પર્યાવરણ
પર્યાવરણ
પર્યાવરણ સજીવોના જીવન અને વિકાસને અસર કરતાં બાહ્ય ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોનો સમગ્ર વિસ્તાર. તેમાં જમીન, પાણી, હવામાન, ઊર્જા અને ખાદ્ય પુરવઠા ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ અત્યંત જટિલ અને પરિવર્તનશીલ છે તથા તેમાં અન્યોન્ય અસર કરે તેવા ઘણા પરિવર્તકો (variables) સમાયેલા છે.…
વધુ વાંચો >પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology)
પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology) : જીવો- (organisms)ના અંદરોઅંદરના, વિભિન્ન જીવો વચ્ચેના, તથા જીવો અને તેમના પર્યાવરણ (environment) વચ્ચેનાં સજીવ તેમજ નિર્જીવ પાસાંઓના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ. તેને પર્યાવરણીય જીવશાસ્ત્ર (environmental biology) પણ કહે છે. જીવો અને પર્યાવરણ સાથેના તેમના સંબંધ તરફ 19મા સૈકાના અંતભાગમાં વધુ ધ્યાન આકર્ષિત થયું. પ્રદૂષણ (pollution) અને ઔદ્યોગિક…
વધુ વાંચો >બહુગુણા, સુંદરલાલ
બહુગુણા, સુંદરલાલ (જ. 1928) : ખ્યાતનામ પર્યાવરણવાદી અને ‘ચિપકો’ આંદોલનના પ્રણેતા. તેમનો ઉછેર પ્રકૃતિની ગોદમાં થયો હોવાથી પ્રકૃતિપ્રેમનો વારસો તેમને મળ્યો છે. કિશોરાવસ્થામાં ગાંધીવિચારોથી પ્રભાવિત થયા અને પંદર વર્ષની વયે રાષ્ટ્રીય લડતમાં ભાગ લેવા કુટુંબનો ત્યાગ કર્યો. જુદે જુદે સમયે જેલવાસ પણ વેઠ્યો. ઇન્ટરની પરીક્ષા પણ તેમણે જેલમાંથી જ આપી…
વધુ વાંચો >બાગબગીચા
બાગબગીચા : જુઓ ઉદ્યાનવિદ્યા
વધુ વાંચો >બ્લિથ, ઍડવર્ડ
બ્લિથ, ઍડવર્ડ (જ. 1810, લંડન; અ. 1873) : જાણીતા પ્રકૃતિવિજ્ઞાની અને પ્રાણીવિજ્ઞાની. લંડનમાં તેઓ ઔષધનિર્માણના વ્યવસાયમાં પ્રવૃત્ત હતા, પરંતુ પક્ષીવિજ્ઞાનમાં એટલા બધા વ્યસ્ત રહેવા માંડ્યા કે તેમનો ધંધો સાવ બેસી ગયો. 1841થી 1962 દરમિયાન તેઓ બંગાળમાં એશિયાટિક સોસાયટીના મ્યુઝિયમના ક્યુરેટર રહ્યા. કેટલાંય પક્ષીઓને તેમનું નામ પણ આપવામાં આવ્યું છે; જેમ…
વધુ વાંચો >ભૂકંપ અને પર્યાવરણ
ભૂકંપ અને પર્યાવરણ : ભૂકંપની અસરથી ઉદભવતી પર્યાવરણીય પરિસ્થિતિ. પર્યાવરણનાં અજૈવિક પરિબળોમાં ભૂમિ, જમીન, હવા, પાણી, ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠ, ભૂગર્ભજળ અને ભૂસ્તર પણ જૈવિક પર્યાવરણ પર અસર કરતાં હોઈ પર્યાવરણના અભ્યાસનાં અંગ બની રહે છે. 26 જાન્યુઆરી 2001ના લગભગ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર મહાભૂકંપ પછી પર્યાવરણીય…
વધુ વાંચો >મહેતા, રમેશ સુમંત
મહેતા, રમેશ સુમંત (જ. 1906, અમદાવાદ; અ. 1998) : રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પર્યાવરણવિદ્. ગુજરાતના જાણીતા સમાજસુધારક, દેશસેવક તથા શિક્ષણકાર. ડૉ. સુમંત મહેતા તથા શારદાબહેનના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમનો અભ્યાસ અમદાવાદ, વડોદરા અને કરાંચીમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગની ઉપાધિ 1931માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી અને માસ્ટર્સ ડિગ્રી…
વધુ વાંચો >માથાઈ, વાંગારી (મુટા)
માથાઈ, વાંગારી (મુટા) (જ. એપ્રિલ, 1940, ન્યેરી, કેન્યા) : 2004ના શાંતિ નોબેલ પારિતોષિક-વિજેતા સૌપ્રથમ આફ્રિકન મહિલા, કેન્યા સરકારનાં મંત્રી અને પર્યાવરણની સુધારણાની ગ્રીનબેલ્ટ મુવમેન્ટનાં જનેતા અને તેનાં પ્રખર સમર્થક. વાંગારી મુટા કેન્યામાંના દૂરના વિસ્તારનાં રહીશ હતાં અને માતાપિતા લગભગ નિરક્ષર હોવાથી તેમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી. જોકે નિરક્ષર માતાપિતા બાળકોના…
વધુ વાંચો >મેબૅક, બર્નાર્ડ
મેબૅક, બર્નાર્ડ (જ. 7 ફેબ્રુઆરી 1862, ન્યૂયૉર્ક સિટી; અ. 3 ઑક્ટોબર 1957, બર્કલી, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અમેરિકાના અગ્રણી પર્યાવરણ-વિજ્ઞાની અને સ્થપતિ. બહુશ્રુત અને મૌલિક વ્યક્તિત્વ ધરાવનાર આ સ્થપતિ બુદ્ધિપૂર્વકની ડિઝાઇનવાળાં તથા હસ્તકૌશલ્ય ધરાવતાં લાકડાનાં ઘરોની બાંધણી બદલ ખૂબ નામના પામ્યા. આ ઘરોનું નિર્માણ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં સાનફ્રાન્સિસ્કો ‘બે એરિયા’માં…
વધુ વાંચો >મેરિયમ, ક્લિન્ટન હાર્ટ
મેરિયમ, ક્લિન્ટન હાર્ટ (જ. 5 ડિસેમ્બર 1855, ન્યૂયૉર્ક સિટી; અ. 19 માર્ચ 1942, બર્કલી, કૅલિફૉર્નિયા) : જાણીતા પ્રકૃતિવાદી, પ્રાણીવિજ્ઞાની અને પ્રારંભકાલીન પર્યાવરણવાદી. તાલીમ-શિક્ષણ તેમણે તબીબી વિજ્ઞાનનાં લીધાં હતાં. 1885થી 1910 દરમિયાન તેઓ અમેરિકાની બ્યૂરો ઑવ્ બાયોલૉજિકલ સર્વેના વડા તરીકે રહ્યા. અમેરિકાનાં વિશાળ કદનાં રીંછ, ભૂખરાં રીંછ તથા કનેક્ટિકટના પક્ષીજગત વિશે…
વધુ વાંચો >