બળદેવભાઈ કનીજિયા
પી. શ્રી રામચન્દ્રુડુ
પી. શ્રી રામચન્દ્રુડુ (જ. 24 ઑક્ટોબર 1927, ઇંદુપલ્લી, આંધ્રપ્રદેશ; અ. જૂન 2015, હૈદરાબાદ આંધ્રપ્રદેશ) : સંસ્કૃત વ્યાકરણ, વેદાંત અને અલંકારશાસ્ત્રના નિષ્ણાત. તેમને તેમના નિબંધસંગ્રહ ‘को वै रस:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી, હિંદી અને સંસ્કૃતમાં એમ.એ. અને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની…
વધુ વાંચો >પીળક (Golden Oriole)
પીળક (Golden Oriole) : ભારતનું નિવાસી પંખી. તે સોના જેવું પીળું દેખાય છે. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Oriolidae કુળમાં થાય છે. તેનું શાસ્ત્રીય નામ Oriolus oriolus છે. તેનું કદ કાબર જેવડું, 22 સેમી.નું હોય છે; પણ જરા તે દૂબળું લાગે છે. નર અને માદાના રંગમાં થોડો ફરક હોય છે.…
વધુ વાંચો >પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)
પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (જ. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; અ. 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે…
વધુ વાંચો >પૂઝો મારિયો
પૂઝો, મારિયો (જ. 15 ઑક્ટોબર 1920, ન્યૂયૉર્ક; અ. 8 જુલાઈ 1999, ન્યૂયૉર્ક) : અમેરિકામાં અતિ લોકપ્રિય બનેલા ઇટાલિયન નવલકથાકાર. તેમનાં માતાપિતા કેટલાક નિરક્ષર ઇટાલિયનોની જેમ અમેરિકામાં જઈ વસેલાં. તેથી ન્યૂયૉર્કમાં જન્મેલા મારિયોએ કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન વાયુદળમાં સેવા આપી. એમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કલમનો…
વધુ વાંચો >પોન્નીલન
પોન્નીલન (જ. 1940, મોનીકેટ્ટીપોટ્ટલ, કન્યાકુમારી, તમિળનાડુ) : તમિળનાડુના પ્રગતિશીલ નવલકથાકાર, કવિ, વિવેચક, ચરિત્રલેખક અને અનુવાદક. તેમને તેમની પ્રખ્યાત નવલકથા ‘પુદિય દરિશનંગલ’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે તમિળ ઉપરાંત શિક્ષણશાસ્ત્રમાં એમ.એ.ની પદવી મેળવી. ત્યારપછી તેઓ શાળા-શિક્ષણ ખાતામાં જોડાયા. તેઓ વિશ્વશાંતિ, સાંપ્રદાયિક સદભાવ અને સામાજિક પરિવર્તનોમાં સંકલ્પપૂર્વક…
વધુ વાંચો >પ્રધાન, મત્સ્યેન્દ્ર
પ્રધાન, મત્સ્યેન્દ્ર (જ. 1939, હૅપી વૅલી ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ) : નેપાળી વિવેચક અને નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘નીલકંઠ’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તત્વજ્ઞાનમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. કિશોરાવસ્થાથી જ અનેક નેપાળી સામયિકોમાં તેમનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થવા માંડેલાં. પાછળથી…
વધુ વાંચો >પ્રપંચન
પ્રપંચન (જ. 1945, પુદુચેરી, તમિળનાડુ) : તમિળ સાહિત્યના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર. તેમની શ્રેષ્ઠ નવલકથા ‘વાનમ વસપ્પડુમ’ માટે તેમને 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ તમિળ સાહિત્યમાં પુલાવરની પદવી ધરાવે છે. માત્ર 17 વર્ષની વયે તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. આજ સુધીમાં તેમણે ટૂંકી વાર્તાના 18 સંગ્રહો, 14…
વધુ વાંચો >પ્રાણ, કિશોર
પ્રાણ, કિશોર (જ. 1926, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી રંગમંચના જાણીતા કલાકાર અને નવલકથાકાર. તેમની ખૂબ જાણીતી નવલકથા ‘શીન તે વતપોદ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ. તેમણે 30થી વધુ વર્ષો સુધી આકાશવાણીમાં કામગીરી સંભાળેલી. કાશ્મીરી, ઉર્દૂ અને હિંદી ભાષામાં સંખ્યાબંધ નાટકો…
વધુ વાંચો >પ્રેમજી પ્રેમ
પ્રેમજી પ્રેમ (જ. 1943, ઘઘટાણા, જિ. કોટા, રાજસ્થાન; અ. 1993) : જાણીતા રાજસ્થાની કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને વ્યંગ્યકાર. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘મ્હારી કવિતાવાં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જૈન કુટુંબમાં જન્મ. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી વાણિજ્યના સ્નાતક બનીને ભારત સરકારના ઇન્સ્ટ્રુમેન્ટેશન લિમિટેડ નામના ઉપક્રમમાં મદદનીશ હિસાબનીશ તરીકે…
વધુ વાંચો >પ્રેમ પ્રકાશ
પ્રેમ પ્રકાશ (જ. 7 એપ્રિલ 1932, લુધિયાણા, પંજાબ) : જાણીતા પંજાબી વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તા-સંગ્રહ ‘કુઝ અનકિહા વી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 22 વર્ષની ઉંમરે પંજાબીમાં બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. 1963માં પત્રકારત્વનો ડિપ્લોમા અને બે વર્ષ બાદ ઉર્દૂમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે બદગુજ્જરાંમાં ખેતીવાડી…
વધુ વાંચો >