બળદેવભાઈ કનીજિયા

આર. રામચંદ્રન્

આર. રામચંદ્રન્ (જ. 1923 , તમરતિરુતિ, જિ. ત્રિચુર, કેરળ; અ. 3 ઑગસ્ટ 2005) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આર. રામચંદ્રન્ટે કવિતાકલ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અધ્યાપકપદે કાર્યરત રહ્યા હતા. તેઓ મલબાર ક્રિશ્ચિયન કૉલેજ, કાલિકટમાંથી આચાર્ય તરીકે સેવાનિવૃત્ત…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો (મધ્યપ્રદેશ) : આઠમીથી બારમી સદી દરમિયાનનાં પાષાણ-શિલ્પોનો વિપુલ સંગ્રહ. ચંદ્રેલા વંશના રાજાઓના શાસન દરમિયાન બંધાયેલાં જૈન તથા હિંદુ મંદિરોમાંની શિલ્પકૃતિઓ અહીં પ્રદર્શિત કરાઈ છે. તે કૃતિઓ મંદિર-સ્થાપત્ય-શિલ્પના ઉત્તમ નમૂનારૂપ છે. ‘પશ્ચિમ જૂથ’ તરીકે ઓળખાતાં હિંદુ મંદિરો તરીકે લક્ષ્મણ મંદિર (954), વિશ્વનાથ મંદિર (999), ચિત્રગુપ્ત મંદિર અને સૌથી…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર (સ્થાપના 1922) : પુરાવસ્તુઓનો સંગ્રહ. 1913થી મહારાજા સિંધિયાની સૂચના પ્રમાણે ગ્વાલિયર આસપાસની પુરાવસ્તુઓ એકત્રિત કરવામાં આવી અને તે સર્વ પ્રદર્શિત કરવા માટે આ મ્યુઝિયમની સ્થાપના થઈ. આ મ્યુઝિયમમાં પ્રાચીન શિલ્પકૃતિઓ, શિલાલેખો, વિવિધ તામ્રપત્રો, અભિલિખિત મુદ્રાઓ, પાળિયા અને શિલાસ્તંભો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વળી તેમાં ગોઠવેલી વિવિધ ધાતુ-પ્રતિમાઓ…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા (બિહાર; સ્થાપના 1917) : પુરાતત્વીય ઉત્ખનનમાંથી મળેલા અવશેષોનો સંગ્રહ. મગધના પ્રાચીન પાટનગર રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદા, બોધિગયા, દિનાજપુર અને આસપાસનાં અન્ય સ્થળોએ કરેલ ઉત્ખનનમાંથી મળી આવેલાં સંખ્યાબંધ પાષાણશિલ્પો અને ધાતુશિલ્પો અહીં પ્રદર્શિત કરાયાં છે. માટીની પકવેલી શિલ્પકૃતિઓ (terracotta), મૃત્પાત્રો, વિવિધ સિક્કાઓ અને મુદ્રાઓ મુખ્ય વિભાગમાં સચવાયાં…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ (ઉત્તર પ્રદેશ; સ્થાપના 1910) : મૌર્ય કાળ(ઈ. પૂ. બીજી સદીથી તેરમી સદી)ની શિલ્પકૃતિઓ અને હાથકારીગરીનો વિપુલ સંગ્રહ. આ મ્યુઝિયમમાં વારાણસી પાસે આવેલા સારનાથના બૌદ્ધ વિહારોના ઉત્ખનનમાંથી મળી આવેલ બારમી સદી સુધીનાં પાષાણશિલ્પો, માટીની પક્વ શિલ્પકૃતિઓ, મૃત્પાત્રો, તકતીલેખો અને મુદ્રાઓ પ્રદર્શિત કરાયાં છે. આ મ્યુઝિયમમાં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રતીક…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી (મધ્યપ્રદેશ) (સ્થાપના 1919) : ઈ. પૂ. ત્રીજી સદીથી તેરમી સદીની શિલ્પકલાકૃતિઓની વિપુલ સંખ્યા ધરાવતું સંગ્રહાલયય. સાંચીની ટેકરીઓ પરનાં સ્તૂપો, મંદિરો અને વિહારોના સર જૉન માર્શલે કરેલ ઉત્ખનન અને શોધતપાસમાંથી મળી આવેલ પુરાવશેષોનો સંગ્રહ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયો છે. સાંચીના સ્તૂપ-એક અને બેની શિલ્પકળાનાં તોરણો વિશ્વમાં અજોડ છે.…

વધુ વાંચો >

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા (સ્થાપના 1937) : પાલ અને સેન-કાળની શિલ્પકૃતિઓ(આઠમીથી બારમી સદી)નો સંગ્રહ ધરાવતું મ્યુઝિયમ. મહાન કેળવણીકાર સર આશુતોષ મુખરજીની યાદગીરીમાં તે સ્થાપવામાં આવેલું છે. પાલ અને સેન કાળની શિલ્પકૃતિઓ પ્રાચીન ગુપ્ત કાળની શિલ્પ-સંસ્કૃતિથી પ્રેરિત હોવાનું જણાય છે. પાલ રાજવીઓએ બૌદ્ધ ધર્મની શિલ્પકલાકૃતિઓ કંડારેલ મંદિરો બંધાવ્યાં. સેન…

વધુ વાંચો >

આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી

આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી (આસામ) (સ્થાપના 1940) : કામરૂપ અનુસંધાન સમિતિ (આસામ સંશોધન મંડળ) દ્વારા એકત્રિત કરાયેલ પુરાવસ્તુઓનો સંગ્રહ. આ પુરાવસ્તુઓના વિશાળ સંગ્રહને શિલાલેખો, સિક્કાઓ અને પ્રતિમાઓના વિભાગોમાં પ્રદર્શિત કરાયો છે. આસામ પ્રદેશમાંથી એકત્રિત કરાયેલ શિલ્પકૃતિઓને મુખ્ય ચાર વર્ગમાં મૂકી શકાય : પથ્થર, કાષ્ઠ, ધાતુ અને ટેરાકોટા. ગુપ્તકાળના પ્રાચીન ઉત્કીર્ણ…

વધુ વાંચો >

ઈશ્વર આંચલ

ઈશ્વર આંચલ (જ. 2 ઑક્ટોબર 1928, કરાંચી, પાકિસ્તાન; અ. 5 જુલાઈ 1998) : સિંધીના જાણીતા કવિ તથા વાર્તાકાર. મૂળ નામ ઈશ્વર નારાયણદાસ શર્મા. ‘આંચલ’ તેમનું ઉપનામ છે. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ટાંડાણા’ (અંધારી રાતમાં) માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે કોઈ ખાસ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હોતું;…

વધુ વાંચો >

ઊર્ધ્વરેષે પ્રભાકર વામન

ઊર્ધ્વરેષે, પ્રભાકર વામન (જ. 9 જાન્યુઆરી 1918, ઇન્દોર; અ. 10 જુલાઈ 1989, નાગપુર) : પ્રસિદ્ધ મરાઠી લેખક અને અનુવાદક. તેમની આત્મકથાસ્વરૂપ કૃતિ ‘હરવલેલે દિવસ’ માટે તેમને 1989નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇન્દોરમાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. મરાઠીનાં પ્રસિદ્ધ સામયિકોમાં સામાજિક…

વધુ વાંચો >