પ્રવીણસાગર સત્યપંથી

ચા ઉદ્યોગ

ચા ઉદ્યોગ પીણા માટે ઉપયોગમાં લેવાતી, ચાના છોડનાં પાંદડાંમાંથી સૂકી અને પ્રક્રિયા કરેલી ચાની પત્તી અથવા ભૂકીના ઉત્પાદન માટેનો ઉદ્યોગ. આવી પત્તી અથવા ભૂકીને ઉકળતા પાણીમાં નાંખવાથી તૈયાર થતા પીણાનો ઉપયોગ દુનિયાના મોટા ભાગના દેશોમાં બહોળા પ્રમાણમાં થાય છે. હાલમાં ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. બીજા નંબરે…

વધુ વાંચો >

છાશ

છાશ : માખણ બનાવતાં મળતી ઉપપેદાશ. દૂધમાંથી દહીં બનાવ્યા પછી તેમાં પાણી ઉમેરી તેને વલોવી તૈયાર કરેલું પ્રવાહી મિશ્રણ પણ છાશ છે. તેમાં મુખ્યત્વે આશરે 90 % પાણી, 5 % દુગ્ધ-શર્કરા (milk sugar) અને આશરે 3 % કેસીન હોય છે. તેમાં થોડા પ્રમાણમાં માખણનું તેલ (butter fat) અને લૅક્ટિક ઍસિડ…

વધુ વાંચો >

છિદ્રસંશ્લેષણ (aperture synthesis)

છિદ્રસંશ્લેષણ (aperture synthesis) : નાના છિદ્રવાળા બે કે વધુ રેડિયો ટેલિસ્કોપને શ્રેણીમાં ગોઠવી અને પૂર્ણ કદનું છિદ્ર સંશ્લેષિત કરી અવકાશમાંના તારાઓ તેમજ નિહારિકાઓનું સારી વિભેદનશક્તિ(resolving power)વાળું પ્રતિબિંબ મેળવવાની પદ્ધતિ. આ પરિઘટનામાં પૂર્ણ કદનું છિદ્ર સમાન કદનાં નાનાં અવકાશી છિદ્રોમાં વિભાજિત થયેલ હોય છે, જે દરેક પ્રકારની સ્થિતિ અને દિગ્વિન્યાસ(orientation)માં સંયોજિત…

વધુ વાંચો >

જીવરસાયણ ઇજનેરી (biochemical engineering)

જીવરસાયણ ઇજનેરી (biochemical engineering) : જૈવિક (biological) અને જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓનાં  વિકાસ, રચના, પ્રક્રમો, નિયંત્રણ અને વિશ્લેષણનો અભ્યાસ. તે જૈવપ્રાવૈધિક (biotechnology) વિજ્ઞાન પણ કહેવાય છે. તે બહુશાખીય (multidisciplinary) વિદ્યાશાખા છે અને વૈજ્ઞાનિક તેમજ ઇજનેરી ક્ષેત્રની વિશાળ અભ્યાસસામગ્રીને આવરી લે છે. જૈનરસાયણશાસ્ત્ર (biochemistry), સૂક્ષ્મજીવાણુશાસ્ત્ર (microbiology) અને ઇજનેરી વિદ્યાશાખાના સુગ્રથિત વિનિયોગથી સૂક્ષ્મ…

વધુ વાંચો >

જેનર, એડવર્ડ

જેનર, એડવર્ડ (જ. 17 મે 1749, બર્કલી, ગ્લાસ્ટરશાયર; અ. 26 જાન્યુઆરી 1823, બર્કલી) : બળિયાની રસીના શોધક. જન્મ ઇંગ્લૅન્ડના ગામડામાં એક પાદરીને ત્યાં થયો. 5 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. પાદરી મોટા ભાઈએ જેનરને ઉછેર્યા. નાનપણથી જ કુદરત તરફ પ્રેમ હતો, જે તેમના મૃત્યુ સુધી કાયમ રહ્યો. તેમણે પાઠશાળા(grammar school)માં…

વધુ વાંચો >

જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ

જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ (જ. 3 ફેબ્રુઆરી 1857, કૉપેનહેગન; અ. 11 નવેમ્બર 1927, કૉપેનહેગન) : ડેન્માર્કના વનસ્પતિશાસ્ત્રી અને જનીનશાસ્ત્રી (geneticist). તેમના વનસ્પતિશાસ્ત્રના આનુવંશિક પ્રયોગોથી ડચ વનસ્પતિશાસ્ત્રી હ્યૂગો દ ફ્રીસના વિકૃતિના સિદ્ધાંત(theory of mutation)ને સારો એવો ટેકો મળ્યો. હ્યૂગો દ ફ્રીસના સિદ્ધાંત પ્રમાણે વિકૃતિ(mutation)ની અસર હેઠળ જનનકોષોના આનુવંશિકતાના ગુણધર્મોમાં એકદમ પરિવર્તન થઈ…

વધુ વાંચો >

જ્યૉફ્રોય સેઇન્ટ-હિલેર એતીન

જ્યૉફ્રોય સેઇન્ટ-હિલેર એતીન (જ. 15 એપ્રિલ 1772, એતામ્પ, ફ્રાન્સ; અ. 19 જૂન 1844, પૅરિસ) : સંઘટનની એકાત્મતા(unity of composition)નો નિયમ પ્રતિપાદિત કરનાર ફ્રેંચ પ્રકૃતિવિદ. તેમણે એવી ધારણા રજૂ કરી કે તુલનાત્મક શરીરવિજ્ઞાન(comparative anatomy)ના મુખ્ય સિદ્ધાંત તરીકે સૌ પ્રાણીઓ માટે પાયારૂપ એવી એક સુસંગત સંરચનાકીય રૂપરેખા (consistent structural plan) હોય છે.…

વધુ વાંચો >

ટિટેનિયમ

ટિટેનિયમ : આવર્ત કોષ્ટકના ચોથા (અગાઉના IVA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ સંજ્ઞા Ti. તે રાસાયણિક રીતે સિલિકોન અને ઝર્કોનિયમને મળતું આવે છે. પ્રથમ શ્રેણીના સંક્રમણ તત્વ તરીકે તે વેનેડિયમ અને ક્રોમિયમ સાથે પણ સમાનતા ધરાવે છે. વિપુલતાની ર્દષ્ટિએ ઍલ્યુમિનિયમ, આયર્ન અને મૅગ્નેશિયમ પછી નિર્માણાત્મક (structural) તત્વ તરીકે તેનું ચોથું અને સામાન્ય…

વધુ વાંચો >

ટિન (કલાઈ)

ટિન (કલાઈ) : આવર્તક કોષ્ટકના 14મા (અગાઉના IV B) સમૂહનું રાસાયણિક્ ધાતુતત્વ. સંજ્ઞા Sn. ઈ. સ. પૂ. 4000–3500માં દક્ષિણ મેસોપોટેમિયા(હાલના ઇરાક)ના ઉર શહેરમાં ટિન અને કૉપરની મિશ્રધાતુ(કાંસું)માંથી સાધનો બનાવવામાં આવતાં. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 0.001 % જેટલું છે. તેનું મુખ્ય ખનિજ કેસિટરાઇટ SnO2 છે. ટિનનાં કેટલાંક ખનિજમાં ગંધક સંયોજાયેલો હોય…

વધુ વાંચો >

ટેક્નીશિયમ

ટેક્નીશિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહમાં આવેલ દ્વિતીય સંક્રમણ શ્રેણીનું ધાતુતત્વ. સંજ્ઞા Tc; પરમાણુક્રમાંક 43; ઇલેક્ટ્રૉનીય સંરચના 1s22s22p63s23p63d104s24p64d65s1; પરમાણુભાર 98.906; યુરેનિયમના સ્વયંભૂ વિખંડન(fission)ને કારણે તે અતિઅલ્પ પ્રમાણમાં મળી આવે છે. અગાઉ તેને માસુરિયમ નામ અપાયેલું પરંતુ તે કૃત્રિમ રીતે બનાવાયેલું પ્રથમ તત્વ હોવાથી હવે તેને ટેક્નીશિયમ (ગ્રીક…

વધુ વાંચો >