પ્ર. ઉ. શાસ્ત્રી
નરક
નરક : ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્યે કરેલાં પાપકર્મોની સજા ભોગવવાનું સ્થળ. ક્યારેક આ જગતમાં ખરાબ કાર્ય કરવા પીડા સહેવી પડે તો તે પીડાને પણ નરક કહે છે. ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્ય પુણ્યકાર્યો કરે તો સ્વર્ગનાં સુખો મળે છે; પરંતુ પાપ કરે તો નરકનાં દુ:ખો ભોગવવાં પડે છે. ધર્મશાસ્ત્ર અને પુરાણો માને છે…
વધુ વાંચો >નરહરિ સરસ્વતીતીર્થ
નરહરિ સરસ્વતીતીર્થ (ઈ. સ. તેરમી સદી) : સંસ્કૃત સાહિત્યના આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘બાલચિત્તાનુરંજની’ નામની ટીકાના લેખક. તેમનું સાંસારિક નામ નરહરિ હતું. એ પછી સંન્યાસ લીધા બાદ તેમને ‘સરસ્વતીતીર્થ’ એવા નામે ઓળખવામાં આવેલા. તે આંધ્રપ્રદેશના વતની અને વત્સગોત્રના બ્રાહ્મણ હતા. તે ત્રિભુવનગિરિ નામના નગરના રહેવાસી હતા, છતાં કાશીમાં રહીને તેમણે…
વધુ વાંચો >નરેન્દ્રપ્રભસૂરિ
નરેન્દ્રપ્રભસૂરિ (ઈ. સ.ની તેરમી સદી) : હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. ‘કાકુત્સ્યકેલિ’ નામનું સંસ્કૃત નાટક, ‘અલંકારમહોદધિ’ નામનો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ અને પ્રાકૃત ભાષામાં ‘સદગુરુપદ્ધતિ’ નામની રચના તેમણે કરેલ છે. તેઓ સુપ્રસિદ્ધ જૈન લેખક હેમચંદ્રની શિષ્યપરંપરાના જૈન સાધુ હતા. હર્ષપુરીયગચ્છના જયસિંહસૂરિના શિષ્ય અભયદેવસૂરિ હતા. આ અભયદેવસૂરિના શિષ્ય હેમચંદ્ર જાણીતા જૈન લેખક હતા. હેમચંદ્રસૂરિના શિષ્ય…
વધુ વાંચો >નવગ્વ
નવગ્વ : ‘નવ’ એ સંખ્યાવાચક શબ્દ પરથી બનેલો આ શબ્દ ઋગ્વેદમાં વપરાયેલો છે. ‘દશગ્વ’ શબ્દની સાથે તેનો પ્રયોગ ઋગ્વેદમાં 1/62/4, 2/34/12, 3/39/5 અને 5/29/2 – એ ચાર સ્થળોએ થયો છે. નવની સંખ્યામાં ઇન્દ્રની મદદે જનારા ઇન્દ્રનાં ભક્ત એવાં કુળો કે કુટુંબો આ ‘નવગ્વ’ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. નવગ્વ શબ્દ…
વધુ વાંચો >નવરાત્રી
નવરાત્રી : હિંદુ તિથિપત્ર અનુસાર મુખ્યત્વે આસો માસના પ્રથમ નવ દિવસો દરમિયાન ચાલતો હિંદુઓનો શક્તિપૂજાનો તહેવાર. તાંત્રિકો અને શાક્ત સંપ્રદાયના લોકો હિંદુ 12 મહિનાઓમાં બેકી માસના પ્રથમ નવ દિવસો દરમિયાન પણ નવરાત્રી માને છે. નવરાત્રીમાં દેવી પાર્વતીના એક સ્વરૂપ દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે. પરિણામે બંગાળમાં તેને ‘દુર્ગાપૂજા’…
વધુ વાંચો >નંદી
નંદી : ભારતીય પુરાણો અનુસાર ભગવાન શિવનો દ્વારપાળ, મુખ્યગણ અને એકમાત્ર વાહન. નંદી, નંદીશ્વર, નંદિક, નંદિકેશ્વર, શાલંકાયન, તાંડવતાલિક, શૈલાદિ વગેરે નામો વડે તે ઓળખાય છે. કશ્યપ અને સુરભિ(એટલે કામધેનુ)નો તે પુત્ર છે, એમ કેટલાંક પુરાણો માને છે. બીજાં કેટલાંક પુરાણો તેને શિલાદ મુનિનો પુત્ર માને છે. શિવપુરાણ તેને શિવનો અવતાર…
વધુ વાંચો >નાગ
નાગ : કશ્યપ ઋષિ અને દક્ષપુત્રી કદ્રુના પુત્રો. કશ્યપ અને કદ્રુના એક હજાર પુત્રો નાગ તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામ્યા છે. એમાં શેષનાગ, વાસુકિ, કર્કોટક, શંખ, મહાશંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, મહાપદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, પુષ્પદંત, શુભાનન, શંકુસોમા, બહુલ, વામન, પાણિન, કપિલ, દુર્મુખ, પતંજલિ, કૂર્મ, કુલિક, અનંત,…
વધુ વાંચો >નાટક
નાટક સ્વરૂપ નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ માનવ-અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય છે. ‘નાટક’ શબ્દ ‘નટ્’ ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી. આમ, નાટક કે નાટ્યને…
વધુ વાંચો >નાટકલક્ષણરત્નકોશ
નાટકલક્ષણરત્નકોશ : તેરમી સદીમાં રચાયેલો નાટ્યશાસ્ત્રની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. તેમાં નાટક વગેરે રૂપક પ્રકારનાં વિભિન્ન તત્વોનાં લક્ષણરત્ન અર્થાત્ તેમની ઉત્તમ વ્યાખ્યાઓ એકઠી કરવામાં આવી હોવાથી તેને ‘નાટકલક્ષણરત્નકોશ’ એવું શીર્ષક લેખકે આપ્યું છે. તેનું સંક્ષિપ્ત નામ ‘રત્નકોશ’ એવું લેખકે પોતે જ આપ્યું છે. લેખકનું નામ સાગર છે, પરંતુ તેઓ નંદી…
વધુ વાંચો >નાથ સંપ્રદાય
નાથ સંપ્રદાય : યોગવિદ્યાપરક પાશુપત શૈવ સિદ્ધાંતમાં માનતા યોગીઓનો સંપ્રદાય. નાથ એટલે જગતના રક્ષક કે સ્વામી યોગેશ્વર શિવ. તે સર્વપ્રથમ નાથ હોવાથી આદિનાથ કહેવાય છે. તેમનાથી આ સંપ્રદાયનો ઉદભવ થયો છે. એ પછી મત્સ્યેન્દ્રનાથ વગેરે બીજા આઠ નાથો નાથ સંપ્રદાયમાં થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથે લખેલા ‘કૌલજ્ઞાન-નિર્ણય’ નામના ગ્રંથ મુજબ કૃતયુગમાં જે…
વધુ વાંચો >