બળદેવભાઈ કનીજિયા

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી)

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી) (જ. 26 જુલાઈ 1941, તુમકુર, કર્ણાટક) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર. તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ ઑસ્લો યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પી. જી. ડિપ્લોમા મેળવ્યો. પછી તમિળ સામયિક ‘ઇન્ડિયા ટુ ડે’નાં સંપાદક બન્યાં. પત્રકારત્વ સાથે તેમણે લેખનકાર્ય કર્યું. તેઓ ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા; ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ…

વધુ વાંચો >

વાસવાણી, કિશોર

વાસવાણી, કિશોર [જ. 11 ઑગસ્ટ 1944, સુખર, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી લેખક. તેમણે જીવાજી યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી તથા ફિલ્મ એપ્રિસિયેશન કોર્સ કર્યો. તેઓ વડોદરા ખાતે નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑવ્ સિંધી લૅંગ્વેજના નિયામક; સ્ટેલા મેરીઝ કૉલેજમાં બૉર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય; પુણે યુનિવર્સિટી, અવિનાશીલિંગમ્…

વધુ વાંચો >

વાસવાણી, ખુશીરામ નેભરાજ

વાસવાણી, ખુશીરામ નેભરાજ (જ. 19 મે 1911, હૈદરાબાદ, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સિંધી અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1934માં ઇતિહાસ સાથે એમ.એ. અને 1936માં એલએલ.બી.ની પદવી મેળવી. તેઓ નૅશનલ કૉલેજ, હૈદરાબાદમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ વિવેકાનંદ રોક મેમૉરિયલના ઉપપ્રમુખ; ગાંધી સોસાયટી, દિલ્હીના નિયામક; 1956-57માં…

વધુ વાંચો >

વાસંતન, એસ. કે.

વાસંતન, એસ. કે. (જ. 17 નવેમ્બર 1935, એડપ્પલ્લી, ઍર્નાકુલમ્, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અને મલયાળમમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલાડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્યપદે રહેલા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

વાસુદેવ, નિર્મલ

વાસુદેવ, નિર્મલ [જ. 2 જૂન 1936, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી કવિ અને નાટ્યકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી. ઈ. હિંદીમાં પરિચય અને સંસ્કૃતમાં ઉત્તમાની પદવીઓ મેળવી હતી. તેઓ નાયબ મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની ઉલ્લેખનીય કૃતિઓ તરીકે ‘મુન્હિંજા સુર…

વધુ વાંચો >

વાસુદેવ રેડ્ડી ટી.

વાસુદેવ રેડ્ડી ટી. (જ. 21 ડિસેમ્બર 1943, મિટ્ટપાલેમ, જિ. ચિત્તુર, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.; 1985માં પીએચ.ડી. અને 1988માં પીજીડીટીઈની પદવી પ્રાપ્ત કરી. તેઓ સરકારી કૉલેજ, પુટ્ટુરમાં અંગ્રેજીના રીડર રહ્યા. તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમણે અંગ્રેજી તથા હિંદીમાં કુલ 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વેન…

વધુ વાંચો >

વાસુદેવય્યા, સી.

વાસુદેવય્યા, સી. (જ. 1852; અ. 1943) : કન્નડ લેખક. તેઓ મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ થોડો વખત શિક્ષક બન્યા. પછી શિક્ષણ ખાતામાં મદદનીશ તરીકે જોડાયા. તેમની ભાષા તેલુગુ હોવા છતાં તેઓ કન્નડ, અંગ્રેજી અને સંસ્કૃત તેમજ બંગાળીના નિષ્ણાત હતા. તેમણે અતિ લોકપ્રિય એવા 3 ગ્રંથ આપ્યા છે. ‘આર્યકીર્તિ – ભાગ…

વધુ વાંચો >

વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ

વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ (જ. 20 ઑગસ્ટ 1952, વાસ્સા, જિ. પરભણી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે નૂતન મહાવિદ્યાલય, સેલુમાં મરાઠીના અધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ 1986માં મરાઠી ગ્રામીણ સાહિત્ય પરિષદના સભ્ય; તથા 1986-89 દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ લાઇબ્રેરિયન ઍસોસિયેશનના સેક્રેટરી રહ્યા. તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કોરસ’ (1980),…

વધુ વાંચો >

વાળિંબે, રામચંદ્ર શંકર

વાળિંબે, રામચંદ્ર શંકર (જ. 1911; અ. 1989) : મરાઠી વિવેચક; સાહિત્ય, સંગીત, નાટક અને અન્ય ભારતીય કલાના પ્રસિદ્ધ વિચારક અને પંડિત. તેઓ પુણે યુનિવર્સિટીમાં મરાઠીના પ્રાધ્યાપક અને વિભાગના અધ્યક્ષ ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા. વળી મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા. તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં…

વધુ વાંચો >

વાળિંબે, વિનાયક સદાશિવ

વાળિંબે, વિનાયક સદાશિવ (જ. 11 ઑગસ્ટ 1928, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લેખક. બી.એ.ની પદવી મેળવ્યા બાદ 1962થી 1978 સુધી તેઓ ‘કેસરી’ વૃત્તપત્રના સહસંપાદક રહેલા. તેમણે કુલ 30 ગ્રંથો આપ્યા છે. ‘આજ ઇથે ઉદ્યા તિથે’ (1967); ‘વોલ્ગા જેવ્હાં લાલ હોતે’ (1970); ‘વૉરસૉ તે હિરોશિમા’ (1990); ‘જય હિંદ આઝાદ હિંદ’ (1994); ‘સત્તાવન…

વધુ વાંચો >