પત્રકારત્વ

ધર્મયુગ

ધર્મયુગ : ભારતનું અગ્રગણ્ય હિંદીભાષી સાપ્તાહિક પત્ર. પ્રકાશન-સંસ્થા બેનેટ કોલમૅન ઍન્ડ કંપની. ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા જૂથ દ્વારા આ પત્રિકાનો પ્રારંભ 1950માં સાપ્તાહિક સ્વરૂપે થયો. જુલાઈ, 1990થી તે પાક્ષિક બન્યું. પ્રારંભસમયે ‘ધર્મયુગ’ના સંપાદક ઇલાચન્દ્ર જોશી હતા. ટૂંકા ગાળામાં જ સામયિક બહુ લોકપ્રિય થયું. હિંદી ભાષાનાં સામયિકોમાં ‘ધર્મયુગ’ બહુ પ્રતિષ્ઠિત અને…

વધુ વાંચો >

ધુમ્મન, કપૂરસિંગ

ધુમ્મન, કપૂરસિંગ (જ. 1927, ધુલચિકે, શિયાલકોટ; અ. 1985) : પંજાબી નાટ્યકાર અને દિગ્દર્શક. એમના પિતા જ્ઞાની બુદ્ધસિંગ શિક્ષક હતા અને કાવ્યો લખતા હતા. એમણે પ્રાથમિક શિક્ષણ ઉગ્ગોકીની ડી.બી. પ્રાથમિક સ્કૂલમાં લીધું હતું. પછી શિયાલકોટની ખાલસા હાઈસ્કૂલમાં ભણ્યા. ત્યાંની મૂરી કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેમની નાટ્યકૃતિ ‘પાગલ લોક’ને 1984ના વર્ષનો કેન્દ્રીય…

વધુ વાંચો >

ધ્રુવ, આનંદશંકર

ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના…

વધુ વાંચો >

ધ્રુવ, હરિલાલ હર્ષદરાય

ધ્રુવ, હરિલાલ હર્ષદરાય (જ. 10 મે 1856, બહિયેલ, સાબરકાંઠા; અ. 29 જૂન 1896) : ગુજરાતના એક સમર્થ વિદ્વાન. તેઓ કવિ, અનુવાદક, સંશોધક, પુરાતત્વવિદ અને સંપાદક હતા. 1870માં મૅટ્રિક, 1873માં બી.એ. થયા. 1880માં એલએલ.બી. 1881થી ’84 સુધી શિક્ષક. 1884થી સૂરતમાં વકીલાત. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ. પુરાતત્વવિષયક સંશોધનલેખોને લીધે 1889માં સ્ટૉકહોમની…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નચિકેતા

નચિકેતા : ગુજરાતી ભાષાનું સાહિત્યિક માસિક પત્ર. માલિક-તંત્રી કરસનદાસ માણેક. સ્થાપના 1953. ધ્યેય ‘જગતના અમર સર્જકોનો સત્સંગ કરાવતું સ્વાધ્યાય અને રસબ્રહ્મ આરાધનાનું માસિક.’ જગતનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં આપવાના આશય સાથે કરસનદાસ માણેકે આ માસિકપત્ર શરૂ કર્યું હતું. તેમાં મુખ્યત્વે અનુવાદો છપાતા અને તંત્રી તરીકે માણેક ઉપરાંત હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી…

વધુ વાંચો >

નટરાજન્, કામાક્ષી

નટરાજન્, કામાક્ષી (જ. 24 સપ્ટેમ્બર 1868, તંજાવુર, તમિળનાડુ; અ. 29 એપ્રિલ 1948) : કેન્દ્રીય પત્રકાર, સામાજિક સુધારક અને ગાંધીજીના નિકટના અનુયાયી. તેઓ ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના સાથી પણ હતા. મામલતદાર કામાક્ષી અય્યરને ત્યાં જન્મ. દાદા સ્વામીનાથ અય્યરના વિદ્યા અને સાહિત્યના સંસ્કાર બાળક કામાક્ષીએ ઝીલ્યા. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં ઉછેર છતાં બાળકે…

વધુ વાંચો >

નવચેતન

નવચેતન (1922) : વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કૉલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદે આ માસિકનું પ્રકાશન શરૂ કર્યું હતું. ગુજરાતથી સેંકડો માઈલ દૂર બંગાળમાંથી ગુજરાતી સામયિક શરૂ કરવાના તેમના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ નિષ્ઠાને કારણે તે બધી મુશ્કેલીઓ પાર કરી ગયા હતા.…

વધુ વાંચો >

નવજીવન

નવજીવન : ઇન્દુલાલ યાજ્ઞિકે શંકરલાલ બૅંકરના સહકારથી 1915ના જુલાઈ માસમાં શરૂ કરેલું અને પછીથી ગાંધીજીએ ચલાવેલું પત્ર. મૂળ નામ ‘નવજીવન અને સત્ય’ હતું. 1919ના માર્ચ-એપ્રિલમાં ગાંધીજીએ એ જ નામથી તે માસિકને સાપ્તાહિક રૂપે ચલાવેલું. ગાંધીજીએ રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન ચલાવેલું તેનાથી પ્રભાવિત થઈને ઇન્દુલાલે તે પત્ર ગાંધીજીને સોંપેલું. ગાંધીજીના તંત્રીપદે…

વધુ વાંચો >

નવનીત–સમર્પણ

નવનીત–સમર્પણ : ગુજરાતી માસિકપત્ર. શિષ્ટ સાહિત્ય પીરસતું અગ્રણી ગુજરાતી સાહિત્યિક સામયિક. સાહિત્યરસિક ગુજરાતી કુટુંબોનું તે પ્રિય માસિક છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે પ્રદેશોમાં – વિદેશોમાં પણ તે સારી સંખ્યામાં વંચાતું આવ્યું છે. અગાઉ ‘નવનીત’ અને ‘સમર્પણ’ જુદાં જુદાં પ્રગટ થતાં હતાં. બંને સાહિત્યિક સામયિક હતાં. ઈ. સ. 1962ના…

વધુ વાંચો >