પરબતભાઈ ખી. બોરડ
ફૂદું (Moth)
ફૂદું (Moth) : કીટકવર્ગમાં રોમપક્ષ (lepidoptera) શ્રેણીના પતંગિયા જેવું પ્રાણી. કીટકોની દુનિયામાં રોમપક્ષ શ્રેણી સંખ્યાની ર્દષ્ટિએ બીજા ક્રમે આવે છે. એક અંદાજ મુજબ રોમપક્ષ શ્રેણીની આશરે એકાદ લાખ જેટલી જાતિઓથી વૈજ્ઞાનિકો પરિચિત છે. હજુ પણ હજારોની સંખ્યામાં અન્ય જાતિઓ ઓળખાઈ નથી. દેખાવે ફૂદાં અને પતંગિયાં એકસરખાં જ લાગે, પરંતુ ફૂદાં…
વધુ વાંચો >ફ્લૅટ ગ્રેઇન બીટલ
ફ્લૅટ ગ્રેઇન બીટલ : ચોખા, ઘઉં તથા મકાઈને સંગ્રહ દરમિયાન નુકસાન કરતી જીવાત. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ક્રિપ્ટોલેસ્ટિસ પુસિલસ છે, જેનો ઢાલપક્ષ શ્રેણીના કુકુજીડી કુળમાં સમાવેશ થયેલો છે. પુખ્ત કીટક ખૂબ જ સક્રિય અને સંગૃહીત અનાજના મુખ્ય કીટકોમાં નાનામાં નાનો છે. તે લાલાશ પડતા બદામી રંગનો અને એકદમ ચપટો હોય…
વધુ વાંચો >બગાઈ
બગાઈ : કૂતરાં, ગાય, બળદ, ગધેડાં, ઊંટ જેવાં વાળવાળાં પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસીને તેમને હેરાન કરનાર દ્વિપક્ષા (Diptera) શ્રેણીના હિપ્પોબોસ્કીડી કુળનો એક કીટક. શાસ્ત્રીય નામ Hippobosca maculata L. છે. પુખ્ત કીટક શરીરે ચપટા, આશરે 0.75 સેમી. જેટલી લંબાઈના અને લાલાશ પડતા કથ્થાઈ રંગના હોય છે તથા શરીર પર પીળાં ટપકાં…
વધુ વાંચો >બટાટાની જીવાત
બટાટાની જીવાત : બટાટાને ઉપદ્રવ કરતા જાતજાતના કીટકો. તેમાં બટાટાનાં થડ કાપી ખાનાર ઇયળ, બટાટાની ફૂદી, તમરી, ઊધઈ, લીલી ઇયળ, પાન ખાનારી ઇયળ, એપીલેકનાં બીટલ, ઘૈણ મસી, લીલાં ચૂસિયાં, તડતડિયાં, સફેદ માખી, થ્રિપ્સ માયલોસિરસ, ભમરી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત પાનકથીરીનો ઉપદ્રવ પાકના ઉગાવાથી કાપણી દરમિયાન જોવા મળતો હોય છે.…
વધુ વાંચો >ભીંગડાંવાળી જીવાત
ભીંગડાંવાળી જીવાત : પરવળ જેવાં વેલાવાળાં શાકભાજી અને ગુલાબ જેવા શોભા માટેના ફૂલછોડને ઉપદ્રવ કરતી રોમપક્ષ(Lepidoptera)ની જીવાત. જે તે પાક પ્રમાણે તેની જાતિ અલગ અલગ હોય છે. વળી હવામાન અને વિસ્તાર પ્રમાણે તેના જીવનચક્રમાં થોડો-ઘણો ફેરફાર જોવા મળે છે; તેમ છતાં તેનાથી થતું નુકસાન લગભગ એકસરખા પ્રકારનું હોય છે. શેરડીની…
વધુ વાંચો >ભીંડાના રોગો
ભીંડાના રોગો : ભીંડા પર થતા રોગો. ભીંડા દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની વનસ્પતિ છે. તેના કુમળા ફળમાંથી ભારતમાં સર્વત્ર શાક બનાવાય છે. વિશેષ માત્રામાં તેના ફળમાં લોહતત્વ અને અન્ય પોષક તત્વો હોવાથી શાકભાજીમાં તે આગવું સ્થાન ધરાવે છે. ભીંડાની ઘણી જાતો છે, પરંતુ પુસા શાવણી, પરભણી ક્રાન્તિ, નીમકર તેમજ કેટલીક…
વધુ વાંચો >ભૂતિયું ફૂદું
ભૂતિયું ફૂદું : તલના પાકને ઉપદ્રવકારક ફૂદાની જાતનો એક કીટક. તે ઍચેરૉન્ટિયા સ્ટિક્સ (Acherontia styx West)ના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના સ્ફિન્જિડી (Sphingidae) કુળમાં થાય છે. આ ફૂદું મોટું, બિહામણું અને કાળાશપડતા રંગનું હોવાથી તે ભૂતિયા ફૂદા તરીકે ઓળખાય છે. પુખ્ત કીટક કાળાશપડતા રાખોડી રંગનો અને…
વધુ વાંચો >ભૂરાં કાંસિયાં
ભૂરાં કાંસિયાં : ડાંગરની એક ગૌણ જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ક્રાયસોમેલીડી કુળમાં કરવામાં આવેલ છે. શાસ્ત્રીય નામ Lepigma pygmaea B. છે. આ કીટક સમચતુષ્કોણ આકારના, નાના, ઘેરા લીલાશ પડતા ભૂરા રંગના, સુંવાળા, લગભગ 6 મિમી. લંબાઈના અને પહોળાઈમાં 3 મિમી. જેટલા હોય છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ…
વધુ વાંચો >ભૂરાં ફૂદાં
ભૂરાં ફૂદાં : તુવેર, ચોળા, વાલ અને કેટલાક અન્ય કઠોળના પાકને નુકસાન કરતાં ફૂદાં. રોમપક્ષ શ્રેણીની આ જીવાત લેમ્પિડ્સ બોઇટિક્સના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. આ જીવાતની ફૂદીની પાંખની પ્રથમ જોડ ભૂરા રંગની હોવાથી તે ભૂરાં પતંગિયાં તરીકે ઓળખાય છે. ગોળ ટપકાંવાળી તેની બીજી જોડ પાંખની પાછળની ધારે હોય છે અને…
વધુ વાંચો >ભોટવાં
ભોટવાં : સંગ્રહેલ કઠોળની ખૂબ જ અગત્યની ગણાતી એક જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના (Bruchidae) કુળમાં કરવામાં આવેલ છે. વૈજ્ઞાનિક નામ Bruchus chinensis L. છે. આ સિવાય તે Calosobruchus chinensis L. તરીકે પણ ઓળખાય છે. આ જીવાતની ઉપરની બાજુએ હૃદયના આકારના આશરે 4થી 6 મિમી. લાંબા, ચૉકલેટ અથવા…
વધુ વાંચો >