન. ઈ.
વિશ્વનાથ આયર, એન. ઈ. (જ. 30 જુલાઈ 1920, પાલઘાટ, કેરળ) : હિંદી વિવેચક અને અનુવાદક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને સાગર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કેરળ અને કોચીન યુનિવર્સિટીમાંથી હિંદીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. પછી પી.જી. સેન્ટર, કેરળ હિંદી પ્રચાર સભામાં પ્રાધ્યાપક…
વધુ વાંચો >વિશ્વનાથન્, સીની
વિશ્વનાથન્, સીની (જ. 22 નવેમ્બર 1934, વેલુર, જિ. સાલેમ, તામિલનાડુ) : તમિળ વિવેચક. તાંજાવુર તમિળ યુનિવર્સિટીમાં ‘ભારતીઝ પોએટિક વકર્સ’ના મુખ્ય સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં 40 ગ્રંથો આપ્યા છે. ‘ચક્રવર્ધિની’ (1979); ‘ભારતીચીન ‘ઇન્ડિયા’ કટ્ટુરાઇકલ’ (1985); ‘અરવિંદોઝ માકિમાઇ’ (1990) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મહાકવિ ભારતી : નૂલ પિયર કોવઇ’ (1981) ગ્રંથસૂચિ;…
વધુ વાંચો >વિશ્વંભર દાસ, કે. એસ.
વિશ્વંભર દાસ, કે. એસ. (જ. 16 માર્ચ 1941, દેશમ, અલ્વાયે, જિ. એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેઓ કેરળ સરકારમાં 1970-73 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં મદદનીશ માહિતી-અધિકારી; 1973-75 સુધી સહસંપાદક; 1975-78 સુધી રાજભાષા વિભાગના અનુવાદક; 1978-84 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં માહિતી-અધિકારી; 1986-90 સુધી કેરળમાં સિડકોના જાહેરસંપર્ક-અધિકારી અને 1990-94 સુધી જાહેરસંપર્ક-વિભાગના નાયબ નિયામક રહ્યા. છેલ્લે સાંસ્કૃતિક…
વધુ વાંચો >વિશ્વંભરન્, કિલિમનૂર એન.
વિશ્વંભરન્, કિલિમનૂર એન. (જ. 19 એપ્રિલ 1927, કિલિમનૂર, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., બી.એડ્.ની ડિગ્રી અને સાહિત્યવિશારદની પદવી મેળવી. તેમણે 1987 સુધી જુદી જુદી કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું અને એસ. એન. કૉલેજ તિરુવનંતપુરમમાંથી મલયાળમના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. આકાશવાણી, તિરુવનંતપુરમ્…
વધુ વાંચો >વિશ્વંભર પ્રસાદ
વિશ્વંભર પ્રસાદ (જ. 3 ઑગસ્ટ 1918, અસોથર ગામ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે સાહિત્યવિશારદ(પ્રયાગ)ની પદવી મેળવી. તેઓ ફેલો ઑવ્ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ (ભારત) હતા. તેઓ સરકારમાંથી અધીક્ષક ઇજનેરપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ(ભારત)ના હિંદી સલાહકાર રહ્યા તેમજ અનેક સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહ્યા. તેમણે અત્યાર…
વધુ વાંચો >વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી.
વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી. (જ. 25 ઑક્ટોબર 1939, રમન્થલી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્ર, પચ્ચનુરમાં મહેમાન અધ્યાપક; એડવાઇઝરી બૉર્ડ ઑવ્ એન્સાઇક્લોપીડિયા, કેરળના સભ્ય તથા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સભ્ય રહેલા. અત્યાર…
વધુ વાંચો >વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા
વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા (જ. 6 સપ્ટેમ્બર 1945, યાનમ, પુદુચેરી) : તેલુગુ લેખક અને પત્રકાર. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે ‘જનમિત્ર’ નામના અઠવાડિક અને દૈનિકનું સંપાદન કર્યું. તેલુગુ દૈનિક ‘એઇનાડુ’; ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, માસિક ‘પોન કા મા યા’ અંગે કામગીરી કરી. તેઓ સ્મૉલ ન્યૂઝપેપર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ; રિજિયોનલ પ્લાનિંગ કમિટીના નૉમિનેટેડ સભ્ય…
વધુ વાંચો >