બળદેવભાઈ કનીજિયા
દાસ, જગન્નાથપ્રસાદ
દાસ, જગન્નાથપ્રસાદ (જ. 1936, પુરી, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ અને નાટ્યકાર. તેમને તેમના જાણીતા ઊડિયા કાવ્યસંગ્રહ ‘આહનિક’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી મેળવી. કળાના ઇતિહાસ પર મહાનિબંધ લખીને એમણે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પછી ભારતીય વહીવટી સેવામાં પૂર્વ-સેવાનિવૃત્તિ…
વધુ વાંચો >દીક્ષિત, હરિનારાયણ
દીક્ષિત, હરિનારાયણ (જ. 13 જાન્યુઆરી 1936, પડકુલા, જિ. જાલૌન, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના મહાકાવ્ય ‘ભીષ્મચરિતમ્’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ઉલ્લેખનીય સફળતા સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ તેમજ કુમાઉં યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી હતી. વળી બનારસ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી તેમણે…
વધુ વાંચો >દૂધરાજ
દૂધરાજ (The Paradise Flycatcher) : ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોએ ઓળખવામાં આવે છે. તે અંગ્રેજીમાં rocket bird, window bird અને robin birdના નામે ઓળખાય છે. તલવાર જેવી લાંબી…
વધુ વાંચો >દેવ
દેવ (જ. 1947, જગરાંવ, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને ચિત્રકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શબ્દાંત’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને અંગ્રેજી, સ્વાહિલી, જર્મન અને સ્પેન ભાષાની જાણકારી છે. આખા યુરોપમાં તેમણે તેમનાં પ્રદર્શનો યોજ્યાં છે. તેમને પર્યટન, સંગીત અને ફોટોગ્રાફીનો શોખ છે.…
વધુ વાંચો >દેવલ, ચંદ્રપ્રકાશ
દેવલ, ચંદ્રપ્રકાશ (જ. 14 ઑગસ્ટ 1949, ગોટિયા, રાજસ્થાન) : પ્રખ્યાત રાજસ્થાની તથા હિન્દી કવિ અને વાર્તાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ‘માર્ગ’, ‘કાપડ’, ‘ટૉપનામા’, ‘ઉદીક પુરાણ’ એમના રાજસ્થાની ભાષાના કાવ્યસંગ્રહો છે. ‘બોલો માધવી’ એમનો હિન્દી કાવ્યસંગ્રહ છે જેને મીરા ઍવૉર્ડ મળ્યો…
વધુ વાંચો >દેવી, ગણેશ નારાયણદાસ
દેવી, ગણેશ નારાયણદાસ (જ. 1 ઑગસ્ટ 1950, સાંગલી, મહારાષ્ટ્ર) : જાણીતા વિવેચક અને પ્રાધ્યાપક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘આફ્ટર એમ્નીસિયા : ટ્રેડિશન ઍન્ડ ચેંજ ઇન ઇન્ડિયન લિટરરી ક્રિટિસિઝમ’ (1992)માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પિતા નારાયણદાસ દેવી અને માતા પ્રેમીલાબહેન દેવી. શાળાનું શિક્ષણ સાંગલી, મહારાષ્ટ્રમાં. ઉચ્ચ શિક્ષણ…
વધુ વાંચો >દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ
દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ (જ. 21 ઑગસ્ટ 1909, સેનદુર્જાન, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર; અ. 2000) : મરાઠીના જાણીતા કવિ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં બી. એ.ની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી. તેમની કૃતિઓની વિશેષતા એ છે કે તેમાં સંગીતમયતા અને કોઈ પણ સમસ્યા પ્રત્યે તટસ્થતા અથવા કોઈ પ્રયોગ પ્રતિ એક પ્રકારની અલિપ્તતા…
વધુ વાંચો >દેશપાંડે, શશી
દેશપાંડે, શશી (જ. 1938, ધારવાડ, કર્ણાટક) : કર્ણાટકનાં જાણીતાં અંગ્રેજી નવલકથાકાર અને વાર્તાકાર. તેમની ઉત્તમ નવલકથા ‘ધૅટ લૉન્ગ સાઇલન્સ’ માટે તેમને 1990ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રખ્યાત લેખક પરિવારમાં જન્મ. મુંબઈમાં ભણ્યાં. અર્થશાસ્ત્ર, કાયદો અને સાહિત્યમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે ભારતીય વિદ્યાભવનમાંથી પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો છે.…
વધુ વાંચો >દેશમુખ, સદાનંદ નામદેવરાવ
દેશમુખ, સદાનંદ નામદેવરાવ (જ. 1959, અમ્દાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બારેમાસ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મરાઠી સાહિત્યમાં એમ.એ. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા બાદ હાલ તેઓ એક જુનિયર કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેમણે અત્યાર સુધીમાં 5 ગ્રંથો…
વધુ વાંચો >દેશી ચાષ
દેશી ચાષ (Indian Roller or Blue Jay) : ભારતમાં ગુજરાતમાં જોવા મળતું એક સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Caracias benghalensis. હિંદી નામ ‘નીલકંઠ’ અથવા ‘સબજાક’ છે. તેનું બીજું નામ ‘લીલછા’ પણ છે. જોકે સામાન્ય રીતે તે ‘ચાષ’ નામે જાણીતું છે. આછા નીલ રંગનું આ પંખી લગભગ કબૂતરના કદનું,…
વધુ વાંચો >