પૂરવી ઝવેરી
ટેલર જૉસેફ હૂટન
ટેલર, જૉસેફ હૂટન (જુનિયર) [Taylor, Joseph Hooton (Jr.)] (જ. 29 માર્ચ 1941, ફિલાડેલ્ફિયા, યુ. એસ. એ.) : એક નવા પ્રકારના પલ્સારની શોધ કે જેને કારણે ગુરુત્વાકર્ષણના અભ્યાસની નવી શક્યતાઓનાં દ્વાર ખૂલ્યાં – તે માટે 1993નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે જૉસેફ ટેલર તથા રસેલ હલ્સને પ્રાપ્ત થયો…
વધુ વાંચો >ટેલર રિચર્ડ
ટેલર, રિચર્ડ ઈ (Taylor, Richard E) (જ. 2 નવેમ્બર 1929, આલ્બર્ટા, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 2018, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન(inelastic scattering)ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન…
વધુ વાંચો >ડેહમેલ્ટ હાન્સ જ્યૉર્જ
ડેહમેલ્ટ, હાન્સ જ્યૉર્જ (Dehmelt, Hans George) (જ. 9 સપ્ટેમ્બર 1922, ગોર્લિટ્ઝ, જર્મની; અ. 7 માર્ચ 2017, સીઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને વુલ્ફગૅંગ પૉલ વચ્ચે વિભાજિત થયો હતો. દસ વર્ષની ઉંમરે ડેહમેલ્ટે બર્લિનની એક લૅટિન શાળામાં પ્રવેશ…
વધુ વાંચો >તુમકૂર સીતારામય્યા પ્રહલાદ
તુમકૂર સીતારામય્યા પ્રહલાદ (જ. 21 મે 1940, ભારત) : નૅશનલ ઍરોસ્પેસ લૅબોરેટરીઝ (એન.એ.એલ.) બૅંગાલુરુના ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક. તેઓ ઍરોસ્પેસ એન્જિનિયરિંગ, ઉડ્ડયન તેમજ વાયુયાન કાર્યક્રમોમાં વિશેષજ્ઞતા તથા યોગદાન માટે જાણીતા છે. તેઓએ 1961માં મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઈ.આઈ.એસસી., બૅંગાલુરુમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >ત્સુઈ ડેનિયલ ચી.
ત્સુઈ, ડેનિયલ ચી. (Tsui, Daniel C.) (જ. 28 ફેબ્રુઆરી 1939, ફૅન વિલેજ, હેનાન, ચાઈના) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કાર સંયુક્ત રીતે ડેનિયલ ચી. ત્સુઈ, રૉબર્ટ લાફલિન તથા હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો. ત્સુઈનો જન્મ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેનાન(ચાઇના)ના…
વધુ વાંચો >થુલેસ ડેવિડ જે.
થુલેસ, ડેવિડ જે. (Thouless, David J.) (જ. 21 સપ્ટેમ્બર 1934, બેર્સડેન, સ્કૉટલૅન્ડ, યુ.કે. અ. 6 એપ્રિલ 2019 કેમ્બ્રિજ, યુ.કે.) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને તથા અન્ય ભાગ માઇકલ કોસ્ટર્લિટ્ઝ અને ડન્કન હાલ્ડેનને…
વધુ વાંચો >થૉર્ન કિપ
થૉર્ન, કિપ (Thorne, Kip) (જ. 1 જૂન, 1940 લોગાન, યુટાહ, યુ.એસ.એ.) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ રેઈનર વિસ તથા બૅરી બૅરિશ વચ્ચે વિભાજિત થયો હતો. કિપ થૉર્નના પિતા ભૂ-રસાયણશાસ્ત્રી…
વધુ વાંચો >દાબકે, અરુણ ત્રિમ્બક (ડૉ.)
દાબકે, અરુણ ત્રિમ્બક (ડૉ.) (જ. 24 ડિસેમ્બર 1942) : બાળ-ચિકિત્સાના ક્ષેત્રમાં જાણીતા. તેઓને છત્તીસગઢના ચિકિત્સકોમાં પિતાતુલ્ય માનવામાં આવે છે. તેમણે એમ.બી.બી.એસ.ની પદવી તથા બાળ-ચિકિત્સામાં અનુસ્નાતક(એમ.ડી.)ની પદવી એમ.જી.એમ. મેડિકલ કૉલેજ, ઇન્દોરથી પ્રાપ્ત કરી. તેઓએ 1972માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂટ્રીશન, હૈદરાબાદથી ન્યૂટ્રિશનમાં સર્ટિફિકેટ કોર્સ પૂરો કર્યો. તેમને 1974માં જીવન વિજ્ઞાન આનુવંશિકીમાં સંશોધનકાર્ય…
વધુ વાંચો >દિવાકર, નામપલ્લી
દિવાકર, નામપલ્લી (જ. 28 નવેમ્બર 1943) : રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન(ડી.આર.ડી.ઓ.)ના એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક. નામપલ્લી દિવાકરનું શૈક્ષણિક જીવન ઉત્કૃષ્ટ રહ્યું છે. તેઓએ ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બૅંગાલુરુથી ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગમાં વિશેષ યોગ્યતા સાથે સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કર્યા પછી 1967માં રક્ષા ઇલેક્ટ્રૉનિક્સ અનુસંધાન પ્રયોગશાળા માટે અત્યાધુનિક એકીકૃત તેમજ સંશ્લિષ્ટ ઇલેક્ટ્રૉનિક વૉરફેર પ્રણાલીઓ…
વધુ વાંચો >દેશમાને, વિજયલક્ષ્મી (ડૉ.)
દેશમાને, વિજયલક્ષ્મી (ડૉ.) (જ. 10 એપ્રિલ 1955, કલબુર્ગી, કર્ણાટક) : પ્રસિદ્ધ ઑન્કોલૉજી સર્જન. જેઓ સ્તન કૅન્સરના સંશોધનકાર્યમાં એમના યોગદાન માટે જાણીતાં છે. તેઓ IIIT કોટ્ટાયમ, કેરળ(2023)ના BOG (બોર્ડ ઑવ્ ગવર્નર્સ)નાં અધ્યક્ષ છે અને 2024માં એમને IIITDM કુરનૂલ, આંધ્રપ્રદેશના BOGનાં અધ્યક્ષનો પણ કાર્યભાર સોંપવામાં આવ્યો છે. એમણે NIPER (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…
વધુ વાંચો >