પ્રવીણસાગર સત્યપંથી

કાષ્ઠ-આધારિત રસાયણો

કાષ્ઠ-આધારિત રસાયણો : કાષ્ઠમાંથી મેળવવામાં આવતાં રસાયણો. પ્રાચીન સમયમાં કાષ્ઠમાંથી ઘણાં રસાયણો મેળવવામાં આવતાં. કાષ્ઠમાંથી રસાયણો મેળવવાની પ્રાવૈધિક ઉપયોગિતા અને આર્થિક યોગ્યતા વ્યવહારુ માલૂમ પડી છે ત્યાં તે પ્રક્રિયા ચાલુ રાખવામાં આવેલી છે. કાષ્ઠવૃક્ષો(woody plants)માં પ્રકાશ- સંશ્લેષણથી બનેલાં ઘણાં કાર્બનિક સંયોજનો છે. ઘણાં વર્ષો પૂર્વે આ વૃક્ષો જમીનમાં જીવાવશેષ તરીકે…

વધુ વાંચો >

કીટીન

કીટીન : > C = C = O સમૂહ ધરાવતો કાર્બનિક સંયોજનોનો એક વર્ગ, જેમાંનો એક CH2 = C = O કીટીન પોતે છે. તે એસેટિક એન્હાઇડ્રાઇડ અને અન્ય ઔદ્યોગિક રસાયણો બનાવવામાં ઉપયોગી છે. કીટીન અસંતૃપ્ત કીટોન સૂચવે છે. પણ ગુણધર્મો કાર્બોક્સિલિક ઍસિડ એન્હાઇડ્રાઇડને મળતા આવે છે. એસેટિક ઍસિડ અથવા…

વધુ વાંચો >

કુદરતી વાયુ

કુદરતી વાયુ (natural gas) : પોપડાના છિદ્રાળુ ખડકોમાંથી મળી આવતો દહનશીલ વાયુ. તે ખનિજ તેલની સાથે ઉપલા થર તરીકે અથવા તેની નજીકના ભંડારમાં મળી આવે છે. ખનિજ તેલથી સ્વતંત્ર વાયુક્ષેત્ર (gas field) પણ હોઈ શકે છે. સામાન્ય રીતે તે મથાળા (ટોપી) રૂપે (gas cap), જથ્થા રૂપે (mass of gas) અને…

વધુ વાંચો >

કુલોમેટ્રિક વિશ્લેષણ

કુલોમેટ્રિક વિશ્લેષણ : કોઈએક વિદ્યુતવિભાજ્ય પદાર્થને તેના દ્રાવણમાંથી મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો (કુલોંબમાં) માપીને પદાર્થનો જથ્થો નક્કી કરવાની વીજરાસાયણિક પદ્ધતિ. ફેરાડેના નિયમ પ્રમાણે પદાર્થના દ્રાવણમાંથી તેનો એક તુલ્યભાર મેળવવા માટે 96,487 કુલોમ્બ અથવા એક ફેરાડે વિદ્યુતભારની જરૂર પડે છે. પ્રક્રિયા માટે જરૂરી કુલોમ્બ માપી તે પરથી અનુમાપ્યનું તુલ્યપ્રમાણ…

વધુ વાંચો >

કૂન રિકાર્ડ

કૂન રિકાર્ડ (જ. 3 ડિસેમ્બર 1900, વિયેના; અ. 1 ઑગસ્ટ 1967, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન જૈવરસાયણવિદ. 1922માં મ્યુનિક યુનિવર્સિટીમાંથી વિલસ્ટેટરની દેખરેખ નીચે ઉત્સેચકો વિશે સંશોધનકાર્ય કરીને ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1926થી 1929નાં વર્ષો દરમિયાન ઝ્યુરિકની ટૅક્નિકલ સ્કૂલમાં કામ કર્યું. ત્યારપછી  હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે અને પછી કૈસર વિલહેલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ…

વધુ વાંચો >

કેક્યુલે ફ્રેડરિક ઑગસ્ટ

કેક્યુલે, ફ્રેડરિક ઑગસ્ટ (જ. 7 સપ્ટેમ્બર 1829, ડાર્મસ્ટાટ; અ. 13 જુલાઈ 1896, બૉન) : સંરચનાત્મક કાર્બનિક રસાયણના સ્થાપક અને બેન્ઝીનૉઇડ સંયોજનો માટે વલય સંરચના સૂચવનાર જર્મન રસાયણજ્ઞ. 1847માં તે ગીસન યુનિવર્સિટીમાં સ્થાપત્યના અભ્યાસ માટે દાખલ થયા. પરંતુ જર્મન રસાયણવિદ લીબિખના આકર્ષણને લીધે રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. પૅરિસમાં વધુ અભ્યાસ કરીને…

વધુ વાંચો >

કૅડમિયમ

કૅડમિયમ (Cd)  : આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIb) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1817માં જર્મન રસાયણશાસ્ત્રની ફ્રેડરિક શ્ટ્રોમાયરે ઝિંક સંયોજનના ધૂમપથ (flue = ) માંથી તેને શોધી કાઢ્યું અને તેનું Cadmia fornacum એટલે ‘ભઠ્ઠીનું ઝિંક’ નામ પાડ્યું. છેવટે તેનું નામ કૅડમિયમ રાખવામાં આવ્યું. તે સંક્રમણ ધાતુતત્વ છે અને ઝિંક ધાતુને મળતું આવે…

વધુ વાંચો >

કૅનિઝારો સ્તાનિસ્લાઓ

કૅનિઝારો, સ્તાનિસ્લાઓ (જ. 13 જુલાઈ 1826, પાલેર્મો; અ. 10 મે 1910, રોમ) : ઇટાલિયન રસાયણશાસ્ત્ર. શિક્ષક, ઇટાલિયન સેનેટના સભ્ય અને તેના ઉપપ્રમુખ. 1845-46માં રાફાએલ પિરિયાને સેલિસિલિક ઍસિડ પ્રથમ વાર બનાવવામાં તેમણે મદદ કરી હતી. સિસિલીના બંડમાં ભાગ લેવા બદલ તેમને 1848માં મોતની સજા ફરમાવવામાં આવી હતી. પણ ત્યાંથી છટકી માર્સેલ્સ…

વધુ વાંચો >

કૅફીન

કૅફીન (C8H10N4O2) : ઝૅન્થીન સમૂહનું આલ્કલૉઇડ (1, 3, 7 ટ્રાયમિથાઇલઝૅન્થીન). ચાનાં પત્તાં (5 %), કૉફી (1થી 2 %), કોકો, કોલા કાષ્ઠફળ (1થી 20 %), યરબામાતેનાં પાન, ગૌરાના પેસ્ટ, કૈકો વગેરેમાં તે મળી આવે છે. કૅફીન-મુક્ત કૉફીની બનાવટમાં તે ઉપપેદાશ તરીકે મળી આવે છે. થિયોફાઇલીન અથવા થિયોબ્રોમીનના મેથિલેશનથી મોટા પાયે તેનું…

વધુ વાંચો >

કેમર્જી

કેમર્જી : અખાદ્ય કૃષિનીપજોનો લાભપ્રદ ઉપયોગ કરવા માટે વિકસાવાયેલી પ્રયુક્ત વિજ્ઞાનની શાખા. chem = રસાયણવિજ્ઞાન, તથા urgy = કાર્ય, પરથી બનેલો આ શબ્દ 1930થી 1950 દરમિયાન વિશેષ પ્રચલિત થયો. કેમર્જી સંકલ્પના રસાયણશાસ્ત્ર, જીવરસાયણ, ભૌતિકશાસ્ત્ર, જીવાણુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ઇજનેરી વગેરે શાખાઓને આવરી લે છે. ખેતપેદાશોની વધારાની નીપજનો શો ઉપયોગ કરવો તે…

વધુ વાંચો >