પૂરવી ઝવેરી
સિંહ, લાલજી
સિંહ, લાલજી (ડૉ.) (જ. 5 જુલાઈ 1947, જૌનપુર, ભારત; અ. 10 ડિસેમ્બર 2017, વારાણસી, ઉત્તરપ્રદેશ, ભારત) : સેન્ટર ફોર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયૉલૉજી, હૈદરાબાદના નિર્દેશક. તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીથી એમ.એસસી. તથા પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ લિંગ-નિર્ધારણ કે અણુ-જૈવિક આધાર, ડી.એન.એ. અંગુલિછાપ (finger-print), માનવપ્રકૃતિ વિશ્લેષણ, વન્યજીવ ન્યાયિક વિજ્ઞાન અને…
વધુ વાંચો >સીગમાન, કેઇ માન બૉર્જ
સીગમાન, કેઇ માન બૉર્જ (Siegbahn, Kai Manne Borje) (જ. 20 એપ્રિલ, 1918 લૂન્ડ, સ્વીડન અ. 20 જુલાઈ, 2007 એન્જલહોમ, સ્વીડન) : ફોટો ઇલેક્ટ્રૉન સ્પેક્ટ્રોસ્કોપીની પદ્ધતિ વિકસાવવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને આર્થર લિયૉનાર્દ સ્કાઉલો વચ્ચે વિભાજિત થયો હતો. સીગમાને 1944માં યુનિવર્સિટી…
વધુ વાંચો >સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ
સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ (Schawlow, Arthur Leonard) (જ. 5 મે, 1921, માઉન્ટ વર્નોન, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 28 એપ્રિલ, 1999, પાલો આલ્ટો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લેસરના ઉપયોગથી પરમાણુના ઊર્જા સ્તરોનું અત્યંત ચોક્સાઈપૂર્વક માપન કરવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને સિગમાન કેઈ માન બૉર્જ…
વધુ વાંચો >સ્ટાઇનબર્ગર, જૅક
સ્ટાઇનબર્ગર, જૅક (Steinberger, Jack) (જ. 25 મે, 1921, બાડ કિસિંગન, જર્મની; અ. 12 ડિસેમ્બર, 2020, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : ન્યુટ્રિનો પુંજ કાર્યપદ્ધતિ માટે તથા મ્યુઑન ન્યુટ્રિનોની શોધ દ્વારા લેપ્ટૉનના યુગ્મમાળખા(જોડકા)નો પ્રયોગો દ્વારા નિર્દેશ કરવા માટે 1988નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. મેલ્વિન શ્વૉર્ટ્ઝ અને લેડરમૅન લિયૉન મૅક્સ સાથે સંયુક્ત રીતે આ…
વધુ વાંચો >સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna)
સ્ટ્રીકલૅન્ડ, ડોના (Strickland, Donna) (જ. 27 મે, 1959, ગ્વેલ્ફ, ઑન્ટારિયો, કૅનેડા) : ઉચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટે 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ જેરાર્ડ મોરો તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. મૅકમાસ્ટર યુનિવર્સિટી ઑવ્ હૅમિલ્ટન, ઑન્ટારિયોમાં…
વધુ વાંચો >સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.)
સ્મિથ, જ્યૉર્જ ઈ. (Smith, George E.) (જ. 10 મે 1930 વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : પ્રતિબિંબન અર્ધવાહક પરિપથ અર્થાત્ વિદ્યુતભાર–યુગ્મિત ઉપકરણ (CCD-સેન્સર–સંવેદનમાપક)ની શોધ માટે 2009નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ શોધ માટે પુરસ્કારનો અર્ધભાગ જ્યૉર્જ સ્મિથ તથા વિલાર્ડ બૉઇલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય અર્ધભાગ ચાર્લ્સ કે. કાઓને…
વધુ વાંચો >હર્ડીકર, શરદ મોરેશ્વર
હર્ડીકર, શરદ મોરેશ્વર (ડૉ.) (જ. 22 જૂન 1932, સતારા જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત) : ખ્યાતિપ્રાપ્ત ઑર્થોપેડિક સર્જન અને ઑર્થોપેડિક્સના પ્રતિષ્ઠિત પ્રોફેસર. તેઓએ ગ્રેટ બ્રિટનમાં અનુસ્નાતકનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ત્યાં 1959થી 1964 સુધી કાર્ય કર્યું. એક ઑર્થોપેડિક સર્જન તરીકે તેઓએ આખા મહારાષ્ટ્ર રાજ્યમાં, વિશેષ રૂપે ગ્રામીણ ક્ષેત્રોમાં વિશાળ સંખ્યામાં ફેલાયેલા તેમના…
વધુ વાંચો >હસાબિસ, ડેમિસ
હસાબિસ, ડેમિસ (Hassabis, Demis) (જ. 27 જુલાઈ 1976, લંડન, યુનાઇટેડ કિંગ્ડમ) : પ્રોટીનના માળખાના અનુમાન માટે 2024નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ ડેમિસ હસાબિસ તથા જ્હૉન જમ્પરને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. પુરસ્કારનો અન્ય અર્ધભાગ ડેવિસ બેકરને પરિકલન અથવા ગાણિતિક પ્રોટીન રચના (કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન) માટે એનાયત થયો…
વધુ વાંચો >હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.)
હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.) (જ. 14 સપ્ટેમ્બર 1951, લંડન, યુનાઇટેડ કિન્ગ્ડમ) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને માઇકલ…
વધુ વાંચો >હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus)
હાસૅલ્માન, ક્લાઉઝ (Hasselman, Klaus) (જ. 25 ઑક્ટોબર 1931, હૅમ્બર્ગ, જર્મની) : પૃથ્વીના હવામાનના ભૌતિક પ્રતિરૂપ (model) માટે હવામાનના બદલાવ(પરિવર્તન)ને પ્રમાત્રીકૃત કરવા માટે તથા વધતા જતા વૈશ્વિક ઉષ્ણતામાનનું વિશ્વસનીય અનુમાન કરવા માટે 2021નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ ક્લાઉઝ હાસૅલ્માન તથા સ્યુકુરો માનાબેને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. અન્ય…
વધુ વાંચો >