પ્રવીણચંદ્ર પરીખ

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો

સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો  : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…

વધુ વાંચો >

સારનાથનો શિલ્પવૈભવ

સારનાથનો શિલ્પવૈભવ : સારનાથનો કલાવારસો વિશેષતઃ બૌદ્ધ મૂર્તિઓમાં જળવાયો છે. ત્યાં બુદ્ધ અને બોધિસત્વોની વિવિધ આસનો અને મુદ્રાઓવાળી અસંખ્ય પ્રતિમાઓ ગુપ્તકાલ (4થી–5મી સદી) દરમિયાન બની હતી. એમાંના ઘણા નમૂનાઓ સ્થાનિક મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે. સારનાથમાંથી બેઠેલી સંખ્યાબંધ પ્રતિમાઓ વિવિધ મુદ્રાઓમાં મળી છે. એમાં ભગવાન બુદ્ધના જીવનની અતિ મહત્વની ઘટનાઓનું સૂચન…

વધુ વાંચો >

સાલુવ નરસિંહ

સાલુવ નરસિંહ : વિજયનગરના દ્વિતીય રાજવંશ – સાલુવનો સ્થાપક અને એ વંશનો પ્રથમ રાજવી. મૂળમાં એ પોતે વિજયનગરના તાબાના ચંદ્રગિરિનો અધિનાયક હતો. વિજયનગરના પ્રથમ રાજવંશ સંગમના અંતિમ રાજા પ્રૌઢદેવના કાલમાં સાલુવ નરસિંહ ઉચ્ચ હોદ્દો ધરાવતો હતો. એ વખતે બહમની વંશના સુલતાન અને ઓડિસાના શાસકની સંયુક્ત સેનાએ વિજયનગર રાજ્ય પર આક્રમણ…

વધુ વાંચો >

સાંદીપનિ

સાંદીપનિ : શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ અને કશ્યપ કુલના વિદ્વાન બ્રાહ્મણ. તેઓ ઉજ્જયિની કે અવંતિના નિવાસી હતા. ઉપનયન સંસ્કાર થયા પછી શ્રીષ્કૃણ અને બલરામે એમના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. સાંદીપનિએ બહુ જ ટૂંકા સમયમાં એ બંનેને વેદ, ઉપનિષદ, ધર્નુવેદ, રાજનીતિ, ચિત્રકલા, ગણિત, ગજશિક્ષા, અશ્વશિક્ષાદિનું ગહન અધ્યયન કરાવ્યું. ધનુર્વેદના તો…

વધુ વાંચો >

સિંહનાદ

સિંહનાદ : મહાયાન સંપ્રદાયમાં અવલોકિતેશ્વરનું રોગવિનાશક ઉગ્ર સ્વરૂપ. અવલોકિતેશ્વર બોધિસત્વ તરીકે ચીન, જાપાન, તિબેટ તેમજ પ્રાચીન ભારતમાં ખૂબ લોકપ્રિય હતા. ધ્યાની બુદ્ધ અમિતાભ અને તેમની બુદ્ધશક્તિ પાંડરામાંથી પ્રગટેલા અવલોકિતેશ્વરનાં બધાં સ્વરૂપોમાં મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા બતાવાય છે. એમનાં પૂજાતાં વિવિધ સ્વરૂપો પૈકી પંદર સ્વરૂપોનું સાધનમાલામાં નામજોગ વર્ણન…

વધુ વાંચો >

સિંહાચલમ્

સિંહાચલમ્ : દક્ષિણ ભારતમાં વૉલ્ટેયર નગરની નિકટ આવેલું યાત્રાધામ. આ સ્થાન અહીંના વરાહમંદિર અને લક્ષ્મી-નૃસિંહ સ્વામીના મંદિરને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. વરાહ મંદિરની મૂર્તિ વરાહની મૂર્તિ જેવી દેખાય છે પરંતુ લોકો એને નૃસિંહ મૂર્તિ કહે છે. એવી માન્યતા છે કે હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને સમુદ્રમાં ડુબાડીને તેના પર આ પર્વત…

વધુ વાંચો >

સુખાવતીલોકેશ્વર

સુખાવતીલોકેશ્વર : નેપાળમાં પ્રચલિત બોધિસત્વ અવલોકિતેશ્વરનું એક વિશિષ્ટ સ્વરૂપ. અમૃતાનંદરચિતા ‘ધર્મકોશસંગ્રહ’માં આ સ્વરૂપનું વર્ણન મળે છે. અવલોકિતેશ્વર વર્તમાન ભદ્રકલ્પના અધિષ્ઠાતા મનાતા હોઈ વર્તમાન જગતના રક્ષણની જવાબદારી એમના શિરે છે. સાધનમાલામાં અવલોકિતેશ્વરનાં લગભગ 31 સાધનો જાણવા મળે છે, જે એમની જે-તે સ્વરૂપની ઉપાસનાનાં સૂચક છે. આમાંથી 15 સાધનોનું વર્ણન સાધનમાલામાં પ્રાપ્ત…

વધુ વાંચો >

સુગ્રીવ 

સુગ્રીવ  : કિષ્કિંધાનો એક વાનર રાજા અને રાજા વાલીનો નાનો ભાઈ. એક વાર માયાવી રાક્ષસ સાથે લાંબા સમય સુધી એક ગુફામાં વાલીએ યુદ્ધ કર્યું. ઘણો વખત વીતી ગયો છતાં વાલી ગુફામાંથી બહાર ન આવ્યો અને ગુફામાંથી બહાર લોહી વહી આવેલું જોઈને સુગ્રીવે વાલીનો વધ થઈ ગયો છે એમ માની પોતે…

વધુ વાંચો >

સુભદ્રા

સુભદ્રા : રોહિણીના ગર્ભથી ઉત્પન્ન થયેલ વસુદેવની પુત્રી તથા બલરામ અને કૃષ્ણની નાની બહેન. સ્કંદપુરાણ અનુસાર તે પૂર્વજન્મમાં ગાલવઋષિની કન્યા માધવી હતી. એક વાર ઋષિ આ કન્યાને લઈને વિષ્ણુ ભગવાનના દર્શને ગયા. બાળસુલભ ચંચળતાને કારણે તે ત્યાં આસન ઉપર બેસી ગઈ. એ જોઈને ગુસ્સે ભરાયેલ લક્ષ્મીજીએ  તેને અશ્વમુખી થવાનો શાપ…

વધુ વાંચો >

સુલતાનગંજની બુદ્ધપ્રતિમા

સુલતાનગંજની બુદ્ધપ્રતિમા : સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવેલ અને હાલ બર્મિંગહામ મ્યુઝિયમ- (યુ.કે.)માં સુરક્ષિત બુદ્ધની વિખ્યાત ધાતુપ્રતિમા. ગુપ્તકાલનાં ઉત્તમોત્તમ ધાતુશિલ્પો પૈકીનું એક છે. આ સાડા સાત ફૂટ ઊંચું શિલ્પ આ શૈલીનાં શિલ્પોમાં કદાચ સૌથી મોટું છે. પાંચમી સદીમાં ગુપ્તકલા કેટલી ઉન્નતકક્ષાએ પહોંચી હતી તે આ શિલ્પ દ્વારા સમજી શકાય છે. આ શિલ્પ…

વધુ વાંચો >