પ્રહલાદ છ. પટેલ
રામન, ચંદ્રશેખર વેંકટ (સર)
રામન, ચંદ્રશેખર વેંકટ (સર) (જ. 8 નવેમ્બર 1888, તિરુચિરાપલ્લી, ભારત; અ. 21 નવેમ્બર 1970, બૅંગ્લોર) : પ્રકાશના પ્રકીર્ણન ઉપર સંશોધન કરી રામન ઘટનાની શોધ કરનાર અને તે માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ભૌતિકવિજ્ઞાની. રામન બાળપણથી જ અસાધારણ હતા. 11 વર્ષની વયે તેમણે મૅટ્રિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.…
વધુ વાંચો >રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્
રામનાથન્, કલપતિ રામકૃષ્ણન્ (જ. 1893, કલપતિ, જિ. પાલઘાટ; અ. 1985, અમદાવાદ) : અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા-(PRL)ના પ્રથમ નિયામક, મોસમવિજ્ઞાની (meteorologist) અને ઓઝોનસ્તરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભ્યાસી અને સંશોધક. તેમણે શાળાનું શિક્ષણ પાલઘાટની શાળા અને વિક્ટોરિયા કૉલેજમાંથી લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં દાખલ થયા અને ત્યાંથી તેમણે ભૌતિકવિજ્ઞાનના વિષય…
વધુ વાંચો >રામન્ના, રાજા
રામન્ના, રાજા (જ. 28 જાન્યુઆરી 1925, મૈસૂર, કર્ણાટક) : પ્રથમ પોકરણ પરમાણુ-પરીક્ષણ જેમની નિગાહબાની હેઠળ કરવામાં આવેલ તે ભારતના પરમાણુવિજ્ઞાની. મજબૂત મનોબળ અને સમર્પણની ભાવનાવાળાં માતા રુક્મિણીજીનું જીવન વૃંદાવન-ઉદ્યાન જેવું ભાતીગળ અને સ્ફૂર્તિપ્રેરક હતું. તેમના પિતૃપક્ષેથી સાહિત્ય અને સંસ્કારોની ગંગોત્રી વહેતી હતી. આથી રાજાના ઉછેર અને વિકાસમાં કોઈ કચાશ રહી…
વધુ વાંચો >રાયચૌધરી, અમલકુમાર
રાયચૌધરી, અમલકુમાર (જ. 14 સપ્ટેમ્બર 1923, બોરિસાલ, બાંગ્લાદેશ) : ભારતના સાપેક્ષવાદના પ્રણેતા અને સૈદ્ધાંતિક બ્રહ્માંડવિજ્ઞાનના સંશોધક અને પ્રખર અભ્યાસી. પિતા સુરેશચંદ્ર અને માતા સુરબાલાના સાંસ્કારિક વારસા રૂપે તેઓ સૌમ્ય અને સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે કલકત્તા યુનિવર્સિટીમાં જોડાયા. 1942માં બી.એસસી.,…
વધુ વાંચો >રાવ, ઉડિપી રામચંદ્ર
રાવ, ઉડિપી રામચંદ્ર (જ. 10 માર્ચ 1932, એડમર [કર્ણાટક]) : વિખ્યાત અવકાશવિજ્ઞાની અને ભારતીય અવકાશ-કાર્યક્રમના પૂર્વ અધ્યક્ષ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના રાજ્યમાંથી લીધું. વિજ્ઞાન સાથે સ્નાતક થયા પછી અનુસ્નાતક અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી ભૌતિકવિજ્ઞાન સાથે 1953માં એમ.એસસી. થયા. તે પછી અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળામાં તેમણે બ્રહ્માંડ…
વધુ વાંચો >રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર
રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી…
વધુ વાંચો >રુન્કૉર્ન સ્ટેનલી કીથ
રુન્કૉર્ન સ્ટેનલી કીથ (જ. 19 નવેમ્બર 1922, સાઉથ પૉર્ટ, લકેશાયર, ઇંગ્લૅન્ડ) : પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણો(reversals)નો પુરાવો આપનાર પ્રથમ બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની (geophysicist). આવા ઉત્ક્રમણને ભૂભૌતિક ધ્રુવીય (polar) ઉત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1956થી 196૩ સુધી તે ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક તરીકે રહ્યા. પછી તે 196૩માં ન્યૂકૅસલ…
વધુ વાંચો >રેડિયો તસવીર
રેડિયો તસવીર : રેડિયો-તરંગોની મદદથી દૂરના અવકાશીય પદાર્થોની મેળવવામાં આવતી તસવીરો. રેડિયો-તરંગો વિદ્યુતચુંબકીય વિકિરણનો અંશ છે. તે ઓછી આવૃત્તિ અને મોટી તરંગલંબાઈ ધરાવતું વિદ્યુત-ચુંબકીય વિકિરણ છે. રેડિયો-તરંગોની આવૃત્તિ આશરે 10 કિલોહર્ટ્ઝ અને 1,00,000 મેગાહર્ટ્ઝ વચ્ચે હોય છે. તેમની તરંગલંબાઈનો ક્રમ મિલિમીટરથી કિલોમીટર વચ્ચે હોય છે. રેડિયો-તરંગો, વિદ્યુત-ચુંબકીય વિકિરણ હોઈ, પ્રકાશની…
વધુ વાંચો >રેનોલ્ડ્ઝ આંક
રેનોલ્ડ્ઝ આંક : સ્નિગ્ધ પ્રવાહનું લક્ષણ અને વર્તણૂક નક્કી કરતો પરિમાણવિહીન આંક. તેને નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકાય છે : ………………………………………………………………………………………………..(1) જ્યાં, ρ, તરલની ઘનતા; V, ધારાનો વેગ; L, લાક્ષણિક લંબાઈ- માપ અને μ, તરલની સ્નિગ્ધતા છે. રેનોલ્ડ્ઝ આંક સ્નિગ્ધ પ્રવાહ-વિશ્લેષણમાં પ્રાધાન્ય ધરાવે છે. 1883માં ઑસ્બૉર્ન રેનોલ્ડ્ઝે આ આંકને સૂત્રબદ્ધ…
વધુ વાંચો >રૅન્કિન ચક્ર
રૅન્કિન ચક્ર : ઉષ્માયંત્ર(engine)માં પ્રવાહીના દબાણ અને તાપમાનમાં આદર્શ ચક્રીય ફેરફારોનો અનુક્રમ. વરાળથી કે પાણીથી ચાલતા એન્જિનના તાપમાનને અનુરૂપ દબાણમાં ફેરફારો જોવા મળે છે. વરાળથી ચાલતા પાવર-પ્લાન્ટની કામગીરીના ઉષ્માયાંત્રિકીય (thermodynamics) ક્રમનિર્ધારણ માટે તેનો ઉપયોગ થાય છે. સ્કૉટિશ ઇજનેર વિલિયમ જે. એમ. રૅન્કિને 1859માં આ ચક્રનો ખ્યાલ આપ્યો હતો. રૅન્કિન ચક્રમાં,…
વધુ વાંચો >