બળદેવભાઈ કનીજિયા
વિકલ, શ્રીવત્સ
વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા. તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ…
વધુ વાંચો >વિકિરમણ
વિકિરમણ (જ. 19 માર્ચ 1928, તિરુચિરપલ્લી, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 47 વર્ષ સુધી તમિળ સાહિત્યિક મૅગેઝિન ‘અમુધા સુરભિ’નું સંપાદન કર્યું. તેઓ ઑલ ઇન્ડિયા તમિળ રાઇટર્સ એસોસિયેશનના પ્રમુખ; 1987-89 સુધી તમિળ ફિલ્મ ઍવૉર્ડની પસંદગી સમિતિના સભ્ય; 1991-93 સુધી ‘ઇયાલ, ઈસાઈ, બાડગ મન્રમ્’ના સભ્ય રહેલા. અત્યાર સુધીમાં તેમણે તમિળમાં…
વધુ વાંચો >વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન
વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન : લંડનમાં આવેલું વિશ્વમાં લલિત કલા અને પ્રયોજિત કલાવિષયક એક શ્રેષ્ઠ મ્યુઝિયમ. 26મી જૂન 1919ના રોજ રાજા એડવર્ડ સાતમાએ તેને ખુલ્લું મૂક્યું હતું. ત્યારે તેમાં સુશોભન-કલા અને આર્ટ લાઇબ્રેરીના મ્યુઝિયમનો સમાવેશ થતો હતો. તેમાં બ્રિટિશ ચિત્રકલાની કૃતિઓ, શિલ્પો અને કોતરેલી આકૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે,…
વધુ વાંચો >વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ, કોલકાતા
વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ, કોલકાતા : બ્રિટિશ વસાહતના સમયગાળાને લગતો ઉત્તમ સંગ્રહ. કોલકાતામાં રાણી વિક્ટોરિયા(અ. 1906)ની સ્મૃતિ રૂપે અંગ્રેજ સ્થપતિ વિલિયમ ઇમર્સને તેના મકાનની ડિઝાઇન તૈયાર કરીને 1921માં તેનું બાંધકામ પૂર્ણ કર્યું. તે મકાનને મકરાણી(રાજસ્થાન ભારત)થી લાવેલ સફેદ આરસથી મઢવામાં આવ્યું અને તેમાં સફેદ આરસનો 57 મિટર ઊંચો ઘુમ્મટ બાંધ્યો. તે…
વધુ વાંચો >વિજયન્, એ.
વિજયન્, એ. (જ. 22 ફેબ્રુઆરી 1944, ચૂલુર, કોળિકોડ, કેરળ) : મલયાળમ બાલસાહિત્યના લેખક. તેમણે કોળિકોડમાં સરકારી હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે કામગીરી કરી. તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમનાં બાળકો માટેના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘રન્ડુ મુઘન્ગલ’ (1972); પટ્ટમ્ પરપ્પિકન્ના કુરંગન્ (1983), ‘કથામાધુરી’(1985)નો સમાવેશ થાય છે; જ્યારે ‘પૂતિરી’ (1975), ‘માઝાવિલ્લુ’ (1985) તેમના કાવ્યસંગ્રહો છે…
વધુ વાંચો >વિજયવર્ગીય, દયાકૃષ્ણ
વિજયવર્ગીય, દયાકૃષ્ણ (જ. 8 એપ્રિલ 1929, ચજવા, જિ. બરન, રાજસ્થાન) : હિંદી કવિ અને લેખક તથા ધારાશાસ્ત્રી. 1957-62 સુધી તેઓ ધારાસભ્ય (રાજસ્થાન); 1980 અને 1990-93 દરમિયાન રાજસ્થાન સાહિત્ય અકાદમીના પ્રમુખ; 1978-83 સુધી રાજસ્થાન યુનિવર્સિટીમાં સેનેટર અને 1996 પછી અખિલ ભારતીય સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. અત્યાર સુધીમાં તેમણે 26 ગ્રંથો આપ્યા…
વધુ વાંચો >વિજયવર્ગીય, પ્રેમચંદ
વિજયવર્ગીય, પ્રેમચંદ (જ. 30 જૂન 1927, કોટા, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, કોટાના પ્રમુખ; 198387 દરમિયાન વનસ્થળી વિદ્યાપીઠમાં હિંદી અને મૉડર્ન ઇન્ડિયન લગ્વેજિઝ વિભાગના વડા; ‘વનસ્થળી પત્રિકા’ નામક ત્રિમાસિકના સંપાદક તથા ઇગ્નો યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા હતા. તેઓ વનસ્થળી…
વધુ વાંચો >વિજયવર્ગીય, રામગોપાલ
વિજયવર્ગીય, રામગોપાલ (જ. 1905, બલેર, જિ. સવાઈ માધોપુર, રાજસ્થાન) : હિંદી કવિ, લેખક અને ચિત્રકાર. તેમણે ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યા બાદ રાજસ્થાન લલિતકલા અકાદમીના અધ્યક્ષ તરીકે કામગીરી કરી. ત્યારબાદ લેખનકાર્ય અને ચિત્રકામને વર્યા. તે અગાઉ 1960-66 સુધી તેઓ રાજસ્થાન સ્કૂલ ઑવ્ આર્ટ્સ, જયપુરના આચાર્યપદે રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 13 ગ્રંથો…
વધુ વાંચો >વિજયવિલાસમુ
વિજયવિલાસમુ : હૃદયોલ્લાસ વ્યાખ્યા (17મી સદી) : ચેળકુરા વેંકટ કવિના પ્રખ્યાત પ્રબંધકાવ્ય ‘વિજયવિલાસમ્’ પરનું ઉત્તમ વિદ્વત્તાપૂર્ણ વિવેચન. આ વિવેચન તેલુગુના ખ્યાતનામ લેખક, પત્રકાર અને વિવેચક થાપી ધર્મરાવ (જ. 1887) દ્વારા થયું છે. આ કાવ્યકૃતિ તેલુગુ સાહિત્યમાં એક ઉત્તમ કૃતિ ગણાય છે. દ્રૌપદીના ખંડમાં ઘૂસી જવાના પ્રાયશ્ચિત્ત રૂપે વિશ્વની પરિક્રમામાં પાંડવવીર…
વધુ વાંચો >વિજયા
વિજયા (જ. 1942, દેવનગર, કર્ણાટક) : કન્નડ નાટ્યકાર, પત્રકાર અને વિવેચક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની પદવી મેળવી (1982). હાલ તેઓ કન્નડ દૈનિકોના ઉદયવાણી જૂથના મદદનીશ સંપાદક તરીકે કાર્યરત છે. વળી તેઓ કર્ણાટક ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ છે. વિજયાએ ખાસ કરીને ભારતીય સમાજમાં સ્ત્રીઓની દુર્દશા પ્રત્યેની તેમની ચિંતા વ્યક્ત કરતો…
વધુ વાંચો >