બળદેવભાઈ કનીજિયા
મોટો ચકવો
મોટો ચકવો (Great Stone curlew) : દક્ષિણ યુરોપ, દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાનું વતની. Charadriiformes શ્રેણીના Burhinidae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ : Burhinus Oedicnemus. તે દરિયાકાંઠાના ભેજવાળા તમામ વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, નળ સરોવર અને ખીજડિયા વગેરે અન્ય ભેજવાળા પ્રદેશોમાં શિયાળામાં સામાન્ય રીતે જોવા મળે છે. કદ 22´´ એટલે કે 55…
વધુ વાંચો >મોટો ઢોમડો
મોટો ઢોમડો (Great Blackheaded Gull) : મધ્ય રશિયા અને સાઇબીરિયાથી શિયાળામાં ભારત આવતા બધા ઢોમડાઓ પૈકી સૌથી મોટું અને દમામદાર પંખી. charadriiformes શ્રેણીના Laridae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ છે : Larus inchthyaetus. તેનું કદ 66થી 72 સેમી. જેટલું હોય છે. શિયાળામાં તેનું માથું કાળાને બદલે ભૂખરું બને છે. તેમાં કાળી…
વધુ વાંચો >મોટો દૂધિયો લટોરો
મોટો દૂધિયો લટોરો (Great Indian Grey Shrike) : આખા ભારતમાં જોવા મળતું બહુ દેખાવડું અને મઝાનું પંખી. Passeriformes શ્રેણીના લૅનિડા કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ : Lanius excubitor lantora syko. એના હિંદી નામ ‘લહટોસ’ પરથી ગુજરાતીમાં લટોરો બન્યું છે. કદ કાબર જેવડું 25 સેમી. લાંબું, વજન 65 ગ્રામ. પોતાના શરીર જેટલી…
વધુ વાંચો >મોટો હંજ
મોટો હંજ (The Greater flamingo): દુનિયાભરમાં જોવા મળતું અને ભારતનું સ્થાયી નિવાસી પક્ષી. હિં. ‘બગ હંસ’; સં. ‘બક હંસ’; ગુ. બગલા; તેનું દેશી નામ હંજ અથવા સુરખાબ. ciconiformes શ્રેણીના Phoenicopleridae કુળનું પંખી. શાસ્ત્રીય નામ Phoenicopterus ruber pallas. તેની ડોક સુંદર હંસ જેવી, વળાંકવાળી, લાંબી અને પગ બગલા પેઠે ઘણા લાંબા…
વધુ વાંચો >મોડક, તારાબહેન
મોડક, તારાબહેન (જ. 19 એપ્રિલ 1892, મુંબઈ; અ. 31 ઑગસ્ટ 1973, કોસબાડ, મહારાષ્ટ્ર) : ભારતમાં મૉન્ટેસોરી પદ્ધતિ અને બાળશિક્ષણનો પાયો નાખનાર એક અગ્રણી કેળવણીકાર, બાળસાહિત્યલેખિકા અને ગિજુભાઈ બધેકાનાં સાથી. પિતા સદાશિવરાવ; માતા ઉમાબાઈ. તેઓ બંને પ્રાર્થના સમાજમાં જોડાયેલાં અને સામાજિક સેવામાં પ્રવૃત્ત રહેતાં. બાળપણ ઇન્દોરમાં. તારાબહેન 1909માં મૅટ્રિક થયાં. ત્યારપછી…
વધુ વાંચો >મૉન્ટકામ, લૂઈ જોસેફ
મૉન્ટકામ, લૂઈ જોસેફ (જ. 28 ફબ્ર્રુઆરી 1712, કેન્ડિયાક, દક્ષિણ ફ્રાન્સ; અ. 14 સપ્ટેમ્બર 1759) : ફ્રાન્સના મેજર જનરલ, ઉમરાવના પુત્ર. 15 વર્ષની ઉંમરે પાયદળમાં લશ્કરી અધિકારી તરીકે જોડાયા. 17મા વર્ષે કૅપ્ટન બન્યા, 6 વર્ષ બાદ તેમને ઉમરાવપદ મળ્યું. તે સાથે વારસામાં ભારે દેવું પણ મળ્યું. જોકે લગ્ન પછી આર્થિક સ્થિતિ…
વધુ વાંચો >મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ
મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ (જ. 1612; અ. 20 મે 1650, એડિનબરો) : સ્કૉટલૅન્ડના કૅપ્ટન-જનરલ, માત્ર 14 વર્ષની વયે તેઓ તેમના પિતા પછી મૉન્ટરોઝના પાંચમા અર્લ (ઉમરાવ) બન્યા હતા. તેમણે સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને 17 વર્ષની વયે સૉથેસ્કના ભાવિ અર્લની પુત્રી મૅગ્ડેલિન કાર્નેગી સાથે લગ્ન કર્યાં હતાં. 1637માં ચાર્લ્સ…
વધુ વાંચો >મોરવાણી, ઢોલણ ‘રાહી’
મોરવાણી, ઢોલણ ‘રાહી’ (જ. 6 જુલાઈ 1949, અજમેર, રાજસ્થાન) : સિંધી કવિ. તેમને તેમની કૃતિ ‘અંધેરો રોશન થિયે’ માટે 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સિંધી ભાષા અને સાહિત્યમાં એમ.એ. તથા મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અધ્યાપક રહેલા. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >મૉરિયેક, ફ્રાન્સિસ
મૉરિયેક, ફ્રાન્સિસ (જ. 11 ઑક્ટોબર 1885, બર્ડો, ફ્રાન્સ; અ. 1 સપ્ટેમ્બર 1970, પૅરિસ) : ફ્રાન્સના નામી નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. તેમને 1952માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તેમનો જન્મ ચુસ્ત કૅથલિકપંથી માતાપિતાને ત્યાં થયો હતો. તેમનું બાળપણ પાઇનનાં જંગલો અને દારૂનાં પીઠાં વચ્ચે વીત્યું હતું, જેણે તેમની મોટાભાગની કૃતિઓની…
વધુ વાંચો >મૉરિસન, ટોની
મૉરિસન, ટોની (જ. 18 ફેબ્રુઆરી 1931, લૉરેન, ઓહાયો) : અમેરિકાનાં મહિલા નવલકથાકાર. તેમણે અશ્વેત માટે અનામત એવી વૉશિંગ્ટન ડી.સી.ની યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને કૉર્નેલ યુનિવર્સિટીમાંથી 1955માં અંગ્રેજી સાથે અનુસ્નાતક બન્યાં. પછી તેમણે હાર્વર્ડ, યેલ અને ન્યૂયૉર્કની રાજ્ય યુનિવર્સિટીઓ સહિત અનેક યુનિવર્સિટીઓ ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1965માં તે…
વધુ વાંચો >