બળદેવપ્રસાદ પનારા
મુખરોગો
મુખરોગો : મુખમાં થતા વિવિધ રોગો. તેના વિશે આયુર્વેદ-વિજ્ઞાનમાં બહુ વિશદ અને સુંદર વર્ણન છે. આયુર્વેદમાં ‘મુખરોગ’માં મુખનાં સાત અંગોના સંદર્ભમાં થતા રોગોનો સમાવેશ કરાયો છે. આયુર્વેદના વિવિધ ગ્રંથકારોએ થોડાંક નામ અને સંખ્યાના ફેરે 65થી 75 જેટલા મુખરોગોનું વર્ણન નીચે મુજબ કરેલ છે : મુખરોગો ક્રમ રોગ-સ્થાન પ્રકાર સુશ્રુતના મતે…
વધુ વાંચો >મૂકત્વ
મૂકત્વ : મૂકત્વ એટલે મૂંગાપણું (aphonia). આયુર્વેદવિજ્ઞાને ‘મૂંગાપણા’ના રોગને ‘વાતરોગ’ ગણ્યો છે. કફ સાથે પ્રકોપિત વાયુ-દોષથી જ્યારે મગજની અંદર રહેલી શબ્દવાહિની ધમનીમાં અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિની બોલવાની શક્તિ નાશ પામે છે ને તે મૂંગો બની જાય છે. જો દોષ થોડો હોય તો વ્યક્તિને તોતડાપણું (disphonia) થાય છે; જેમાં…
વધુ વાંચો >મૂત્રાઘાત (મૂત્રાવરોધ) (આયુર્વેદ)
મૂત્રાઘાત (મૂત્રાવરોધ) (આયુર્વેદ): આયુર્વેદમાં નિર્દિષ્ટ મૂત્રપ્રવૃત્તિનો એક રોગ. આ રોગમાં મૂત્રાશય બગડી જાય છે અને પેશાબની ઉત્પત્તિ કે વિસર્જન-પ્રવૃત્તિ બહુ જ ઓછી થઈ જાય છે. મૂત્રાશય ચૈતન્યરહિત થવાથી મૂત્રાઘાત થાય, ત્યારે પેડુ (બસ્તિ-બ્લૅડર) ભરાઈ જાય છે, પણ પેશાબની પ્રવૃત્તિ ખાસ થતી નથી. આ રોગમાં પેશાબ રોકાઈને થોડો થોડો થાય છે.…
વધુ વાંચો >મૂર્ચ્છા (આયુર્વેદ)
મૂર્ચ્છા (આયુર્વેદ) : હરતાં-ફરતાં કે બેઠાં બેઠાં જ અચાનક પડી જઈને પૂર્ણ રૂપે કે આંશિક રૂપે જ્ઞાન (ભાન) ગુમાવી દેવાની સ્થિતિ. તેને ‘બેહોશી’ કે ‘મૂર્ચ્છા’ કહે છે. આ મૂર્ચ્છારોગ (syncope or coma) સ્વતંત્ર રીતે તથા બીજા રોગના ઉપદ્રવ રૂપે એમ બે રીતે થાય છે. રોગનાં કારણો : શરીરમાં ખૂબ ઘટી…
વધુ વાંચો >મૃતસંજીવની સુરા
મૃતસંજીવની સુરા : આયુર્વેદની એક પ્રભાવશાળી પ્રવાહી ઔષધિ. આયુર્વેદમાં અનેક પ્રકારની પ્રવાહી ઔષધિઓ છે; જેમાં ક્વાથ, આસવ, અરિષ્ટ અને અર્ક જેવા પ્રકારો છે. આસવ-અરિષ્ટો એ ઔષધિઓને એક પાત્રમાં રાખી, તેમાં આથો લાવી, તૈયાર કરાય છે. આયુર્વેદની આસવ કે અર્ક પદ્ધતિએ તૈયાર થતી અનેક ઔષધિઓમાં ‘મૃતસંજીવની સુરા’ નામની એક ઔષધિ છે.…
વધુ વાંચો >મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ)
મેદ રોગ (મેદસ્વિતા, Obesity) (આયુર્વેદ) : શરીરમાં વધુ પડતી ચરબી પેદા કરતો રોગ. આ રોગના કારણે શરીર પર– ખાસ કરીને, પેટ, સાથળ, બાવડાં, છાતી, નિતંબ તથા ચહેરા પર – ચરબી(મેદ : fat)ના વધુ પડતા થર જામે છે અને શરીરનું વજન ખૂબ વધી જાય છે અને તેથી શરીર કદરૂપું કે બેડોળ…
વધુ વાંચો >યવાની ખાંડવચૂર્ણ
યવાની ખાંડવચૂર્ણ : આયુર્વેદના ‘શાર્ડ્ંગધર સંહિતા’ તથા ‘યોગરત્નાકર’ ગ્રંથમાં ‘અરોચક-ચિકિત્સા’ માટે દર્શાવેલ ઉપચાર. યવાની ખાંડવચૂર્ણનો પાઠ : (યોગરત્નાકર) : અજમો (યવાની), આંબલી, સૂંઠ, અમ્લવેતસ, દાડમના સૂકા દાણા તથા ખાટાં બોરની (સૂકી ઉપલી) છાલ – આ દરેક દ્રવ્ય 10-10 ગ્રામ લઈ પછી સૂકા ધાણા, સંચળ, જીરું અને તજ – આ દરેક…
વધુ વાંચો >યંત્ર-શસ્ત્ર-પરિચય
યંત્ર-શસ્ત્ર-પરિચય : આયુર્વેદવિજ્ઞાન માનવજીવનનું એક શ્રેષ્ઠ વિજ્ઞાન છે, જેમાં સ્વસ્થને સ્વસ્થ રહેવાનું, રોગીને ફરી સ્વસ્થ કરવાનું અને દીર્ઘાયુ જીવન આપતું જ્ઞાન છે. ચિકિત્સા ત્રણ પ્રકારની છે : મંત્રચિકિત્સા, ઔષધિચિકિત્સા અને શલ્ય-શાલાક્ય(વાઢકાપ, સર્જરી)ની ચિકિત્સા. આયુર્વેદવિજ્ઞાનમાં પ્રાચીન કાળમાં પણ સર્જરી કે વાઢકાપની વિદ્યા ખૂબ ઉન્નત કક્ષાએ હતી. ખાસ કરી મહાભારતના યુદ્ધમાં વૈદ્યો…
વધુ વાંચો >યુનાની વૈદક
યુનાની વૈદક : અરબ અને યુનાન દેશોમાં પ્રચલિત વૈદક. ઇતિહાસ : ગ્રીક સમ્રાટ સિકંદર ભારતમાં આવ્યા બાદ જ્યારે ઈ. પૂ. 327માં ગ્રીસ પાછો ફર્યો, ત્યારે તે પોતાની સાથે કેટલાક આયુર્વેદના પ્રખર વૈદ્યોને લઈ ગયો હતો. સિકંદર આયુર્વેદના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત હોઈ, તેણે ઍલેક્ઝાન્ડ્રિયામાં પોતાના દેશના ચિકિત્સકો અને ભારતીય વૈદ્યોને એકત્ર…
વધુ વાંચો >યોગરાજ ગૂગળ
યોગરાજ ગૂગળ : એક આયુર્વેદિક ઔષધિ. ‘યોગરાજ ગૂગળ’ના વિવિધ અનેક પાઠ જોવા મળે છે. જેમાં ભસ્મો ઉમેરી હોય તે ‘મહાયોગરાજ’ અને જેમાં ભસ્મો ન હોય તે ‘લઘુયોગરાજ’. લઘુયોગરાજના પણ ‘આયુર્વેદ નિબંધમાળા’ કે ‘રસતંત્રસાર’નો પાઠ તથા ‘આર્યભિષક્’માં આપેલ ‘બોપદેવશતક’વાળો એમ બે પાઠ છે. અત્રે બોપદેવશતકનો ‘આર્યભિષક્’માં આપેલ પાઠ આપ્યો છે. આ…
વધુ વાંચો >