પત્રકારત્વ
પુટ્ટાસ્વામૈયા બી.
પુટ્ટાસ્વામૈયા, બી. (જ. 24 મે 1897; અ. 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા…
વધુ વાંચો >પુનિત મહારાજ
પુનિત મહારાજ (જ. 19 મે 1908, ધંધૂકા, સૌરાષ્ટ્ર; અ. 27 ઑગસ્ટ 1962, અમદાવાદ) : ગુજરાતના લોકભજનિક તથા સમાજસેવક. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સરસ્વતીબહેન સાથે 13 વર્ષની ઉંમરે લગ્ન. ખૂબ નાની વયે પિતાનું મૃત્યુ. સતત ગરીબી ભોગવતા રહ્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરી. માતાથી એ હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી…
વધુ વાંચો >પુરાતત્ત્વ (ત્રૈમાસિક)
પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…
વધુ વાંચો >પુલિત્ઝર જૉસેફ
પુલિત્ઝર, જૉસેફ : (જ. 10 એપ્રિલ 1847, મૅકો, હંગેરી; અ. 29 ઑક્ટોબર 1911, અમેરિકા) : અખબારી જૂથના માલિક અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારના પ્રણેતા. 1864માં તે હંગેરીથી સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા અને અમેરિકાના લશ્કરમાં જોડાયા. પછીના જ વર્ષે તેમને લશ્કરમાંથી છૂટા કરી દેવાયા અને અકિંચન અવસ્થામાં તે સેંટ લૂઈ ખાતે આવ્યા; ત્યાં…
વધુ વાંચો >પુલિત્ઝર પ્રાઇઝ
પુલિત્ઝર પ્રાઇઝ : એ નામનો સાહિત્ય, શિક્ષણ અને બીજી જાહેર પ્રવૃત્તિઓના ક્ષેત્રે અપાતો ઍવૉર્ડ. ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ સામયિકના પ્રકાશક જોસેફ પુલિત્ઝર દ્વારા કોલંબિયા યુનિવર્સિટીની પત્રકારત્વ-શાખાને 1917માં અપાયેલ વીસ લાખ ડૉલરના દાનની રકમ પૈકી અલાયદા રાખેલ પાંચ લાખ ડૉલરની આવકમાંથી પ્રતિવર્ષે 21 જેટલાં પારિતોષિક જાહેરસેવા, પ્રજાકીય મૂલ્યો, અમેરિકન સાહિત્ય અને શિક્ષણના ઉત્કર્ષ…
વધુ વાંચો >પુસ્તકાલય
પુસ્તકાલય : પુસ્તકપ્રવૃત્તિ અંગેનું ગુજરાતનું 75 વર્ષ જૂનું સામયિક. જીવનઘડતર અને સમાજઘડતર માટે પુસ્તક અત્યંત મહત્વનું છે એવી માન્યતા ધરાવતા પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ ન. અમીનની પ્રેરણાથી વડોદરામાં 1923માં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. એ સમયે પ્રજા નિરક્ષરતા, અબુધતા, અજ્ઞાન, અનારોગ્ય, કુરિવાજો અને ખોટા વહેમોમાં ફસાયેલી હતી.…
વધુ વાંચો >પ્રજાબંધુ
પ્રજાબંધુ : વીતેલા યુગનું પ્રભાવશાળી ગુજરાતી સાપ્તાહિક પત્ર. 6 માર્ચ, 1898ના રોજ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકનો પ્રારંભ. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ લગભગ દોઢ વર્ષ સુધી ‘પ્રજાબંધુ’ના તંત્રીપદે રહી તેનું સંચાલન કર્યું. લેખ લખવાનું, પ્રૂફ સુધારવાનું અને અંક તૈયાર થાય ત્યારે તેને ટપાલમાં પહોંચાડવાનું કામ પણ ભગુભાઈએ જાતે જ કરવું પડતું. આ સાપ્તાહિકમાં શરૂઆતમાં…
વધુ વાંચો >પ્રતાપ
પ્રતાપ : ગુજરાતી વર્તમાનપત્ર. 1926માં સૂરત ખાતે સાપ્તાહિક રૂપે પ્રારંભ. તંત્રી કાલિદાસ કૃપાશંકર શેલત. પછીથી દૈનિક અને સાપ્તાહિક બંને સ્વરૂપે પ્રગટ થતા રહેલા ‘પ્રતાપ’નો ફેલાવો બહોળો હતો. એની સજાવટમાં, ખાસ કરીને તંત્રીલેખોમાં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકની છાપ સ્પષ્ટ જણાતી. સ્વાતંત્ર્યસંગ્રામનો સમય હોવાથી ‘પ્રતાપ’ રાષ્ટ્રભાવનાનું સમર્થક હતું. 1961માં ‘પ્રતાપ’નો વહીવટ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના હાથમાં…
વધુ વાંચો >પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન : જીવનઘડતરને લગતું જૂનું ગુજરાતી સામયિક. અસત્ય સામે પ્રતિકાર કરવા તથા સમાજઘડતરની વિવિધ પ્રવૃત્તિઓને વાચા તથા પ્રોત્સાહન આપવાના હેતુથી વિવેકશીલ વિચારક અને સુધારાના પ્રખર હિમાયતી, પરમાનંદ કુંવરજી કાપડિયાએ 1931ની પહેલી નવેમ્બરે ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના મુખપત્ર તરીકે મુંબઈથી ‘પ્રબુદ્ધ જૈન’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. પરંતુ તેમણે…
વધુ વાંચો >પ્રસ્થાન
પ્રસ્થાન : રામનારાયણ વિ. પાઠક-સંપાદિત સામયિક. ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદે શરૂ થયેલા ‘યુગધર્મ’ના કલા અને સાહિત્ય વિભાગનું તંત્રીકાર્ય એમણે દક્ષતાપૂર્વક સંભાળ્યું. ‘યુગધર્મ’ 1925માં ક. મા. મુનશીના ‘ગુજરાત’ સાથે જોડાઈ જતાં ગુજરાતમાં ‘મૉડર્ન રિવ્યૂ’ની કક્ષાના સામયિકની આવશ્યકતા તેમને વરતાઈ. ગુજરાતની પ્રજાની અસ્મિતા જાગ્રત કરવાની અને સ્વાતંત્ર્ય-સંગ્રામને દિશાદર્શન આપવાની સંનિષ્ઠ કામગીરી કરવાના હેતુ…
વધુ વાંચો >