પ્રહલાદ છ. પટેલ
બ્લૅક હોલ
બ્લૅક હોલ : પ્રચંડ ગુરુત્વાકર્ષણબળ ધરાવતો નાનો, અતિશય ભારે અને અદૃશ્ય ખગોલીય પિંડ. તે એટલું બધું પ્રચંડ ગુરુત્વાકર્ષીય ક્ષેત્ર ધરાવે છે કે તેની આસપાસનો અવકાશ સાપેક્ષવાદ(relativity)ના સિદ્ધાંત મુજબ વક્ર બને છે અને ગુરુત્વાકર્ષીય સ્વબંધ(self closure) રચે છે. એટલે કે એવો વિસ્તાર રચાય છે જેમાંથી કોઈ પણ કણ અથવા ફોટૉન (પ્રકાશ)…
વધુ વાંચો >ભટનાગર, શાંતિસ્વરૂપ
ભટનાગર, શાંતિસ્વરૂપ (જ. 21 ફેબ્રુઆરી 1894, ભેરા, જિ. શાહપુર; અ. 1 જાન્યુઆરી 1955, દિલ્હી) : ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવંતા કવિ. તેમણે શાળાનું શિક્ષણ લાહોરમાંથી લીધું. અભ્યાસમાં તેજસ્વી હતા અને ખાસ કરીને ઉર્દૂ ભાષાના સારા અભ્યાસી હતા. 1916માં બીએસ.સી.ની ઉપાધિ મેળવી. દયાળસિંઘ કૉલેજ ટ્રસ્ટની શિષ્યવૃત્તિ મળતાં તેઓ…
વધુ વાંચો >ભવિષ્યવિદ્યા
ભવિષ્યવિદ્યા (futurology) : વર્તમાનમાં જે કંઈ બની રહ્યું છે, જે કાંઈ જોવા-જાણવા મળે છે, તેને આધારે ભાવિવલણોનું અર્થઘટન કરતી, વીસમી સદીમાં વિકસેલી વિદ્યાશાખા. ભવિષ્યનું અનુમાન કરવા માટે કોઈ એકલદોકલ વસ્તુ કે ઘટના પર્યાપ્ત નથી. ભાવિના ઊંડાણમાં ઊતરવા માટે વિવિધ સામાજિક અને વૈજ્ઞાનિક પૂર્વધારણાઓ(postulates)નો સહારો લેવો પડે છે. તેમાં અટકળ (conjectiurs),…
વધુ વાંચો >ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર
ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (Bhabha Atomic Research Center – BARC), ટ્રૉમ્બે : ન્યૂક્લિયર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ વિદ્યાશાખાઓમાં મૂળભૂત અને પ્રાયોજિત સંશોધનની સુવિધાઓ અને જવાબદારીઓ અદા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા સંશોધન અને વિકાસ માટે આવશ્યક પ્રશિક્ષણ વિજ્ઞાન તથા ટેક્નૉલોજીના ક્ષેત્રના અધિકારી જનોને આપે છે, અને તે રીતે એ ક્ષેત્રોમાં…
વધુ વાંચો >ભાભા, હોમી જહાંગીર
ભાભા, હોમી જહાંગીર (જ. 30 ઑક્ટોબર 1909, મુંબઈ; અ. 24 જાન્યુઆરી 1966, મૉં બ્લાં, આલ્પ્સ, યુરોપ) : ભારતના ન્યૂક્લિયર કાર્યક્રમના આયોજક અને અમલકર્તા. તેઓ ધનવાન પારસી કુટુંબમાં જન્મ્યા હતા અને જમશેદજી તાતાના નજીકના સગા હતા. શરૂઆતનું શિક્ષણ તેમણે કથીડ્રલ અને જૉન કૅનન હાઈસ્કૂલમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજ તથા…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >મરડ-બળ
મરડ-બળ (Torsion) : કોઈ પણ ઘટકની અક્ષને લંબ રૂપે લાગતા બળયુગ્મને કારણે પેદા થતી વિકૃતિ (strain). મરડ-બળને વળ-વિકૃતિ (twisting deformation) તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં, મરડ-બળ અવારનવાર વલન (વળાંક) અથવા અક્ષીય પ્રણોદ (thrust) સાથે સંકળાયેલ હોય છે. દંડ (shaft) ચલાવતા દંતચક્ર (gears) અથવા ગરગડી અથવા વહાણ માટેના નોદક(propellor)માં આવું…
વધુ વાંચો >મસ્કાવા તોશીહિડે
મસ્કાવા તોશીહિડે (જ. 7 ફેબ્રુઆરી 1940, જાપાન) : જાપાની સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ભૌતિકવિજ્ઞાનનો આ પુરસ્કાર તેમને મકોટો કોબાયાશી અને યોઇચિરો નાન્બુની ભાગીદારીમાં મળ્યો છે. તેઓ આઇચી પ્રિફેક્ચર(Aichi Prefecture)ના વતની છે. 1962માં તેઓ નગોયા (Nagoya) યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. 1967માં તે જ સંસ્થામાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે…
વધુ વાંચો >મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર
મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં…
વધુ વાંચો >મહાવિસ્ફોટ
મહાવિસ્ફોટ (Big Bang) : વિશ્વના આરંભે મળતી અસામાન્યતા (singularity). આ મહાવિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. તે છતાં અતિદાબ હેઠળ જકડાઈ રહેલી ઊર્જાના વિસ્ફોટને કારણે તે થયો હોવાનું મનાય છે. તે સાથે તેનાં અભ્યાસ અને અર્થઘટનોના પ્રયાસો ચાલુ જ છે. બ્રહ્માંડવિજ્ઞાન(cosmology)ના સિદ્ધાંતોને આધારે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આશરે 12થી 20…
વધુ વાંચો >